બાળકના ભાવિનું આયોજન કરતી વેળા આ મુદ્દે કદી વિચારો છો ખરા ?

સર્જનહારને પોતાને જેમની સાથે રમવાની મજા પડે એંવાં રૂપકડાં ભૂલકાંની પ્રાથમિક સ્કૂલો શરૂ કરવાની વિચારણા થઇ રહી હતી એ સમયે એક મુદ્દો યાદ આવેલો. કદાચ તમને પણ એમાં રસ પડશે એવા વિચારે વાત કરી છે. સાચું બોલજો, દસમાંથી સાત માતાઓ (અથવા કદાચ વધારે) પોતાના લાડકવાયાને ડબ્બામાં શું આપતી હોય છે ? બજારમાં તૈયાર મળતા વેફર્સનાં પડીકાં કે બિસ્કીટ્સ યા ચવાણું. 

તમારાં બાળકને તમારે શું આપવું એ તમારો વિશેષાધિકાર છે પરંતુ બજારૂ નાસ્તાની ગુણવત્તા અંગે કદી વિચાર આવ્યો છે ખરો ? ટેલિવિઝન પર આવતી નૂડલ્સની કે માય ચીઝની રંગબેરંગી જાહેર ખબર જોઇને તમે તૈયાર નાસ્તા પર પસંદગી ઉતારો છો. સારી વાત છે. એ નાસ્તાથી બાળકની સ્વાદેન્દ્રિય સંતોષાતી હશે પરંતુ એના આરોગ્ય પર આ નાસ્તાની કેવીક અસર થાય છે એ તરફ પણ ધ્યાન આપવાની જરૂર છે.

એક સાચી ધટનાથી વાત કરું. મુંબઇના એક ઉપનગરમાં વસતા પરિવારમાં પૌત્ર જન્મ્યો. એના દાદા એક પ્રતિષ્ઠિત રેસ્ટોરાંમાં કેશિયર હતા. આ રેસ્ટોરાંની ફરસાણની પણ એક દુકાન છે. દાદા રોજ રાત્રે ઘેર આવે ત્યારે પૌત્ર માટે નાસ્તાનું એેકાદ પડીકું લઇ આવે, એકવાર એના દાદી સાથે વાત કરી ત્યારે દાદી કહે, એ તો આપણો રાજેશ પાછો આવ્યો છે. એ ઘણીવાર કહે છે કે હું મારો ભાગ લેવા આવ્યો છું. આ રાજેશ એટલે પરિવારનો એક નબીરો જેણે પચાસ વર્ષ પહેલાં ડિપ્રેશનને કારણે આત્મહત્યા કરી હતી. દાદી કહે છે કે મારો એ દિયર પાછો આવ્યો છે.

મરીમસાલાથી ભરપુર એ નાસ્તો પૌત્ર મોજથી કરે. ધીમે ધીમે પૌત્રને એનું વ્યસન થઇ પડ્યું. સવાર-સાંજ ઘરમાં જે રસોઇ બને એ દાળ-ભાત, રોટલી-શાક કે ખીચડી-કઢી એ કદી ખાય નહીં. આજે એ અમેરિકામાં કોમ્પ્યુટર એંજિનિયરીંગ ભણી રહ્યો છે. 26-27ની ઉંમર હશે. એને ઘરમાં થતી રસોઇ માટે રસ-રુચિ રહ્યાં નથી. એ હવે બજારુ ખાદ્યપદાર્થોનો બંધાણી થઇ ગયો છે. 

અત્યારે કેટલીક એવી વાનગીઓ પણ મળે છે જે ઘરમાં વધુ સારી બની શકે. એક નાનકડો દાખલો લો. ઊગતી પેઢી જેને ફ્રેન્કી કહે છે એ ખરેખર તો રોટલીમાં શાક ભરીને વાળેલી ભૂંગળી છે. એ વાનગી ઘરમાં સરસ બની શકે. એક સમય હતો જ્યારે માતાઓ ઘરમાં મમરા વઘારીને નાસ્તામાં આપતી. ક્યારેક ઘરમાં બનાવેલાં થેપલાં, ઢોકળાં, વેઢમી, સુખડી, બટેટાપૌંઆ વગેરે નાસ્તા તરીકે અપાતું.

આજે સમય બદલાઇ ગયો છે. કેટલીક ગૃહિણી ખર્ચને પહોંચી વળવા પતિન હારોહાર નોકરી પણ કરતી હશે. આવી માતાઓની દલીલ એવી હશે કે અમને સવારે નાસ્તો બનાવવાનો સમય મળતો નથી. શું કરીએ ? મધ્યમ વર્ગ તો ઠીક, શાકની લારી લઇને ઊભેલા ફેરિયા પણ બાળક રડારોળ કરે ત્યારે પાંચ રૂપિયાનું વેફર્સનું પેકેટ અપાવી દે  છે.

આવી તળેલી વાનગીઓ અંગ્રેજીમાં જેને ડીપ ફ્રાય કહે છે એેવી હોય છે. ત્રણેક વર્ષ પહેલાં એક ડોક્ટરે વ્હોટ્સ એપ પર એક ટચૂકડી ક્લીપ મોકલી હતી. એમાં દર્શાવ્યું હતું કે વેફર્સની દરેક કાતળીમાં કેટલું બધું તેલ હોય છે. ડોક્ટરે એક પ્રયોગ કર્યો હતો. એક કાતળી લઇને એેને દીવાની જ્યોત પર રાખતાં કાતળીમાંથી ટપકેલા તેલને વાટકીમાં ભરીને દર્શાવ્યું હતું કે એક કાતળીમાં આટલું બધું તેલ હોય તો બાળક જે પચીસ પચાસ ગ્રામ કાતળી ખાય એના દ્વારા કેટલું તેલ એના શરીરમાં જતું હશે. નમક તો વધારામાં. જીભને જે ભાવે એ તબિયતને ન ફાવે એવો એક વિચાર આયુર્વેદમાં છે.

આ કાતળી બનાવવા વાપરેલું તેલ કઇ જાતનું અને કેટલીવાર વપરાયું હશે એની તો કલ્પના કરવી રહી. આવી વાનગી ખાઇને બાળક મેદસ્વી થાય છે, એની પાચનક્રિયા ખોરવાઇ જાય છે, વેફર્સમાં આવતા વધુ પડતા નમકને કારણે એને બીજી કેટલીક તકલીફો થાય છે. આવી વાનગીઓ લાંબો સમય ટકી રહે એ માટે પ્રિઝર્વેટિવ તરીકે કેટલાંક રસાયણો ઉમેરવામાં આવે છે જે બાળકના આરોગ્ય માટે હાનિકારક હોય છે. માતાપિતાને આ વાતનો ખ્યાલ આવે ત્યારે મોડું થઇ ગયું હોય છે. બાળક તમારુ્ં છે, લાડકું છે પરંતુ એના ભાવિનો વિચાર કરતી વખતે આ મુદ્દો ક્યારેક વિચારજો ખરા.

ખાસ નોંધ- તસવીરો પ્રતીકાત્મક છે. કોઇ સંસ્થા કે કંપનીના પ્રોડક્ટને ઉતારી પાડવા કેબદનામ કરવા માટે પ્રગટ કરી નથી.


Comments

  1. Dear Sir,
    I read this article and feel your worries are correct. I am a professor and teaching the course on Human Nutrition in a college. I feel immensely worried about the harmful effect of the snacks or you can say oil rich junk food particularly on the young children. I strongly believe this will have lasting effect on the future generation to come. The nutritional deficiencies and the weakness which may be present in the today's children due to such food consumption is a matter of serious concern. Particularly in the villages the condition is far more worrying as poor parents are giving 5 rupees costing product to their child over nutritious meal. I feel government should take measures to spread awareness about harmful effect of such food and restrict regulate availability to children. Thank you for raising the much needed issue of the national and social interest. I hope you continue such issue in future again.
    Regards,
    Ahesan

    ReplyDelete

Post a Comment