આજે પંદરમી નવેંબર. ગઇ કાલે પંડિત જવાહરલાલ નહેરુનો બર્થ ડે ગયો જે બાળ દિન તરીકે ઊજવાય છે. યોગાનુયોગે આપણે ગયા શુક્રવારથી શંકર જયકિસને બાળકોને કેન્દ્રમાં રાખતી ફિલ્મોમાં આપેલાં સંગીતની વાત કરી રહ્યાં છીએ. ગયા શુક્રવારે બૂટ પોલિશની વાતોમાં જ એપિસોડ પૂરો થઇ ગયો. એક મજેદાર યોગાનુયોગ એ પણ છે કે આવાં બાળકેન્દ્રી ગીતોની રચના મોટે ભાગે શૈલેન્દ્રના ફાળે આવી છે. શૈલેન્દ્ર ખૂબ સંવેદનશીલ વ્યક્તિ હતા એ હકીકત તેમને નજીકથી પિછાણનારા ડૉક્ટર પદ્મનાભ જોશી જેવા થોડા લોકો જાણે છે. બૂટ પોલિશનાં બે ત્રણ કરુણ ગીતો બાદ કરતાં જરુર પડી ત્યારે શૈલેન્દ્રે મોજ-મસ્તીભર્યાં, ખુશખુશાલ ગીતો પણ આપ્યાં.
શૈલેન્દ્રની એક મજેદાર રચના છે- 'ચક્કે પે
ચક્કા ચક્કે પે ગાડી, ગાડી મેં નીકલી અપની સવારી, થોડે અગાડી, થોડે
પીછાડી...' આ ગીત ફિલ્મ બ્રહ્મચારી માટે લખાયું. ફિલ્મનો હીરો શમ્મી કપૂર
છે. એટલે તર્જ શમ્મી કપૂરની અભિનય અને ડાન્સ શૈલીને અનુરુપ બનાવવાની કાળજી
સંગીતકારે લીધી છે. જો કે એક મુલાકાતમાં ખુદ શમ્મી કપૂરે કહેલું કે મેં
સાંભળેલી એક વિદેશી તર્જ મને બહુ ગમતી હતી એટલે મેં જયકિસનને એ સંભળાવી હતી
કે આના જેવું કંઇક બને તો જોજેે. તર્જ અને લયનું સૌથી મહત્ત્વનું પાસું
શબ્દોમાં રહેલા રમતિયાળપણાને અકબંધ રાખવાનું છે.
તમે ગીત
યાદ કરો. અંતરામાં શમ્મી કપૂર આ બાળકોની ખૂબી વર્ણવે છે - 'ચુન્નુ છબીલે,
મુન્નુ હઠીલે, મખમલ કી ટોપી, છોટુ રંગીલે, લાલુ બટાટા, લાલી ટમાટા, ગામા
બનેંગે ગટ્ટુ ગઠીલે...' અહીં તર્જ એટલી બધી સરળ બનાવી છે કે શબ્દોનો મર્મ
સરસ રીતે જળવાઇ રહે છે. બાળ કલાકારોનો પરિચય હોય એવા અંતરાને અનરુપ તર્જ-લય
છે. જરા યાદ કરો, શંકર જયકિસનની પહેલાંના સંગીતકારોમાં આવી હળવી તર્જ
બાળકોને ધ્યાનમાં રાખીને કેટલા સંગીતકારોએ આપી ? ખૂબ ભેજું કસો તો કદાચ
એકાદ ગીત યાદ આવશે. અને ત્યાં સંગીતકાર તરીકે શંકર જયકિસન અલગ તરી આવે છે.
વરસો
પછી બોની કપૂર અને શેખર કપૂરે મિસ્ટર ઇન્ડિયા બનાવી ત્યારે શમ્મી કપૂર
સ્ટાઇલનું બાળ ગીત રાખવાનો આગ્રહ અનિલ કપૂરે રાખેલો. એ વાત જુદી છે કે
લાખ્ખો લોકોને મિસ્ટર ઇન્ડિયાનો વિલન મોગામ્બો વધુ યાદ રહી ગયો. બૂટ
પોલિશ(૧૯૫૩-૫૪) પછી બાળકેન્દ્રી ગીતની તક શંકર જયકિસનને છેક ૧૯૬૭-૬૮માં
ફિલ્મ બ્રહ્મચારીમાં મળી.
એમ તો સાઉથની ફિલ્મ બેટી બેટેમાં પણ આવાં એકાદ બે ગીત હતાં પણ એને હાલરડાં (લોરી) ગણાવી શકાય. એકાદ ગીત ફિલ્મ દિલ એક મંદિરમાં હતું જે બર્થ ડે પાર્ટી સોંગ જેવું હતું. એની વાત પણ કરીશું. એ પહેલાં આ હલકાં ફૂલકાં રમતિયાળ ગીતોની વાત પૂરી કરીએ.

બ્રહ્મચારી
પછી એવી તક મળી ફિલ્મ અંદાજમાં. રાજેશ ખન્ના, હેમા માલિની અને શમ્મી
કપૂરને ચમકાવતી આ ફિલ્મ પાછળથી શોલે જેવી ચિરંજીવ ફિલ્મ બનાવનારા રમેશ
સિપ્પીની હતી. સુપરહિટ સંગીતની દ્રષ્ટિએ જયકિસનની આ છેલ્લી ફિલ્મ. ૧૯૭૧ના
એપ્રિલમાં ફિલ્મ રજૂ થઇ અને સપ્ટેંબરમાં માત્ર ૪૧ વર્ષની વયે જયકિસને અંતિમ
શ્વાસ લીધા. અંદાજમાં હસરત જયપુરીની કલમે બે અદ્ભુત બાળકેન્દ્રી ગીતો
મળ્યાં. બંને યાદગાર બન્યાં.
શીતલ (હેમા માલિની ) અને રવિ (શમ્મી કપૂર) એકબીજાની નિકટ આવે છે અને બંનેનાં બાળકો પણ એકમેક સાથે હળી જાય છે ત્યારનું આ ગીત 'હૈ ના, બોલો બોલો, પાપા કો મમ્મી સે પ્યાર હૈ...' જે રીતે સ્વરબદ્ધ થયું છે એમાં નવા સંબંધની સાથે રહેલા આનંદ અને તાજગી વ્યક્ત થાય છે. ગીત ગાનારા કલાકારોની સ્વરફેંક, બંદિશમાં જે તે શબ્દોના વજનને વિશિષ્ટ રીતે રજૂ કરવાની સંગીતકારોની જહેમત અને શબ્દો સાથે સમરસ થઇ જતું ઓરકેસ્ટ્રા- બધી રીતે આ ગીત સાંભળનારને મોજ કરાવે એવું બન્યું.

આ જ ફિલ્મનું ખરા અર્થમાં ઔૈર એક બાળકેન્દ્રી ગીત એટલે 'રે મમ્મા રે મમ્મા રે...' એની વાત હવે આવતા શુક્રવારે.
Comments
Post a Comment