ચાર દેશોના રેડિયો સ્ટેશનો પર ગઇ કાલ સુધી ચોવીસે કલાક ગૂંજતાં માઇકલ જેક્સનનાં ગીતો પર ઓચિંતો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો
કિંગ
ઑફ પોપના નામથી જાણીતો આ અજોડ ડાન્સર-ગાયક આજે હયાત નથી પરંતુ એનાં ગીતોની
લોકપ્રિયતા એવી છે કે ૨૦૧૮માં એનાં ગીતોની રૉયલ્ટીએ ૮૨૫ મિલિયન અમેરિકી
ડૉલર્સની મબલખ આવક મેળવી-રળી હતી એવું જગવિખ્યાત ફોર્બ્સ સામયિકે લખ્યું
હતું. યસ, વાત પોપ સંગીતના બેતાજ બાદશાહ માઇકલ જેક્સનની છે. ૨૦૦૯માં અવસાન
પામેલો આ બિનગોરો ગાયક સંગીતકાર છેલ્લા એક સપ્તાહથી ફરી મિડિયાના
કેન્દ્રમાં આવી ગયો છે.
ડેન રીડ નામના ડોક્યુમેન્ટરી ફિલ્મ સર્જકે બનાવેલી માઇકલ જેક્સનની દસ્તાવેજી ફિલ્મ 'લિવિંગ નેવરલેન્ડ'એ ફરી એકવાર કબાટમાંથી વરસો જૂનાં હાડપિંજરો બહાર કાઢવા માંડયાં છે. બે હેન્ડસમ ગોરા યુવાનોએ આ દસ્તાવેજી ફિલ્મના સર્જકને કહ્યું હતું કે અમે સગીર વયના હતા અને સેક્સ કોને કહેવાય એ સમજતા નહોતા ત્યારે માઇકલ જેક્સને અમારું યૌનશોષણ કર્યું હતું. આ દસ્તાવેજી ફિલ્મેે ખળભળાટ મચાવી દીધો છે.

કમ
સે કમ ચાર દેશોના રેડિયો સ્ટેશનો પર ગઇ કાલ સુધી ચોવીસે કલાક ગૂંજતાં
માઇકલ જેક્સનનાં ગીતો પર ઓચિંતો પ્રતિબંધ લાદી દેવામાં આવ્યો. ઓસ્ટ્રેલિયા,
કેનેડા, ન્યૂઝીલેન્ડ અને અન્ય એક દેશના રેડિયો સ્ટેશનોએ માઇકલ જેક્સનનાં
એવરગ્રીન ગણાતાં ગીતો વગાડવાના અચાનક અટકાવી દઇને સદ્ગત ગાયકના કરોડો
ચાહકોને આંચકો આપ્યોે.
માઇકલ જેક્સનના કુટુંબીજનો અને એના એસ્ટેટ મેનેજરે ડેન રીડ પર એવો આક્ષેપ મૂક્યો હતો કે અમારી સાથે થયેલી સમજૂતીનો ડેને ભંગ કર્યો છે. ડેને અમને ખાતરી આપી હતી કે એ માઇકલ જેક્સન વિશે કોઇ વિવાદાસ્પદ વિગત આ દસ્તાવેજી ફિલ્મમાં રજૂ નહીં કરે. એને બદલે ડેને કહેવાતા યૌનશોષણનો ભોગ બનેલા બે યુવાનોને આ દસ્તાવેજી ફિલ્મમાં રજૂ કરીને સદ્ગત માઇકલ જેક્સનને વધુ એકવાર બદનામ કર્યો છે.

ડેનની આ
દસ્તાવેજી ફિલ્મ 'લિવિંગ નેવરલેન્ડ' બુધવાર છઠ્ઠી અને ગુરુવાર સાતમી માર્ચે
લંડનની ચેનલ ફોર ટીવી પર રજૂ થઇ હતી. અન્ય એક ટીવી ચેનલ આ ફિલ્મ રજૂ
કરવાની હતી પરંતુ મિડિયામાં છવાયેલો વિવાદ જોતાં એ ચેનલે આ દસ્તાવેજીનંુ
પ્રસારણ નહીં કરવાનો નિર્ણય લીધો હતો. યોગાનુયોગે આ દસ્તાવેજી ફિલ્મ એચબીઓ
અને ચેનલ ફોર દ્વારા બનાવવાનું ડેનને સોંપવામાં આવ્યું હતું.
પ્રતિષ્ઠિત સનડાન્સ ઇન્ટરનેશનલ ફિલ્મ્સ ફેસ્ટિવલમાં આ દસ્તાવેજી રજૂ થઇ ત્યારે હાજર રહેલી સેંકડો સેલેબ્રિટિઝ સ્તબ્ધ થઇ ગઇ હતી. ચાર કલાકની આ દસ્તાવેજી ફિલ્મમાં જેમ્સ સેફચક અને વેડ રોબ્સન નામના યુવાનો કહે છે કે માઇકલ જેક્સનના નેવરલેન્ડ રાન્ચમાં અમારી સાથે માઇકલ જેક્સને ગંદું કામ કર્યું હતું. આજે અમને સમજાય છે કે અમારા ભોળપણનો લાભ લઇને એણે અમારું યૌનશોષણ કર્યું હતું.

યોગાનુયોગે અત્યારે હોલિવૂડમાં અને બોલિવૂડમાં
બંને સ્થળે 'મી ટુ' નામનું અન્ય એક આંદોલન ચાલી રહ્યું છે જેમાં ટોચની
અભિનેત્રીઓએ જે તે ફિલ્મ સર્જકો કે અભિનેતાઓએ પોતાની સાથે જાતીય ગેરવર્તન
કર્યું હોવાના આક્ષેપો કર્યા છે. હોલિવૂડમાં તો હાર્વે વાઇનસ્ટાઇન અને
વોર્નર બ્રધર્સ જેવી પ્રતિષ્ઠિત ફિલ્મ કંપનીના વડા કેવિન ત્સુઝીહારા સામે
જાતીય ગેરવર્તનના આક્ષેપ થયા છે. બોલિવૂડમાં પણ મુન્નાભાઇ ફેમ રાજકુમાર
હીરાણી અને સાજિદ ખાન જેવા ડાયરેક્ટર્સ અને નાના પાટેકર તેમજ આલોક નાથ જેવા
સિનિયર અભિનેતાઓ પર આવા આક્ષેપ થયા.
માઇકલ જેક્સનની વાત પર
પાછાં ફરીએ તો આ જગપ્રસિદ્ધ ગાયક સંગીતકાર સગીર વયનાં બાળકો સાથે અણછાજતી
છૂટ લેતો હોવાના આક્ષેપો એક કરતાં વધુ વખત થયા હતા. પરંતુ કોણ જાણે કેમ, આ
ગાયક સંગીતકારે પોતાના કરોડો ચાહકો પર એવી ભુરકી છાંટી હતી કે યૌનશોષણના
એક કરતાં વધુ આક્ષેપો થવા છતાં ન તો એની લોકપ્રિયતામાં ઓટ આવી હતી કે ન તો
એનાં આલ્બમોનાં વેચાણમાં ઘટાડો થયો હતો. જીવતો હતો ત્યારે માઇકલ જેક્સનના
સ્ટેજ શોની ટિકિટો માટે
રીતસર મારામારી થતી. ચાહકો એની એક
ઝલક મેળવવા એટલી હદે તત્પર રહેતા કે એણે સતત પહેલવાન બાઉન્સર્સ સાથે રાખવા
પડતા.
આ અજોડ કલાકારની એક જ મર્યાદા હતીઃ એને રુપાળાં બાળકો બહુ ગમતાં અને એ
બાળકોને પોતાના રાન્ચ પર કે ફાર્મ હાઉસ પર નોતરીને ખવડાવતો પીવડાવતો. એવાય
આક્ષેપો થતા કે બાળકોની મિજબાની-પાર્ટી યોજવાના બહાને એ બાળકોનો ગેરલાભ
લેતો.
આ લખાતું હતું માઇકલ જેક્સનના એસ્ટેટ મેનેજર ડેન પર
અને દસ્તાવેજીના નિર્માતાઓ પર ૫૦૦ મિલિયન ડૉલર્સનો બદનામીનો દાવો માંડયો
છે. જો કે એચબીઓ અને ચેનલ ફોર આવા દાવાથી ડરતી નથી. આવું કંઇક બનશે એવી
ધારણાથી એ લોકોએ માઇકલ જેક્સનના કહેવાતા યૌનશોષણના અગાઉ થયેલા તમામ કાનૂની
કેસની વિગતો તેમજ અખબારી કટિગ્સ તથા વિડિયો ક્લીપ્સ એકઠી કરી રાખી છે જે
કોર્ટમાં પુરાવા રૂપે રજૂ કરી શકાય.
મર્યા પછી પણ મબલખ આવક અને ધૂમ
પ્રસિદ્ધિ મેળવનાર માઇકલ જેક્સન જેવો બીજો કલાકાર ન થયો છે, ન કદાચ
ભવિષ્યમાં થશે.
Comments
Post a Comment