લતાના ગળામાં પંડિત દીનાનાથ મંગેશકરને ગંધાર સંભળાયો હતો

  ફેસબુકના મારા દોસ્તોને નમસ્કાર.  મારા દોસ્ત ચંદ્રશેખર વૈદ્યે થોડા દિવસ પહેલાં લતાના કંઠમાં ગંધાર (સાત સ્વરોમાંનો ગ) હોવાની વાત કાઢી હતી. શ્રી વૈદ્ય શાસ્ત્રીય સંગીતના જાણકાર શ્રોતા છે. લતાજીના ગંધાર વિશે મને લાગે છે કે સ્પષ્ટતા જરૂરી બની જાય છે. નેશનલ એવોર્ડ વિજેતા લેખક યતીન્દ્ર મિશ્રે ‘લતા-સૂરગાથા’ પુસ્તક લખતી વખતે લતાજીને એક પ્રશ્ન પૂછેલો કે આપ કયા સ્કેલ (સૂર)થી ગાઓ છો. લતાજીને અચંબો અનુભવાયો હતો. તેમણે કહ્યું કે આવો મહત્ત્વપૂર્ણ સવાલ મને આજ સુધી કોઇએ પૂછ્યો નથી. પુસ્તકમાં આ વિશે વિગતો છે. 

ત્યારબાદ લતાજીએ સ્પષ્ટતા કરી કે હું સફેદ ચાર (અંગ્રે્જી નોટેશન પ્રમાણે એફ સ્કેલ)થી ગાઉં છું. મને (આ લખનારને ) લાગે છે કે અહીં લતાના કંઠમાં ગંધાર હોવાની સ્પષ્ટતા મળે છે  જરાક ધ્યાન આપજો. આ વાત સમજવા માટે હાર્મોનિયમ કે કી બોર્ડ વગાડવાની પ્રાથમિક તાલીમ હોય તો સહેલાથી સમજાશે. 

પુરુષ ગાયકો મોટે ભાગે કાળી એક (સી શાર્પ અથવા ડી ફ્લેટ) કે કાળી બે (ડી શાર્પ અથવા ઇ ફ્લેટ)થી ગાતા હોય છે. હવે કાળી એકથી તમે ગાઓ તો તમારો ગંધાર સફેદ ચાર આવે. પંડિત દીનાનાથ મંગેશકર ગ્વાલિયર ઘરાનાના પંડિત વિષ્ણુ દિગંબરના ગ્વાલિયર ઘરાનાના શિષ્ય હતા. તેમનું ગળું હાર્મોનિયમના ત્રણે સપ્તકમાં સહેલાથી ફરી શકતું. એ ધંધાદારી અભિનેતા અને ગાયક હતા. એ કાળી એકથી ગાતાં હોય એમ માનીએ તો લતાજી સફેદ ચારથી ગાય એ પંડિતજી માટે ગંધારનો ,સ્વર ગણાય. આમ લતાજીના કંઠમાં ગંધાર હોવાની સ્પષ્ટતા થાય. આ તો લખનારની સમજ છે. આ વિશે વધુ  તો આશાજી કે હૃદયનાથ સ્પષ્ટતા કરી શકે. 


Comments