સમગ્ર માનવજાતને ઉપયોગી એવું એક અદ્ભુત પુસ્તક એ માણસે જેલમાં લખ્યું

 .


‘તમે મને મુક્ત કરવા માગો છો એ માટે હું તમારો શુક્રગુજાર છું. પરંતુ મને હજુ થોડો સમય જેલમાં રહેવા દો તો તમારી મહેરબાની...’ એ માણસ જેલર સમક્ષ કરગરી રહ્યો હતો. જેલરને નવાઇ લાગી રહી હતી. કોઇ શિક્ષિત કેદી સજા પૂરી થયા પછી શા માટે જેલમાં વધુ રહેવા માગે ?

જેલના અન્ય કેદીઓ પણ એની વિનંતીને સમર્થન આપી રહ્યા હતા. જેલરે ઉપરી અધિકારીઓનો સંપર્ક સાધ્યો. ત્યાંથી એવી ચેતવણી સાથે પરવાનગી મળી કે એના પર ચાંપતી નજર રાખજો. એને રાજ્ય વિરોધી પ્રવૃત્તિ માટે જેલમાં પૂરવામાં આવ્યો હતો...

આમ ફરેદુન બાતમનગેલી (ઇરાની ઉચ્ચાર જુદો હોઇ શકે છે)ને જેલમાં વધુ સમય રહેવાની પરવાનગી મળી. વીસ વર્ષ જેલમાં રહ્યે રહ્યે એણે સમગ્ર માનવજાતને ઉપયોગી થઇ પડે એવા પ્રયોગો કર્યા. આધુનિક તબીબી વિજ્ઞાનમાં અને ખાસ કરીને હાઇડ્રો થેરપી (જળ ચિકિત્સા) ક્ષેત્રે આ ડોક્ટરે આમૂલ ક્રાન્તિ કરી. વાત માંડીને કરવા જેવી છે.

1930-31ની આસપાસ જન્મેલા ફરેદુને ડોક્ટર ઓફ મેડિસિન (એમ.ડી.)ની ડિગ્રી મેળવી હતી. ઇરાની ક્રાન્તિના દિવસોમાં રાજ્યના જુલ્મો સામે અવાજ ઊઠાવવા બદલ એમને જેલમાં પૂરવામાં આવેલા. અહીં કુદરતે ચમત્કાર કર્યો. જેલમાં કેદીઓ બીમાર પડે ત્યારે તેમને મદદ કરવા ફરેદુનજી ડોક્ટર તરીકે યથાશક્તિ પ્રયાસો કરતા.

જેલમાં દવાદારુ તો મળે એમ નહોતા. એમણે એક પ્રયોગ શરૂ કર્યો. કોઇ બીમાર પડે તો વહેલી સવારે નરણે કોઠે પાણી પીવડાવતા. જેટલું પાણી વધુ પીવાય એટલું સારું એવો એ આગ્રહ રાખતા. તમે માનો કે ન માનો, એમના પ્રયોગોને જાદુઇ સફળતા મળી. સેંકડો કેદીઓને એમણે માત્ર પાણી દ્વારા સાજા કર્યા. એ પ્રયોગોના એક ભાગ રૂપેજ એમણે જેલ છોડવાની ના પાડી. વીસ વીસ વરસ જેલમાં રહ્યા અને સેંકડો દર્દીઓને સહાય કરી.

પોતાના આ સેંકડો પ્રયોગોના આધારે તેમણે એક પુસ્તક લખ્યું- ‘યોર બોડીઝ મેની ક્રાય્ઝ ફોર વોટરઃ યુ આર નોટ સીક, યુ આર થર્સ્ટી, ડોન્ટ ટ્રીટ થર્સ્ટ વીથ મેડિકેશન...’ દુનિયાભરની મોટા ભાગની ભાષાઓમાં આ પુસ્તકનો અનુવાદ થયો છે અને બેસ્ટ સેલર તરીકે કરોડો નકલો વેચાઇ ચૂકી છે. ડોક્ટર ફરેદુનજી જરાય શબ્દો ચોર્યા વિના કહે છે- રોજ સવારે નરણે કોઠે મિનિમમ ત્રણથી ચાર ગ્લાસ પાણી ઘુંટડે ઘુંટડે (ધીમે ધીમે) પીઓ. પછી એક કલાક સુધી કશું લેતા નહીં. 

વરસો જૂની કબજિયાત, ડાયાબિટિસ, કેન્સર, સંધિવા અને બીજી ઘણી બીમારી માત્ર પાણીથી સારી થઇ છે. આ માણસ પોતે એલોપથીનો ડોક્ટર હોવા છતાં મક્કમ શબ્દોમાં કહે છે કે કુદરતે જીવ માત્રના શરીરમાં વ્યવસ્થા કરેલી છે. માણસને કોઇ દવાની જરૂર નથી. માણસના શરીરમાં 70 ટકાથી વધુ પાણી છે. શરીરમાં અણુ પરમાણુમાં 99 ટકા પાણી છે. એટલે તમે પૂરતું પાણી પીઓ ત્યારે શરીર આપોઆપ તંદુરસ્ત રહે છે. ફરેદુનજીના કહેવા મુજબ રોજ સવારે સરેરાશ દોઢ લિટર પાણી પીવાય તો શ્રેષ્ઠ છે.

આપણા વડીલો કહેતા કે રાત્રે તાંબાના લોટામાં ભરેલું પાણી સવારે નરણે કોઠે પી જવું. અત્રે ભારતીય કુદરતી ઉપચારકોને યાદ કરીએ. એ લોકો કહે છે કે રોજ સવારે અને બારેમાસ અઢીથી ત્રણ ગ્લાસ નવશેકું પાણી પીવાની ટેવ પાડવી જોઇએ. નવશેકું પાણી શરીરના રાત્રિભર નિષ્ક્રીય રહેલાં અંગોને ફરી સક્રિય કરે છે અને શરીર નરવું થાય છે.

ભારતીય યોગના અભ્યાસીઓ જલનેતિની ભલામણ કરે છે. નળીવાળી એક લોટીમાં સહેજ નવશેકું અને ચપટીક મીઠું નાખેલું પાણી લઇને થોડા વાળેલા ગોઠણે ઊભા  રહો. મસ્તકને એક તરફ સહેજ નમાવો. એક નશ્કોરાથી એ પાણી વહેતું કરો. બે નશ્કોરાં વચ્ચે એક સૂક્ષ્મ છિદ્ર છે. એમાંથી આ પાણી વહી જશે. ત્યારપછી બીજા નશ્કોરામાં આ પ્રયોગ કરો. શરૂઆતમાં કદાચ શરદી થશે. ચિંતા કરતા નહીં. ધીમે ધીમે તમે જોશો કે અનેરી સ્ફૂર્તિ અને તાજગી અનુભવાય છે. પીવા માટે કે જલનેતિ માટે જે પાણી વાપરીએ એ ચોખ્ખું હોય એ જરૂરી છે. આટલું ધ્યાનમાં રહે.

રખે એમ માનતા ભારતીય કુદરતી ઉપચાર પદ્ધતિનો વધુ પડતો મહિમા થઇ રહ્યો છે. હકીકત એ છે કે ડોક્ટર ફરેદુનજીએ કહેલી વાત ભારતીય કુદરતી ઉપચાર પદ્ધતિને સચોટ સમર્થન આપે છે. તટસ્થપણે વિચારશો તો ખ્યાલ આવશે કે હવામાં રહેલા ઓક્સિજનની જેમ સર્જનહારે પાણીમાં આરોગ્ય માટે અનેક ગુણો ભરેલા છે.


Comments

Post a Comment