!
કોઇ ટોચના ફિલ્મ કલાકારની અંતિમ યાત્રા ટીવી પર જોવાનો છેલ્લો પ્રસંગ ક્યારે બનેલો ? તમને યાદ છે કે ? ન યાદ હોય તો ચાલો, આપણે સૌ યાદ કરીએ. 2018ના ફેબ્રુઆરીની 28 તારીખ હતી. મુંબઇના વિલે પારલે ઉપનગરમાં એસ વી રોડ પર સાહિત્યકાર ગુલાબદાસ બ્રોકરના બંગલાની સામે હૈયે હૈયું દળાય એવી ભીડ હતી. કાયદો અને વ્યવસ્થા જાળવતાં પોલીસના પગે પરસેવો ઊતર્યો હતો.
છેલ્લાં પચાસ વરસ કરતાં વધુ સમયથી અભિનય કરતી શ્રીદેવીની અંતિમયાત્રા હતી. એક તરફ પોતાની સહકલાકારને શ્રદ્ધાંજલિ આપવા આવી રહેલા નાના-મોટા કલાકારો. તો બીજી બાજુ પોતાના માનીતા કલાકારોની એક ઝલક મેળવવા હજ્જારો ચાહકો એકઠા થયા હતા... 2018ના ફેબ્રુઆરીની 28 મી તારીખ...
એ જ શ્રીદેવીની અનેકમાંની એક સુપરહિટ ફિલ્મ ચાંદનીનો સહકલાકાર રિશિ કપૂર ગયા સપ્તાહે કેન્સર સામેની લડતમાં પરાજિત થઇ ગયો. પરંતુ આ વખતે પરિસ્થિતિ જુદી હતી. કોરોનાએ લાદેલા લોકડાઉનના કારણે ફક્ત વીસ જણ અંતિમ સંસ્કારમાં હાજર રહેવાની પરવાનગી મળી હતી. એમાંય દરેકના ચહેરા પર માસ્ક હોવાથી ટીવી ચેનલોએ સ્ક્રીન પર નામ લખી લખીને ઓળખાણ આપવી પડેલી- જુઓ અહીં આ રહી કરીના કપૂર, આ રહ્યો સૈફ અલી ખાન, આ અભિષેક બચ્ચન, આ ઐશ્વર્યા રાય બચ્ચન... ટ્રેજેડી એ હતી કે શ્રીદેવીની જેમ રિશિ કપૂરે પણ અભિનય ક્ષેત્રે પચાસ વર્ષ આપ્યાં હતાં. સમગ્ર બોલિવૂડમાં છેલ્લાં સિત્તેર વર્ષથી કપૂર ખાનદાને મહામૂલું પ્રદાન કર્યું હતું.
રિશિ કપૂરની પુત્રી રિદ્ધિમા દિલ્હીથી પિતાનું મોં જોવા કે અંતિમ યાત્રામાં હાજરી આપવા આવી ન શકી. પૈસાની જરાય કમી નહોતી, ચાર્ટર્ડ વિમાન હાજર હતું. પરંતુ સિવિલ એવિયેશન વિભાગની પરવાનગી ન મળી. પામતા પહોંચતા લોકો હતા. છતાં રિદ્ધિમા મુંબઇ ન પહોંચી શકી. આ ઘટના અત્યારે યાદ આવવાનું કારણ પરપ્રાંતીય શ્રમિકો છે. કોરોનાના પગલે લંબાઇ ગયેલા લોકઆઉટમાં ઠેર ઠેર ફસાઇ ગયેલા અને સ્વમાન નેવે મૂકીને માંડ માંડ કોઇ એનજીએા દ્વારા મળતા ફૂડ પેકેટથી પેટની આગ બુઝાવતા શ્રમિકો છે.
છેક ઉત્તર પ્રદેશ, બિહાર કે ઝારખંડના કોઇ અંતરિયાળ ગામડેથી મુંબઇ, અમદાવાદ કે રાજકોટ આવેલા આ શ્રમિકોની હાલત સૌથી કફો઼ડી થઇ. સૂરતમાં ગયેલા સૌરાષ્ટ્રના હીરાઘસુઓની સ્થિતિ પણ જરાય સારી નહોતી. લોકઆઉટના પગલે આજીવિકા બંધ થઇ. અનાજ, લોટ, મરીમસાલાના ડબ્બા ખાલી થઇ ગયા. લોકઆઉટ ખુલવાની શક્યતા નજીકના ભવિષ્યમાં નજરે પડતી નહોતી. એવા સમયે આ શ્રમિકોને પોતાનું વતન યાદ આવે એમાં શી નવાઇ ! વ્હોટ્સ એપ પર સાચોખોટો સંદેશો આવે કે તમારા ગામ તરફ જવાની ટ્રેન આજે દોડવાની છે એટલે અદ્ધર જીવે નજીકના સ્ટેશને પહોંચવા રઘવાયા થઇ જાય. ટીવી ચેનલોને જોણું થાય !
એકલા મુંબઇમાં અડધો અડધ વસતિ પરપ્રાંતીય છે. બહુ લાંબે ન જઇએ અને દરેક ટીનેજરને લલચાવતા મનોરંજન ઉદ્યોગ પૂરતી વાત રાખો તો આ એક જ ઉદ્યોગ ત્રીસથી પાંત્રીસ લાખ લોકોને રોજીરોટી આપે છે. એમાં એક અદના લાઇટ બોયથી માંડીને દર સેકંડે લાખ રૂપિયા વસૂલતા મેગાસ્ટારનો સમાવેશ થાય છે. લગભગ ફેબ્રુઆરીના છેલ્લા સપ્તાહથી શૂટિંગ, ડબિંગ, રેકોર્ડિંગ, મિક્સીંગ... વગેરે બદ્ધું ઠપ થઇ ગયું છે.
ઠીક છે, યુનિયન દ્વારા મદદ મળે, અક્ષય કુમાર કે સલમાન ખાન જેવા કલાકારો સહાય કરે. પણ કરી કરીને કેટલી સહાય કરે અને ક્યાં સુધી કરે ? એ વિચારવાનું છે. આ તો માત્ર એક વ્યવસાય પૂરતી વાત કરી. એવા બીજા ઘણા વ્યવસાયો છે જેમાં પરપ્રાંતીય શ્રમિકો મજૂરી કરે છે. આ લોકોને કાં તો નિયમિત બે ટંકનું ભોજન મળવું જોઇએ અથવા પછી એમને પોતપોતાને ગામ જવાની વ્યવસ્થા આપવી જોઇએ.
મોડી મોડીય રાજ્ય સરકારો જાગી છે ત્યારે એટલી જ પ્રાર્થના કરીએ કે આ પરપ્રાંતીય શ્રમિકો કોરોનાના કોપથી બચીને જ્યાં છે ત્યાં સુરક્ષિત રહે અથવા સાજાસારા પોતપોતાના વતનમાં પહોંચી જાય.

Comments
Post a Comment