ટ્રમ્પે
પોતાના લોનદાતાઓ સમક્ષ એવાં બણગાં ફૂંક્યા હતા કે મારી આ પ્રોપર્ટીનું
જબ્બર ભાડું આવે છે. પરંતુ એજ પ્રોપર્ટીનું ભાડું ટેક્સ રિટર્ન્સમાં સાવ
મામુલી દેખાડયું હતું
------------------------------------------------------------------------------------------------------
અમેરિકામાં નહીં નફો નહીં
નુકસાનના ધોરણે એક સંસ્થા ચાલે છે. આ એક એવા પ્રકારનું સંશોધનાત્મક
પત્રકારત્વ છે જે જાહેર હિતમાં ચાલી રહ્યંુ હોવાનો એના સંચાલકોનો દાવો છે.
૨૦૧૦થી આ ઇન્વેસ્ટિગેટિવ જર્નાલિઝમ સક્રિય છે. એને પ્રો-પબ્લિકા (જનતા
તરફી) એવું નામ અપાયું છે. એમાંય કાળા કાગડા હોઇ શકે છે.
પરંતુ હજુ સુધી પ્રો-પબ્લિકા સામે શંકાની કોઇ આંગળી ચીંધાઇ નથી. પ્રો-પબ્લિકા સાથે ૯૦ ન્યૂઝ-સંસ્થાઓ જોડાયેલી છે જેમાં પાંચ તો પુલિત્ઝર પારિતોષિક વિજેતા છે. આ સંસ્થાના તરવરિયા પત્રકારો એવું શોધી લાવ્યા કે અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ દૂધે ધેાયેલા નથી. એ પણ કરચોર (ટેક્સ ઇવેઝર) છે.

પ્રો-પબ્લિકાના
રિપોર્ટર્સ એવી ચોંકાવનારી માહિતી લઇ આવ્યા જે 'ન્યૂયોર્ક ટાઇમ્સ
મેગેઝિને' એક પણ કાનોમાત્રા કાપ્યા વિના પૂરેપૂરી પ્રગટ કરી. એ માહિતીનો
સાર એટલોજ કે હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ પણ 'કરચોર' છે. ન્યૂયોર્કમાં
એમની થોડીક સ્થાવર મિલકત છે. એના ટેક્સીસ ભરવામાં ટ્રમ્પે ગોબાચારી કરી છે.
ન્યૂયોર્કમાં ટ્રમ્પની ચારેક સ્થાવર સંપત્તિ છે- ધ ટ્રમ્પ ઇન્ટરનેશનલ હૉટલ
એન્ડ ટાવર, ૪૦, વૉલ સ્ટ્રીટ ( આ કંપની શૅરબજારનો વ્યવસાય સંભાળે છે),
ટ્રમ્પ ટાવર અને ૧૨૯૦ એવેન્યુ ઑફ અમેરિકા.
પ્રો-પબ્લિકાના પત્રકારોએ આ ચારમાંની બે પ્રોપર્ટી એટલે કે ટ્રમ્પ ઇન્ટરનેશનલ હૉટલ એન્ડ ટાવર તથા ૪૦, વૉલ સ્ટ્રીટના ટેક્સ રેકોર્ડમાં ગોલમાલ પકડી પાડી હોવાનો દાવો કર્યો. 'ન્યૂયોર્ક ટાઇમ્સ મેગેઝિન'ના તંત્રીએ પોતાની રીતે તપાસ કરાવીને આ કહેવાતી ગોલમાલની વિગતો અહેવાલ રુપે પ્રગટ કરી.

આ
રિપોર્ટનેા સાર એટલો જ કે ટ્રમ્પે પોતાના 'ધંધાના વિકાસ' માટે જ્યાંથી લોન
મેળવી હતી તે લોનદાતાઓને આ પ્રોપર્ટી વિશે આપેલી માહિતી અને ટેક્સ રિટર્ન
ફાઇલ કરતી વખતે આપેલી માહિતી વચ્ચે આસમાન-જમીનનો ફરક છે. બીજા શબ્દોમાં એમ
કહી શકાય કે લોન લેતી વખતે ટ્રમ્પે પોતાની સ્થાવર સંપત્તિની બજાર કિંમત
વાસ્તવિક કરતાં ખાસ્સી ઊંચી દેખાડી હતી, પરંતુ ટેક્સ ડિપાર્ટમેન્ટને આ
સંપત્તિની કિંમત ઓછી દેખાડી હતી.
ટ્રમ્પે પોતાની સ્થાવર મિલકતનો કેટલોક હિસ્સો ભાડે આપેલો છે. પ્રો-પબ્લિકાના પત્રકારો એવો નક્કર પુરાવો પણ લઇ આવ્યા કે ૨૦૧૭માં ટ્રમ્પે પોતાના લોનદાતાઓ સમક્ષ એવાં બણગાં ફૂંક્યા હતા કે મારી આ પ્રોપર્ટીનું જબ્બર ભાડું આવે છે. પરંતુ એજ પ્રોપર્ટીનું ભાડું ટેક્સ રિટર્ન્સમાં સાવ મામુલી દેખાડયું હતું.

અહેવાલ પ્રગટ થયો ત્યારબાદ મિડિયાએ કેટલાક આર્થિક બાબતોના નિષ્ણાતોના
ઇન્ટરવ્યૂ કર્યા. ટોચના એક અર્થનિષ્ણાત કેવિન રિયોર્ડનનો અભિપ્રાય મિડિયાએ
માગતાં એણે એવી શંકા વ્યક્ત કરી કે ટ્રમ્પ પોતાના હિસાબના બે પ્રકારના
ચોપડા રાખતા હશે. ચોપડાનો એક સેટ પોતાના લોનદાતાઓને દાખવવા અને બીજો કરવેરા
વિભાગને દેખાડવા.
આપણને આ વાતની નવાઇ ન લાગે કારણ કે
ભારતમાં સંખ્યાબંધ વેપારીઓ-ઉદ્યોગપતિએા એવા છે જે આવા બે નંબરના ચોપડા રાખે
છે. એટલે આપણને નવાઇ ન લાગે,પરંતુ જગત જમાદાર બની બેઠેલા અને દુનિયાભરના
નાનકડા દેશો પર રૉફ જમાવતા અમેરિકા માટે આ વાત ચોંકાવનારી ગણાય.
રાજકારણમાં
સદાય બનતું આવ્યું છે એમ ટ્રમ્પના ટેકેદારો કહે છે કે આ તો હરીફ રાજકીય
પક્ષોએ ઊભું કરેલું બનાવટી કૌભાંડ છે. ટ્રમ્પે એવું કશું કર્યું નથી.
'ન્યૂયોર્ક ટાઇમ્સ મેગેઝિન'માં આ અહેેવાલ પ્રગટ થયા બાદ ન્યૂયોર્કના મેયર
બિલ દ બ્લાસીયોની ડેપ્યુટી પ્રેસ સેક્રેટરી લૌરા ફેયરે હોબાળાને ટાઢો પાડવા
કાયમ થતી હોય છે એવી જાહેરાત કરી: 'અમે ધ ટ્રમ્પ ઇન્ટરનેશનલ હૉટલ એન્ડ
ટાવર તથા ૪૦, વૉલ સ્ટ્રીટના દસ્તાવેજો તપાસી રહ્યા છીએ... ઘટતું કરાશે.'
આજનો કોમન મેન બહુ હોંશિયાર થઇ ગયો છે. એ સમજે છે કે ઘટતું કદી કરાવાનું
નથી. અમેરિકી મિડિયાનો એક હિસ્સો માને છે કે આવતા વર્ષની પ્રમુખની
ચૂંટણીમાં ટ્રમ્પને ભારે પડનારા કેટલાક મુદ્દાઓમાં એક મુદ્દો આ કરચોરીનો પણ
છે. લેટ્સ સી, શું થાય છે !
Comments
Post a Comment