For Kalyanji Anandji's thousands of fans

 

Dear FB friends, I am pleased to inform you that my next book on evergreen music composed by music maestro Kalyanji Anandji is in the press. This book is a compilation of my articles published in a leading daily GUJARAT SAMACHAR'S CHITRALOK suupliment every Friday.



To discuss some interesting points, recently we had a meeting with Shri Anandjibhai at his residence. It was a very pleasing meeting with a masala tea prepared by Smt. Shantaben. This pictures were taken by Shri Dhiren Anandji. Thanks Dhirenbhai.... 

ફેસબુકના પ્રિય દોસ્તો, આપ સૌને એક ખુશખબર આપતાં આનંદ અનુભવું છું કે આગેવાન દૈનિક ગુજરાત સમાચારની ચિત્રલોક પૂર્તિમાં દર શુક્રવારે પ્રગટ થયેલા મારા સંગીતકાર કલ્યાણજી આણંદજીના સંગીત વિષેના લેખો હવે પુસ્તક રૂપે પ્રગટ થઇ રહ્યા છે. કેટલાક રસપ્રદ મુદ્દાની વાતો કરવા તાજેતરમાં હું અને સરોજ આણંદજીભાઇને એમના ઘરે મળ્યાં હતાં. પ્રેમાળ માતા સમાન શાંતાબહેને બનાવેલી ચાની ચુસ્કી લેતાં લેતાં કેટલાક મુદ્દાની વાતો અમે કરી.  આ પ્રસંગે વરિષ્ઠ સંગીતકાર એવા આણંદજીભાઇ સમક્ષ એમના સ્કેલચેંજર હાર્મોનિયમ પર આંગળીઓ ફેરવવાની તક પણ મને મળી. આ તસવીરો શ્રી ધીરેન આણંદજીએે લીધી છે. થેંક્સ ધીરેનભાઇ...

આમ તો કલ્યાણજી આણંદજી સાથેના મારા સંબંધો લગભગ ચાલીસેક વર્ષના. કેટલાક પ્રસંગો તો  કાયમ માટે યાદગાર બની રહ્યા છે. એ વિશે પુસ્તક પ્રાગટ્યની પૂર્વસંધ્યાએ આપની સાથે વાતો કરીશું. ત્યાં સુધી ધીરજ રાખવા વિનંતી. થેક્સ. 

Comments