About Me

   મૂર્ધન્ય ગુજરાતી કવિ ઉમાશંકર જોશી (1942માં એમ.એ. થયા એ) પછી બોમ્બે યુનીવર્સીટીમાં એમ.એ.માં ગુજરાતી અને સંસ્કૃત વિષય સાથે ફર્સ્ટ ક્લાસ આવનાર પ્રથમ વિધાર્થી. અગાઉ ઘણા વિધાર્થી ફર્સ્ટ આવેલા, પરંતુ હાયર સેકંડ કલાસ સાથે. સાથોસાથ અજીતે હિન્દીમાં રાષ્ટ્રભાષા રત્ન, વિશ્વભારતી યુનીવર્સીટી, કલકતાથી બંગાળી ભાષામાં કોવિદ અને મુંબઈમાં મરાઠી ભાષામાં કોવિદ સુધીનો અભ્યાસ કર્યો.

    અખિલ ભારતીય ગાંધર્વ મહાવિદ્યાલયની સંગીત વિશારદની પરીક્ષામાં ઉતીર્ણ થયા પછી લંડનની ટ્રીનીટી કોલેજ ઓફ મ્યુઝીકની ગ્રેડ થ્રી સુધીની પિયાનો વાદનની પરીક્ષા પાસ કરી. હાલ કી-બોડ, પિયાનો, હાર્મોનિયમ, તબલાં અને મેન્ડોલીન વાદન પર પ્રભુત્વ ધરાવે છે.

    ઝવેરચંદ મેઘાણી, ચુનીલાલ મડિયા, વેણીભાઈ પુરોહિત, કરસનદાસ માણેક જેવા સાહિત્યકારોથી પ્રસિદ્ધ મુંબઈના સાંધ્ય દૈનિક 'જન્મભૂમિમાં' પત્રકાર તરીકે કામ કરતાં-કરતાં એમ.એ. ભણ્યા. ગાંધીવાદી કવિ કરસનદાસ માણેકના ભાણેજ થાય. 'જન્મભૂમિમાં' બાર વરસ કામ કરતાં-કરતાં સેંકડો માહિતી લેખ લખ્યા. ગુજરાતી પત્રકારત્વમાં શાસ્ત્રીય સંગીત વિશે સરળ ભાષામાં માહિતી લેખો અને સમીક્ષા લખવાનો આરંભ અજીત પોપટથી થયો.

    ત્યારબાદ સતર વર્ષ સુધી ગુજરાતી ભાષાના પ્રતિષ્ઠિત સાપ્તાહિક 'ચિત્રલેખા' માં કામ કર્યું. માનવરસના અનેક વિષયો ઉપર કલમ ચલાવી. છેલ્લાં 35 વરસમાં 8500 થી વધુ માહિતી લેખો લખ્યા જેને જે આર ડી ટાટા અને બીજા મહાનુભાવોએ બિરદાવ્યા. મુંબઈ આકાશવાણી પર બાળકો માટે પચાસથી વધુ સંગીત નાટકો લખ્યાં અને ભજવ્યાં. એ બધાનાં ગીત - સંગીત અને સંવાદ લેખનની જવાબદારી અદા કરી. હોળી, આઝાદીદીન અને જન્માષ્ટમી જેવા પર્વોના કેટલાંક રેડિયો નાટક આજે પણ પુન:પ્રસારિત થાય છે. મુંબઈ દુરદર્શન માટે પણ થોડાક કાર્યક્રમો કર્યા, પરંતુ સરકારી ચમચાગીરી ફાવી નહિ એટલે છોડી દીધું.

    વિવિધ વિષયનાં દસેક પુસ્તકો લખ્યાં. એમાં સંગીતકાર નૌશાદ (ફિલ્મ બૈજુ બાવરા, મધર ઇન્ડિયા, મુગલ-એ-આઝમ, ગંગા જમના, મેરે મહેબુબ વગેરે) નાં સંભારણાંના પુસ્તક 'આજ ગાવત મન મેરો' ને સાહિત્ય એકેડેમીનો એવોર્ડ મળ્યો. હાલ ગુજરાતી ભાષાના નંબર વન દૈનિક 'ગુજરાત સમાચાર' માં વરિષ્ઠ પત્રકાર તરીકે ફરજ બજાવે છે.

    આ દૈનિકમાં વર્તમાન પરિસ્થિતિ વિશે ટુ ધ પોઈન્ટ, ફિલ્મ સંગીત વિશે સીનેમેજીક અને દર બુધવારની શતદલ પૂર્તિમાં નિયમિત માહિતી લેખ લખે છે. ગુજરાત રાજ્ય સરકારે પીઢ પત્રકાર તરીકે એમને એક્રીડીયેશન આપેલું છે.

    નવી નવી ભાષા શીખવાની ઉત્કંઠાને કારણે વનપ્રવેશ પછી (આવરદાનાં પચાસ વર્ષ પુરા કર્યા પછી) જર્મન અને ઉર્દૂ ભાષા શીખ્યા અને બંને ભાષા શીખવા વિશે ગુજરાતીમાં પુસ્તકો લખ્યાં. 1987-88 માં લંડનમાં ગુજરાતી પત્રકારત્વ કર્યું.

    જન્મભૂમિમાં કામ કરતાં-કરતાં સરોજનો પરિચય થયો. કરસનદાસ માણેકની કીર્તન પ્રવૃતિએ બંનેના દિલને જોડ્યાં. પ્રભુતામાં પગલાં માંડ્યાં. સરોજ પણ ગુજરાતી અને હિન્દી વિષય સાથે એમ એ થઇ છે અને સંગીત વિશારદ પણ છે. ઉપરાંત ભજન સમ્રાટ પુરુષોતદાસ જલોટા પાસે પાંચ વરસ ભક્તીસંગીતની તાલીમ લઇ ચુકી છે.​

Comments

  1. APNA DAREK LEKH WITHOUT FAIL ATTEND KARU CHHU.THE GREAT KARSANDAS MANEK ANE APNI LINK NI AJE KHABAR PADI. MAMA JORDAR TO BHANIYA ANTHIYE VADHU JORDAR

    ReplyDelete
  2. Namaskar saheb,
    It is a pleasure reading your blog about Hindi film music.Have you reviewed music of C Ramchandra? his songs and ragas on which these songs are based? If yes, can you please mail me the links?

    ReplyDelete

Post a Comment