રાજકીય પક્ષો અને નેતાઓ ભૂલી જાય છે કે એક
વૃક્ષને સંપૂર્ણપણે વિકસતાં વીસથી પચીસ વર્ષ લાગે છે જ્યારે ઇલેક્ટ્રિક
કરવતથી માત્ર પાંચ પંદર મિનિટમાં એનો ખાતમો કરી દેવામાં આવે છે.
આ
વાત માત્ર ભારત પૂરતી મર્યાદિત નથી. અત્યારે વિશ્વના સૌથી મોટા જંગલનાં
વૃક્ષો કાપવાનો વિવાદ અમેરિકામાં ચાલી રહ્યો છે. એક કરોડ સિત્તેર લાખ એકર
જમીનમાં વિસ્તરેલું અલાસ્કાનું આ જંગલ અમેરિકના વેસ્ટ વર્જિનિયા સ્ટેટ
કરતાં પણ મોટું અને વિરાટ કદનું છે. નીત નવા વિવાદો માટે પંકાયેલા અમેરિકી
પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના વહીવટી તંત્રે એક વાહિયાત બહાને આ જંગલનાં કેટલાંક
વૃક્ષોને કાપી નાખવાની પરવાનગી આપતાં હોબાળો થયો છે.
------------------------------------------------------------------------------------------------------
અમેરિકાના
પર્યાવરણ નિષ્ણાતો કહે છે કે અમેરિકામાં દર વરસે વિવિધ કારણોથી જે કાર્બન
પેદા થાય છે એમાંનું પચાસ ટકાથી વધુ કાર્બન તો આ અલાસ્કા રેન ફોરેસ્ટ
ઓહિયાં કરી જાય છે
-----------------------------------------------------------------------------------------------------
અમેરિકાના
પર્યાવરણ નિષ્ણાતો કહે છે કે અમેરિકામાં દર વરસે વિવિધ કારણોથી જે કાર્બન
પેદા થાય છે એમાંનું પચાસ ટકાથી વધુ કાર્બન તો આ અલાસ્કા રેન ફોરેસ્ટ
ઓહિયાં કરી જાય છે. યુનિવર્સિટી ઑફ કોલોરાડો ડેનવરના પર્યાવરણ નિષ્ણાત
અધ્યાપક બ્રાયન બૂમા કહે છે કે આ એકજ જંગલ દર વરસે ત્રણ અબજ મેટ્રિક ટન
જેટલો કાર્બન ખાઇ જાય છે. એક ટન એટલે ૧,૦૦૦ કિલોગ્રામ. અહીં એટલી ગીછ
વનરાજી છે કે ધોળે દિવસે પણ અમાસની રાત જેવું ઘનઘોર અંધારું કેટલાક
વિસ્તારમાં જોવા મળે છે.
છેલ્લે છેલ્લે ૨૦૦૧માં આ વિસ્તારનો કોઇ પણ પ્રકારે વિકાસલક્ષી કાર્યમાં ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકાયો હતો. છેક ૧૯૦૦ની સદીના પહેલા દાયકાથી સર્જાયેલા આ જંગલનાં વૃક્ષોને કાપવા દેવાય નહીં. વૃક્ષો ઉપરાંત આ જંગલમાં કેટલાંક દુર્લભ પશુ-પંખી છે. વૃક્ષો કપાઇ જવાથી આ જીવો પણ નષ્ટ થઇ જવાની દહેશત છે. અમેરિકી પ્રમુખ તરીકેના પોતાના છેલ્લા દિવસોમાં બીલ ક્લીન્ટને આ જંગલને સુરક્ષિત વિસ્તાર જાહેર કર્યંુ હતું. પરંતુ દરેક દેશમાં બને છે એમ પોલિટિકલ લીડર્સ અંગત સ્વાર્થ માટે કેટલીકવાર સ્થાપિત હિતોના હાથમાં રમી જાય છે. ટોંગાઝ નેશનલ ફોરેસ્ટ તરીકે ઓળખાતા આ જંગલમાં કેટલાંક વૃક્ષોને કાપવાની પરવાનગી આપવાના નિષ્ફળ પ્રયાસો ૨૦૦૩માં જ્યોર્જ બુશના વહીવટી તંત્રે કર્યા હતા. એ સમયે પણ જબરદસ્ત હોબાળો થયો હતો.
હાલના પ્રમુખ ટ્રમ્પે એવો દાવો કર્યો હતો કે અગ્નિ (સાઉથ ઇસ્ટ) અલાસ્કામાં કેટલાંક ઉદ્યોગોએ કર્મચારીઓને છટણી કર્યાથી બેરોજગારી વધી છે. વૃક્ષો કાપવાથી કાષ્ઠ ઉદ્યોગમાં રોજગારી વધશે. એના જવાબમાં આ વિસ્તારના સાંસદોએ એવી દલીલ કરી હતી કે સમગ્ર ઉદ્યોગ જગતમાં કાષ્ઠ ઉદ્યોગનું પ્રમાણ ફક્ત એક ટકો છે. એ આપી આપીને કેટલા લોકોને રોજી રોટી આપશે ? એક ટકાના ઉદ્યોગને બહાને ગીચ વનરાજી ધરાવતા આ જંગલનાં વૃક્ષોનું નિકંદન કાઢી શકાય નહીં.

આરે કોલોનીમાં વૃક્ષો કાપવાના
મુદ્દે ભાજપની આકરી ટીકા કરનારી શિવસેના છેલ્લાં ત્રીસ વર્ષથી મુંબઇ મહાનગર
પાલિકાનું શાસન કરે છે. વરસાદના એકાદ ઝાપટાથી મુંબઇ જળબંબાકાર થઇ જાય છે એ
મુદ્દે શિવસેના મૌન સેવે છે. આજથી ચાલીસ પચાસ વરસ પહેલાં મુંબઇનો સંજય
ગાંધી નેશનલ પાર્ક સૌથી વિશાળ જંગલ હતું.
આજે એ જંગલ પણ કપાઇ ચૂક્યું છે અને અંધેરી ઇસ્ટથી છેક વિરાર ઇસ્ટ સુધી સિમેન્ટનાં હજ્જારો જંગલો ઊભાં થઇ ગયાં છે. અમેરિકામાં પણ આ જ મુદ્દો જોરશોરથી ચર્ચાઇ રહ્યો છે. ટોંગાઝ નેશનલ ફોરેસ્ટ આજે પણ દુનિયામાં સૌથી મોટું ગીચ જંગલ છે. ટ્રમ્પ સામે એમના જ પક્ષના સાંસદો આ જંગલનાં વૃક્ષો કાપવાનો વિરોધ કરી રહ્યા છે. ટ્રમ્પના હોદ્દાની મુદત પર નજીકના ભવિષ્યમાં પૂરી થવાની છે. એ પહેલાં એ બને તેટલા અંગત લાભ ઘર ભેગા કરી લેવામાં બીઝી છે.

Comments
Post a Comment