એમને સંન્યાસ લેવામાં આનંદ આવતો હોય અને એમનું કલ્યાણ થતું હોય તો મારે શા માટે વાંધો લેવો ?
મીલી
હૈ તો નારી નહીં તો સહેજે બાવો બ્રહ્મચારી... એવું રમૂજમાં કહેવાય છે.
બેંકના કેશિયરના ડ્રોઅરમાં રોજ સવારથી સાંજ સુધી હજ્જારો રુપિયા હોય છે.
પરંતુ એ અનાસક્ત હોવાનો દાવો કરી શકે નહીં. કારણ સ્પષ્ટ છે. ડ્રોઅરમાંનો એક
પણ રુપિયો એની માલિકીનો નથી. સાંજ પડયે ઘેર જવા પહેલાં તમામ રકમ વડા
અધિકારીને ગણીને સોંપી દેવાની હોય છે. સંયમ, સદાચાર, અનાસક્તિ, ત્યાગ વગેરે
શબ્દો બોલવામાં બહુ સહેલા છે. જીવનમાં સર્વે સુખ ઉપલબ્ધ હોય ત્યારે એ
છોડનારા કોક વીરલા હોય છે.
એ માટે પણ દ્રઢ મનોબળ જોઇએ. બાકી લોકો
બીડી-સિગારેટનું વ્યસન પણ જીવનભર છોડી શકતા નથી. અહીં જેમની વાત કરી રહ્યા
છીએ એમને આપણે સગવડ ખાતર અમરીશભાઇ તરીકે ઓળખીએ. અમર ઇશ એટલે પરમાત્મા એક જ
અમર છે એવો અર્થ ધરાવતું આ નામ છે. રવિવારે છઠ્ઠી ઓક્ટોબરે તેમણે ભાવનગરમાં
એક પૂજ્ય જૈન મહારાજ સાહેબની નિશ્રામાં સંસાર ત્યાગ કર્યો. થોડીક નવાઇ
લાગે એવી આ ઘટના હતી.
ભાવનગરમાં દીક્ષા લેનારા આ સજ્જન ભાવનગરના
રહેવાસી નહોતા. અમદાવાદના હતા. અમદાવાદની એક પોળમાં રહેતા અને નાનકડો
સ્વતંત્ર વ્યસાય કરતા. થોડી સદ્ધરતા થઇ એટલે પોળ છોડીને નદીપાર પશ્ચિમના એક
ઉપનગરમાં રહેવા ગયા. રામ-લક્ષ્મણ જેવા બે કંધોતર પુત્રો. એક પુત્ર
ચાર્ટર્ડ એકાઉન્ટન્ટ. બધી રીતે સુખ-સગવડો વચ્ચે રહેતા. જૈન પરિવારમાં
જન્મેલા અને સ્વધર્મ પર ઊંડી શ્રદ્ધા.
પુત્રો જુવાન થઇ ગયા એટલે આ સજ્જન પોતે જે સાધુ-સાધ્વીના વિચારોથી પ્રભાવિત થાય તેમનાં પ્રવચનો સાંભળવા જાય. આ સાધુ-સાધ્વીઓ જ્યાં ચાતુર્માસ કરતાં હોય ત્યાં પહોંચી જાય. માત્ર અમદાવાદ નહીં, છેક મુંબઇ, સૂરત, વડોદરા કે ભાવનગર જઇને પણ પ્રવચનો સાંભળે. પોતે આશરે ૬૩-૬૪ વર્ષની વયે વાનપ્રસ્થાશ્રમનું પાલન કરતા હતા. સાદો સંયમિત આહાર લે. મન થાય ત્યારે વરસી તપ કરવા માંડે. વરસી તપમાં બે દિવસ નકોરડા ઉપવાસ અને એક દિવસ જમવાનું એવો કડક નિયમ પાળવાનો હોય છે.

પિતાનો
આ ભક્તિભાવ મોટા પુત્રમાં અનાયાસે ઊતરી આવ્યો હતો. ગ્રેજ્યુએશન પૂરું થઇ
ગયું હતું, પોતાનો સ્વતંત્ર વ્યવસાય હતો એટલે ગમે ત્યારે પિતાની સાથે
અમદાવાદની બહાર સાધુ-સંતોના દર્શન કરવા કે તેમનાં પ્રવચનો સાંભળવા જાય.
રસપ્રદ વાત એ હતી કે દીક્ષા દ્વારા સંન્યાસ લેવાની મૂળ ઇચ્છા મોટા પુત્રની
હતી એટલે તો એણે લગ્ન કરવાનું ટાળ્યું હતું. નાનાભાઇને પરણાવી દીધો હતો અને
એના સુખી દાંપત્યને જોઇનેી મોટોભાઇ રાજી થતો.
મોટાને સંન્યાસ લેવો છે એ વાત પરિવારમાં સૌ જાણતા હતા. એ સંન્યાસ લે એ પહેલાં પિતાએ ધડાકો કરી દીધો કે હું સંસાર ત્યાગ કરવા માગું છું. સૌથી વધુ વિસ્મયજનક વાત એ હતી કે અમરીશભાઇના સગાંસંબંધી કરતાં વધુ આઘાત પાડોશીઓનો લાગ્યો. કારણ સમજી શકાય એવું હતું. અત્યંત સરળ અને મિલનસાર વ્યક્તિ. બીજાના દુઃખે આગળ આવીને ઊભા રહે. સૌની સાથે હળીમળીને રહે. બધી રીતે સુખી વ્યક્તિએ સંન્યાસ શા માટે લેવો ? એવી પૂછપરછ થતી રહી.

એવું જ વિસ્મય સંન્યાસ લેનાર વ્યક્તિનાં
પત્ની સાથેની વાતચીતમાં અનુભવાયું. તમે પતિને સંન્યાસ લેવાની હા કેમ પાડી
એવા સવાલના જવાબમાં આ મહિલાએ ભલભલા વિદ્વાનો આંચકો અનુભવે એવો જવાબ
આપ્યો.'કોઇ અમરપટો લખાવીને તો લાવ્યું નથી ને, કાલ સવારે બેમાંથી એક
વ્યક્તિ ચિરવિદાય લે પછી પાછળ રહેલી વ્યક્તિએ એકલજીવન જ ગાળવાનું હોય છે
ને... એમને સંન્યાસ લેવામાં આનંદ આવતો હોય અને એમનું કલ્યાણ થતું હોય તો
મારે શા માટે વાંધો લેવો ? મેં હસતાં મોઢે રજા આપી છે,' બહેને કહ્યું.
વિદાય લેતાં પહેલાં તમામ સગાંસંબંધીને બોલાવીને ઉષ્માભેર મિચ્છામિ દુક્કડં કર્યું અને બે દિવસ પહેલાંજ અમદાવાદથી ભાવનગર ઊપડી ગયા. રવિવારે સૌ સગાસંબંધીની હાજરીમાં એક આદરણીય જૈન સાધુ મહારાજની નિશ્રામાં સંન્યાસ લઇ લીધો. બધાં સંસારી સંબંધો અને સુખ-સગવડો ત્યજી દીધાં. કેવા ખુશનસીબ કે સૌએ સ્નેહપૂર્વક વિદાય આપી.

જૈન ધર્મ મુજબ કદાચ સારું કામ કર્યું કહેવાય. પણ સાંસારિક ધર્મનું શુ?
ReplyDelete