ગાયક-સંગીતકાર દિલીપ ધોળકિયાને બે તસવીરાંજલિ

 મારા ગાયક-સંગીતકાર મિત્ર અને ગુરુભાઇ (અમે બંને ગ્વાલિયર ઘરાનાના ધુરંધર માસ્ટર નવરંગ નાગપુરકરના શિષ્યો) એવા ઉદય મઝમુદારે આજે રવિવાર છઠ્ઠી નવેંબરે અમદાવાદના દીનદયાલ હોલમાં એક સૂરીલો કાર્યક્રમ યોજ્યો છે તારી આંખનો અફિણી જેવા ચિરયુવાન ગીતના ગાયક અને ગુજરાતી તેમજ હિન્દી ફિલ્મોના સંગીતકાર દિલીપ ધોળકિયા (અમારા માટે દિલીપકાકા)નાં ગીતોનો આ કાર્યક્રમ છે. વહેલો તે પહેલો ધોરણે આમંત્રણ કાર્ડ વહેંચ્યાં છે. ઉદય ઉપરાંત બીજા પ્રતિભાવાન કલાકારો ગીતો ગાવાનાં છે.


આ મંગળ પ્રસંગને વધાવતાં દિલીપકાકાને તસવીરાંજલિ રૂપે અહીં બે  દુર્લભ તસવીરો રજૂ કરું છું. બંને તસવીરો યાદગાર છે. એક તસવીરમાં દિલીપકાકા આશા ભોંસલે (ફરી કહું તો મારી અને ઉદયની ગુરુબહેન. એ પણ માસ્ટર નવરંગની વિદ્યાર્થિની હતી)ને એક ગીતનું રિહર્સલ કરાવી રહ્યા છે. 


બીજી તસવીર એથી પણ વધુ યાદગાર છે. એમાં દિલીપકાકા સાથે સંગીતકાર અને ગાયક ઉપરાંત ઉદયના પિતા નીનુ મઝમુદાર અને ગીતકાર પત્રકાર જિતુભાઇ મહેતા છે. કોઇ ગીતની તર્જ વિશે ત્રણે ચર્ચામાં મશગુલ છે. આજના કાર્યક્રમ સાથે સંકળાયેલા સૌ કલાકારોને હાર્દિક શુભેચ્છા.


Comments