શંકર જયકિસન સંગીતકાર હોય ત્યારે વૈજયંતી આંખના ઇશારે શંકરજીના ચહેરા પરના પ્રત્યાઘાત જોઇ લેતી
ગયા
શુક્રવારથી આપણે શંકર જયકિસનના સંગીત સર્જનની વાત શરુ કરી. અહીં એક રસપ્રદ
ઘટનાનો ઉલ્લેખ જરુરી જણાય છે. દક્ષિણ ભારતમાંથી આવેલી અને બોલિવૂડની પહેલી
સુપરસ્ટાર ડાન્સર ગણાયેલી અભિનેત્રી વૈજયંતી માલાની વાત છે. લગભગ
૧૯૫૪-૫૫ની વાત છે. રામરાજ્ય અને બૈજુબાવરા જેવી ફિલ્મો આપનારા ફિલ્મ સર્જક
વિજય ભટ્ટ પટરાણી નામની કોસ્ચ્યુમ ફિલ્મ બનાવી રહ્યા હતા. એનું સંગીત શંકર
જયકિસનનું હતું.
વૈજયંતીમાલા ભરતનાટયમની ઉત્તમ ડાન્સર હતી. એક
ડાન્સગીત લતાજીએ ગાયેલા 'ન જાને તુમ કૌન મેરી આંખોં મેં..' નું રિહર્સલ
ચાલી રહ્યું હતું. શાસ્ત્રીય સંગીતમાં જેમ તાનપલટા હોય છે એમ શાસ્ત્રીય
ડાન્સમાં કેટલાક લયબદ્ધ ટુકડા આવે જેેની સાથે મૃદંગ અથવા તબલાં સંગત કરે.
એવો એક સરસ ટુકડો સંગીત સાથે શંકરજીએ વાદ્યો દ્વારા રચ્યો હતો. વૈજયંતીમાલાને
એ ટુકડોે આત્મસાત કરવામાં થોડી મુશ્કેલી જેવું લાગતું હતું. યોગાનુયોગે
સંગીતકાર શંકર ત્યાં હાજર હતા. વૈજયંતીમાલાનેા અહં સહેજ પણ ઘવાય નહીં એ
રીતે શંકરજીએ વિનંતીના સૂરે કહ્યું, હું કંઇ મદદ કરી શકું ? શંકરજી
હૈદરાબાદમાં કૃષ્ણા કુટ્ટી જેવા ક્લાસિકલ ડાન્સર સાથે કામ કરી ચૂક્યા હતા, એ
હકીકત વૈજયંતીમાલા જાણતી હતી. એટલે એણે સંમતિ આપી.
શંકરજીએ પોત્તે એ ડાન્સપીસ જાતે ડાન્સ કરીને સ્પષ્ટ કર્યો. સેટ પર હાજર રહી ચૂકેલા સૌ કોઇએ આ ઘટનાને તાળી પાડીને વધાવી લીધી. આ પ્રસંગ પછી વૈજયંતી માલા જે ફિલ્મમાં હીરોઇન હોય અને શંકર જયકિસન સંગીતકાર હોય ત્યારે વૈજયંતી આંખના ઇશારે શંકરજીના ચહેરા પરના પ્રત્યાઘાત જોઇ લેતી.

જયકિસન
રોમાન્ટિક ગીતોનો ધુરંધર હતો એમ કહીએ તો શંકરજી ડાન્સ ગીતોના મહારથી હતા એ
હકીકત સ્વીકારવી પડે. જો કે ક્યારેક એમને પણ સદ્ગત ખય્યામ જેવો અનુભવ થઇ
જતો ખરો. એક અંગ્રેજી અખબારને આપેલી મુલાકાતમાં શંકરજીએ કરેલી આ વાત છે.
ખય્યામે ફિર સુબહ હોગીના ટાઇટલ ગીત માટે પાંચ-છ બંદિશો બનાવેલી એમ શંકરજીએ
એેક ગીત માટે પાંચ તર્જો બનાવેલી. રાજ કપૂર ચહેરા પરના ભાવ છૂપાવવામાં દાદુ
અભિનેતા હતો.
સંગીતકાર ગીત સંભળાવે ત્યારે મૂગો મૂગોે સિગારેટ પીતો રહે. એના ચહેરા પરથી તમને ખબર ન પડે કે એના મનમાં શું ચાલી રહ્યું છે ? 'એક ગીતની ત્રણ-ચાર તર્જો રાજસા'બે નકારી ત્યારે એર કંડિશન્ડ રુમમાં પણ મારા કપાળે પરસેવો તગતગી ઊઠયો હતો. રાજસા'બ એ પણ પારખી ગયા. એમણે કહ્યું, ટેન્શન નહીં લેના.. ઔર કુછ તૈયાર હૈે તો સુના દોે.... પછીની તર્જનું માત્ર મુખડું અર્ધુપર્ધું સાંભળીને એ મલકી ઊઠયા. એ ગીત હતું રમૈયા વસ્તાવૈયા... જો કે એમણે મૂકેશજી માટે આ ગીતનો છેલ્લો અંતરો પસંદ કરેલો', શંકરે ઇન્ટરવ્યૂ દરમિયાન કહેલું.બે દાયકાની જબરદસ્ત કારકિર્દી દરમિયાન, શંકર જયકિસને ઘણાં યાદગાર ડાન્સ ગીતો આપ્યાં. ક્યારેક તો નવાઇ લાગે કે કયા ગીતનું ફિલ્માંકન કોણ કરશે અને કેવી રીતે કરશે એ પણ આ બંને કલ્પી લેતા હતા. એક સાવ નાનકડો દાખલો આપું. ફરી એકવાર વૈજયંતી માલાને યાદ કરીએ. જ્યુબિલી કુમાર તરીકે ઓળખાતા રાજેન્દ્ર કુમાર સાથે વૈજયંતીમાલાએ ફિલ્મ સૂરજ કરેલી. ફરી એકવાર રાગિણી ભૈરવીમાં એક સરસ ગીત હતું.
'કૈસે સમજાઉં, બડે નાસમજ હો...' આ ગીતના શબ્દો સાથે મુખ્યત્વે સોળ માત્રાનો ત્રિતાલ વાગે છે. ઇન્ટરલ્યૂડમાં બીજો એટલે કે મોટે ભાગે કહેરવો તાલ વપરાયો છે. રાજેન્દ્ર કુમાર વૈજયંતી પાસે ડાન્સમાં અણઘડ લાગે, એટલે એને શરણાઇ વગાડતો દેખાડયો છે. ઇન્ટરલ્યૂડમાં વૈજયંતી ડાન્સ કરે છે. આમ શાસ્ત્રીય સંગીતકારોના માનીતા ત્રિતાલ સાથે ફિલ્મ સંગીતના લાડકા આઠ (કેટલાકની દ્રષ્ટિએ ચાર માત્રાના ) કહેરવાનું અદ્ભુત શંકરજીએ કરેલું સંકલન માણી શકાય છે.

થોડી
અતિશયોક્તિ લાગશે, પણ શંકર જયકિસને કોઇનો અહંક્લેશ ન થાય, કોઇને અપમાન
જેવું ન લાગે અને છતાં સંગીતકારનું ધાર્યું થાય એ રીતે કામ કર્યું અને લગભગ
૧૦૦ ટકા સફળ થયા. ગયા શુક્રવારે અછડતો ઉલ્લેખ કરેલો એમ ફક્ત એકવાર રાજ
કપૂર સાથે જરા અમથી ગરમાગરમી થઇ.
'જિસ દેશ મેં ગંગા બહતી હૈ'ની કથાની ઝલક રાજ કપૂરે સંભળાવી ત્યારે શંકરજી (કદાચ પહેલી અને છેલ્લીવાર) અધીરા થઇને બોલી ઊઠેલા, ઇસ મેં મ્યુઝિક કા સ્કોપ કહાં હૈ ? રાજ કપૂરે સિગારેટનો ઊંડો કસ લઇને નિરાંતે ધૂમાડાના ગોટેગોટા છોડતાં બે ચાર સેકંડનો વિરામ લઇને પછી પોતાનો દ્રષ્ટિકોણ સ્પષ્ટ કર્યો. ત્યારબાદ શંકર જયકિસને જે જાદુ વેર્યો એ આપણે સૌએ માણ્યો છે. ફિર મિલેંગે અગલે શુક્રવાર કો...!

Comments
Post a Comment