------------------------------------------------------------------------------------------------------------
કયા તબલાવાદક એવો ગજબનો રિયાઝ કરતા કે એમની બેઠકના સ્થાને નાનકડો ખાડો પડી ગયેલો ?
------------------------------------------------------------------------------------------------------------
૧૯૫૦ના
દાયકાની વાત છે. એ સમયના ટોચના પાર્શ્વગાયકો લતા મંગેશકર અને મુહમ્મદ
રફીને દરેક ફિલ્મ ગીત દીઠ ૫૦૦ રુપિયાનું મહેનતાણું મળતું હતું. એવા
સોંઘવારીના દિવસોમાં એક ધુરંધર ગવૈયાએ મુઘલ-એ-આઝમ ફિલ્મમાં બે શાસ્ત્રીય
ગીતો ગાવાનું મહેનતાણું રુપિયા પચાસ હજાર વસૂલ કર્યું હતું.
કોણ
હતા એ મહાન કલાકાર ? કેટલીય પેઢીઓથી સારંગીવાદકોની પરંપરા ધરાવતા કયા
કલાકારે સારંગી મૂકીને ગાવાનું શરુ કર્યું, સમૂળી વિલંબિત ખયાલ ગાયકીનંુ
સ્વરુપ બદલી નાખ્યું ? કયા તબલાવાદક એવો ગજબનો રિયાઝ કરતા કે એમની બેઠકના
સ્થાને નાનકડો ખાડો પડી ગયેલો ?... 'કમાલ છે આ માણસ, મધ્યલય તીનતાલના આઠ
આઠ આવર્તન સુધી તાન માર્યે જાય છે,' જગવિખ્યાત સિતાર વાદક ઉસ્તાદ વિલાયત
ખાને કોના માટે આવા ઉદ્ગારો કાઢ્યા હતા ?
આ અને આવા અનેક
સવાલો સંગીતપ્રેમી વ્યક્તિના મનમાં થતા હોય છે. આજની પેઢીના બાળકોને ભારતીય
શાસ્ત્રીય સંગીતમાં રસ પડતો નથી એવી ફરિયાદ છેલ્લાં થોડાં વરસોથી સતત થતી
રહી છે. પરંતુ એ ફરિયાદના નિરાકરણ માટે સેવાની ભાવના રુપે કે મિશન રુપે
પગલાં લેવા કોઇ આગળ આવતું નથી. ન ગમે એવી કડવી આ હકીકત છે.
આરંભે પૂછેલા સવાલોના જવાબ શાસ્ત્રીય સંગીતના અભ્યાસી વડીલ ચાહકો પાસે પણ કદાચ નહીં હોય. એવા સમયે આબાલવૃદ્ધ સૌે કોઇને ભારતીય સંગીતના દિગ્ગજો વિશે વધુ ઊંડાણ ધરાવતી માહિતી આપવી જોઇએ એેવો વિચાર કેટલાક અમદાવાદીઓને આવ્યો. એ વિચારને સાકાર કરવામાં આવ્યો.
આરંભે પૂછેલા સવાલોના જવાબ શાસ્ત્રીય સંગીતના અભ્યાસી વડીલ ચાહકો પાસે પણ કદાચ નહીં હોય. એવા સમયે આબાલવૃદ્ધ સૌે કોઇને ભારતીય સંગીતના દિગ્ગજો વિશે વધુ ઊંડાણ ધરાવતી માહિતી આપવી જોઇએ એેવો વિચાર કેટલાક અમદાવાદીઓને આવ્યો. એ વિચારને સાકાર કરવામાં આવ્યો.
યસ, આ વાત છે ભારતીય સંગીતને
વરેલી વિશ્વવિખ્યાત સંસ્થા સપ્તકની. દર વરસે જાન્યુઆરીની પહેલીથી ૧૩મી
સુધી તેર તેર રાત્રિઓનો સંગીત સમારોહ સપ્તક સંસ્થા યોજે છે. સપ્તકે ત્રણ
ચાર વર્ષ પહેલાં ઔર એક ભગીરથ કાર્યના શ્રી ગણેશ કર્યાં.
છેલ્લાં
સો દોઢસો વર્ષમાં થઇ ગયેલા ધુરંધર કલાકારોનો પરિચય આબાલ વૃદ્ધ સંગીત
પ્રેમીઓને કરાવવા માંડયો. એ ભગીરથ પ્રયાસ એટલે 'ઉસ્તાદોં કી દુનિયા.' અગાઉ
સિનેમા થિયેટરોમાં દર અઠવાડિયે મહત્ત્વના સમાચારોની ન્યૂઝ ફિલ્મ દેખાડવામાં
આવતી. ક્યારેક લેજન્ડરી ખેલાડી કે કલાકારની દસ્તાવેજી ફિલ્મ રજૂ થતી.
ભારતીય સંગીતના દાદુ કલાકારોની દસ્તાવેજી ફિલ્મો પણ બની હતી.
ફિલ્મ્સ
ડિવિઝન કે અન્ય કોઇ સંસ્થા યા વ્યક્તિએ બનાવેલી કલાકારો વિશેની દસ્તાવેજી
ફિલ્મો મેળવીને પોતાના તેર દિવસના સમારોહ દરમિયાન સપ્તક રોજ સાંજે નિઃશુલ્ક
દેખાડવામાં આવે છે.
આ દરેક ફિલ્મ વિશે યુવાન કલાકારો
ઓડિયન્સને પ્રસ્તાવના બાંધી આપે. દાખલા તરીકે બનારસ ઘરાનાના પંડિત
રાજન-સાજન મિશ્રની દસ્તાવેજી વિશે એમની શિષ્યા અને ગુજરાત યુનિવર્સિટીના
ઉપાસના વિભાગના ડાયરેક્ટર ડૉક્ટર વિરાજ ભટ્ટે માહિતી આપેલી.
અભિનેતા
ફિલ્મ સર્જક અમોલ પાલેકરે ગાનતપસ્વિની કિશોરી આમોનકર વિશે બનાવેલી
દસ્તાવેજી ફિલ્મ 'ભિન્નષડ્જ'નું એન્કરીંગ ઇંદોર ઘરાનાના ગાયક પંડિત
મહેન્દ્ર ટોકેએ કર્યું. આ ડોક્યુમેન્ટરીઝ્ સાથે સપ્તકના ભૂતકાળના સમારોહમાં
યાદગાર બનેલી બેઠકોની વિડિયો ક્લીપ્સ પણ દેખાડવામાં આવે છે. ઓડિયો ક્લીપ્સ
સંભળાવવામાં આવે છે.આ એક ઑનરરી સેવા છે. જેમને રસ હોય એવા થોડાક લોકો અને
ખાસ કરીને મિડિયામાં આવેલા નવી પેઢીના ટીનેજર્સને આવી ફિલ્મો દ્વારા કેટલીક
અજાણી માહિતી સહેલાઇથી મળી જાય છે.
સપ્તકના પ્રવક્તા અને
કવિ સંદીપ જોશીએ કહ્યું કે આજની પેઢીનાં બાળકોને ઉસ્તાદ બડે ગુલામ અલી ખાન
અને પાકિસ્તાનના ગઝલ ગાયક ગુલામ અલી વચ્ચેના ફરકની જાણ હોતી નથી. તમે વાત
કરતા હો બડે ગુલામ અલી ખાનની અને આ ટીનેજર્સ એ વાતને ગઝલ ગાયક ગુલામ અલી
સાથે જોડી દે. એટલે રસ ધરાવતા સૌ કોઇને આપણા દેશના દિગ્ગજ કલાકારોનો સાચો
પરિચય આપવાના ઉદ્દેશથી આ પ્રવૃત્તિ શરુ કરી છે.
Comments
Post a Comment