કેટલીક
ઘટનાઓ સદાને માટે ભૂલી જવા જેવી હોય છે. એ યાદ કરવાથી અનેક લોકોનાં
વિસરાયેલાં જખમો ફરી તાજાં થઇ જવાનો ભય રહેલો હોય છે. ૧૯૮૪ના ઓક્ટોબરની
૩૧મીએ ત્યારના વડા પ્રધાન ઇંદિરા ગાંધીની હત્યા બાદ થયેલો શીખ હત્યાકાંડ કે
૨૦૦૨નો ગોધરાકાંડ તત્કાળ ભૂલી જવા જેવી ઘટનાઓ છે. પરંતુ વિના વાંકે
પોતાનું કૌમાર્ય લૂંટાવી ચૂકેલી કોઇ પણ યુવતી પોતાના પર થયેલો અત્યાચાર કદી
ભૂલી શકે નહીં.
એવી એક લઘુમતી યુવતી બિલકીસ યાદવને સતત પંદર
વર્ષ સુધી ધીરજપૂર્વક કરેલી લડતનું સુખદ ફળ મળ્યું છે. યસ, આ એજ બિલકીસ છે
જેને ૨૦૦૨ના માર્ચની ત્રીજીએ ટોળાવાદનો ભોગ બનવું પડયું હતું. એ ભાનમાં
આવી ત્યારે ચૌદ પંદર મૃતદેહો વચ્ચે પોતાની જાતને નિર્વસ્ત્ર અવસ્થામાં
નિહાળી. ગેંગરેપનો ભોગ બનતી બધી નિર્ભયાને મોત મળતું નથી. કેટલીક નિર્ભયા
જીવતી રહી જાય છે. એમાંની કેટલીક હંમેશ માટે નાહિંમત થઇ જાય છે.
ટોળાની
હિંસાનો ભોગ બની ત્યારે બિલકીસ માત્ર ૧૯ વર્ષની હતી. સતત પાક પરવરદિગારની
બંદગી કરતાં એણે ન્યાયદેવડીએ ટકોરા માર્યા. નીચલી અદાલત, મુંબઇ હાઇકોર્ટ
અને ત્યાંથી સુપ્રીમ કોર્ટ. સતત અઢાર હજાર દિવસ એટલે કે પંદર વર્ષ સુધી એ
ન્યાય માટે લડતી રહી. આખરે એને ન્યાય મળ્યો.
દેશની સુપ્રીમ કોર્ટે ગુજરાત રાજ્ય સરકારને આદેશ આપ્યો કે બિલકીસને પંદર દિવસમાં નોકરી, નિવાસસ્થાન અને પચાસ લાખ રુપિયા વળતર તરીકે ચૂકવવા. અલબત્ત, કોઇ પણ યુવતી માટે એનું શિયળ દુન્યવી ચલણ કરતાં વધુ મૂલ્યવાન અને પવિત્ર હોય છે. નોકરી અને ઘર એ બે મહત્ત્વનાં વળતર છે. આ વાત અત્રે કરવાનો ખાસ ઉદ્દેશ છે.

પાકિસ્તાનના
વડા પ્રધાન અને આંતરરાષ્ટ્રીય ક્રિકેટના લિવિંગ લેજન્ડ ઇમરાન ખાન હાલ
જમ્મુ કશ્મીરના લોકોની ચિંતા જગચૌટામાં કરી રહ્યા છે. તેમને પોતાના પગ
તળેની પરિસ્થિતિ દેખાતી નથી. કદાચ ફાંદ વધી ગઇ હશે. ફાંદાળા માણસને પોતાના
પગ દેખાય નહીં. છેલ્લા એક માસમાં પાકિસ્તાનમાં એક નહીં ઓછામાં ઓછી ત્રણ
હિન્દુ અને એક ઇસાઇ યુવતીઓ પર ઘાતકી અત્યાચાર થયા.
પહેલા એક ગુરુદ્વારના ગ્રંથિની પુત્રીનું અપહરણ, બળજબરીથી લગ્ન અને ધર્માંતર થયાં. ત્યારબાદ એક મેડિકલ સ્ટુડન્ટ સાથે એનું પુનરાવર્તન થયું અને છેલ્લે ઔર એક હિન્દુ યુવતીને કલંકિત કરાઇ. ઇમરાન ખાન તો આંતરરાષ્ટ્રીય મંચ પર કશ્મીરી પ્રજાના રોદણાં રડી રહ્યા હતા. એટલે ઘરઆંગણાની આ ઘટનાઓ પર એમનું ધ્યાન કેવી રીતે પડે ?

હજુ ગયા સપ્તાહે દુનિયાભરના મિડિયાએ કેટલાક આંકડા પ્રગટ
કરેલા. ૧૯૪૭માં પાકિસ્તાનની રચના થઇ ત્યારે ત્યાં લઘુમતી કહેવાય એવા
હિન્દુ, પારસી, યહૂદી, ઇસાઇ લોકોની વસતિ કેટલી હતી અને આજે કેટલી છે એના એ
આંકડા હતા. કશા વાંકગુના વિના પાકિસ્તાનમાં લઘુમતીઓ પર છેક ૧૯૪૭થી સતત અને
એકધારા અત્યાચારો થતા રહ્યા છે.
પરિણામે ૧૯૪૭માં જેટલા લઘુમતી લોકો ત્યાં હતા એમાંના લગભગ ૯૦થી ૯૫ ટકા લઘુમતી લોકો પાકિસ્તાન છોડી ચૂક્યા છે. અમેરિકી અને ઇંગ્લીશ (બ્રિટિશ) મિડિયાના રિપોર્ટ સાચા હોય તો પાકિસ્તાનમાં દર મહિને વીસથી પચીસ હિન્દુ યુવતીઓના જબરદસ્તી ધર્માંતર કરાવાય છે, એનેા વિરોધ કરનારની ઠંડે કલેજે હત્યા કરાય છે.

ભારતીય અદાલતોમાં અનેક
કારણોથી કરોડો કેસ ઊભા છે. આમ છતાં પંદર વરસે તો પંદર વરસે બિલકીસ યાકુબને
સર્વોચ્ચ અદાલતમાં ન્યાય તો મળ્યો. પાકિસ્તાનની કેટલી અદાલતોએ કેટલી
હિન્દુ કે ઇસાઇ મહિલાઓને ન્યાય આપ્યો ? એક્કે નહીં. સુષમા સ્વરાજ હયાત હતાં
ત્યારે જન્મથી બહેરી મૂગી એક યુવતીને સ્વદેશ પાછી ફરવામાં અને એનાં
સ્વજનોને મેળવી આપવામાં સુષમાએ મદદ કરી હતી.
પાકિસ્તાનમાં ન્યાયની અપેક્ષા કરવી એ અરણ્યરુદન જેવી બાબત છે. પાકિસ્તાનનો એક પણ રાજકીય પક્ષ કે નેતા લઘુમતીને મદદ કરવાની પહેલ કરતો નથી કારણ કે એણે દૂધ પાઇને ઊછેરેલા વિષધર સાપ જેવા આતંકવાદીઓ અને પાકિસ્તાની લશ્કરના ખેરખાંઓ મદદકર્તાને તરત હતો નહોતો કરી નાખે. સલામ ભારતીય ન્યાયતંત્રને !

In first para you have mention something for p.M.indira Gandhi.for 2005...I think indira died in 1984..Pl.clear and confirm.
ReplyDelete