એક દ્રશ્ય કલ્પી લો. જન્મથી દ્રષ્ટિ વિનાનાં બાળકો એક ખંડમાં બેસીને પુસ્તકો વાંચી રહ્યાં છે. એમાંના એકાદ બે બાળકના મસ્તક સાથે સેન્સર્સ જોડેલા છે. બાજુના ખંડમાં બેઠેલા વિજ્ઞાની કોમ્પ્યુટર પર એ દ્રશ્ય નિહાળી રહ્યા છે અને કશુંક નોંધી રહ્યા છે.... આટલું વાંચીને એવું નહીં તારવી લેતા કે આ વાતમાં નવું શું છે ? પ્રજ્ઞાચક્ષુ બાળકો બ્રેઇલ લિપિનાં પુસ્તકો વાંચી શકે છે. ધેર યુ આર.
આ બાળકો બ્રેઇલ લિપિનાં પુસ્તકો વાંચી રહ્યાં નથી. હું અને તમે વાંચીએ એવાં પુસ્તકો વાંચી રહ્યાં છે. નવાઇ લાગી ને ? શરૂ શરૂમાં લેખકને પણ નવાઇ લાગી હતી. પરંતુ પહેલી દ્રષ્ટિએ ચમત્કાર લાગે એવી આ ઘટનાનું રહસ્ય સમજાયું ત્યારે વિસ્મય બમણું થઇ ગયું. બહુ સરસ વાત છે. એક ધ્યાને વાંચવા જેવી છે.
રશિયામાં પરામનોવિજ્ઞાન વિદ્યાશાખાના એક વિદ્વાન અધ્યાપક થઇ ગયા. એમનું નામ લિયોનીદ વાસિલિયેવ ((1891-1966). આ માણસ સતત માનવ મનને સમજવાના પ્રયાસો કરતો રહ્યો. એવા પ્રયાસો દરમિયાન એણે જોયું કે દ્રષ્ટિહીન વ્યક્તિ દેખતી વ્યક્તિને અદેખાઇ આવે એટલી સહજતાથી પિયાનો કે વાયોલિન વગાડી શકે છે, પગરવ કે બોલનારના અવાજ પરથી વ્યક્તિને ઓળખી લે છે. થોડા દિવસના મહાવરા પછી ઘરેથી નોકરી ધંધાના સ્થળે આવ-જા કરી શકે છે.
આ વિચારે સાઇકોટ્રોનિક્સ નામની વિદ્યાશાખાને જન્મ આપ્યો એમ કહી શકાય. જો કે પછી તો ઘણા વિદ્વાનોએ આ દિશામાં સંશોધન કર્યું. અમેરિકામાં બીવર્લી રુબિક નામની મહિલાએ આ દિશામાં જબરું પ્રદાન કર્યું.
અગાઉ પરામનોવિજ્ઞાનના ચમત્કારો થઇ ચૂક્યા છે. તમને યાદ હોય તો એક યુવાને દસ પંદર ફૂટ દૂર રહેલા ચમચા-કડછીને માત્ર પોતાના ત્રાટક દ્વારા વાળી નાખવાના પ્રયોગો કર્યા હતા. આ પ્રયોગને મિડિયાએ ચમકાવ્યા હતા.
અહીં એક બીજો સરસ દાખલો લઇએ. હોલિવૂડમાં બ્લડ સ્પોર્ટ નામની ફિલ્મ આવેલી. એનો વિલન કૂડકપટથી કરાટે કૂંગ-ફૂની સ્પર્ધામાં પ્રતિસ્પર્ધીને મારી નાખતો. પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં કથાનાયક સાથેની સ્પર્ધા પોતે જીતી નહીં શકે એવું લાગતાં નાયકની આંખમાં મરીનો પાઉડર નાખ્યો. પેલાની આંખ બંધ થઇ ગઇ. પછી વિલને એના પર પ્રહારો કરવા માંડ્યા. સદ્ભાગ્યે નાયકને એના ગુરુએ આંખે પાટા બાંધીને સ્વબચાવ કરતાં શીખવેલું એટલે એણે ગુરુ સ્મરણ કરીને વિલનનો સામનો શરૂ કર્યો. આવું કંઇ થવાની વિલનની ધારણા નહોતી. બીજાને કપટથી મારનારો વિલન પોતે આ સ્પર્ધામાં હીરોના જીવલેણ પ્રહારો સામે ટકી શક્યો નહીં. સદાને માટે ધરાશાયી થઇ ગયો. બ્લડ સ્પોર્ટના આ દ્રશ્યની નકલ પાછળથી ધર્મેન્દ્રની એક ફિલ્મમાં થયેલી. એમાં પરાકાષ્ઠાનાં દ્રશ્યોમાં ફિલ્મનો હીરો (ઘણું કરીને બોબી દેઓલ, ભૂલચૂક લેવી દેવી.)આપણે ત્યાં પંડિત સુખલાલજી અને સંતશ્રી ગંગેશ્વરાનંદજી થઇ ગયા. એ બંને પ્રજ્ઞાચક્ષુ હતા અને છતાં પોતપોતાના ક્ષેત્રમાં અજોડ પ્રદાન કર્યું. સાઇકોટ્રોનિક્સ વિદ્યાશાખામાં આ રીતે દ્રષ્ટિહીન બાળકોના મનની શક્તિનો વિકાસ સાધીને એમને નોર્મલ બાળકો જેવાં બનાવી દેવાનો પુરુષાર્થ કરવામાં આવે છે.
આ બાળકો બ્રેઇલ લિપિનાં ન હોય એવાં પુસ્તકો પણ વાંચી શકે છે. દેખતાં બાળકોની જેમ જીવન જીવી શકે છે. આપણે ત્યાં બેંગલોરમાં અત્યારે સાઇકોટ્રોનિક્સના આ પ્રકારના પ્રયોગો થઇ રહ્યા છે. આ એક અનેરી વિદ્યા છે. ભારતીય યોગશાસ્ત્રમાં તથા ભગવદ્ ગીતામાં પણ મનને જીતવાનો ઉલ્લેખ છે. જો કે આ વિદ્યાશાખા હજુ પૂરેપૂરી વિકસી નથી. પરંતુ જે પ્રકારના પ્રયોગો હાલ થઇ રહ્યા છે અને એમાં જે પ્રકારની સફળતા મળી રહી છે એ જોતાં આ વિદ્યાશાખા નીત નવા ચમત્કારો કરે એ દિવસો દૂર નથી.
દ્રષ્ટિવિહોણા બાળકો જેવા પ્રયોગો અન્ય દિવ્યાંગો સાથે પણ થઇ શકે અને એમને નવું જીવન અને નવો ઉત્સાહ બક્ષી શકે. આ વિદ્યા આપણે ત્યાં નવી નહીં ગણાય. મહાભારતમાં રાત્રિના ગાઢ અંધકારમાં અર્જુન ધાર્યાં નિશાન વીંધવાના પ્રયાસો કરે છે એવો ઉલ્લેખ છે. એટલે આપણા વિજ્ઞાનીઓને આ વાતની નવાઇ ન પણ લાગે. બેંગલોરમાં થઇ રહેલા પ્રયોગો આ દિશામાં વધુ પ્રગતિ કરી શકે.
ખુબ જ સરસ
ReplyDeleteસરસ.
ReplyDeleteVery interesting
ReplyDelete