દેશની ત્રણ લોક અદાલતોમાં જજ તરીકે કિન્નરો સેવા આપી રહ્યા છે. આસામમાં સ્વાતિ બિધાન બરુઆ જજ છે. પ.બંગાળમાં જયિતા માંડલ અને નાગપુરમાં વિદ્યા કાંબળે જજ છે
પીવાના પાણીની બૂમ પડી ત્યારથી એટલે કે લગભગ છેલ્લા દોઢ બે
દાયકાથી 'બોટલ્ડ' વૉટરનો ધંધો ધીકતો થઇ પડયો છે. આ ક્ષેત્રે ડઝનબંધ
બ્રાન્ડ નેમ્સ ધીકતો ધંધો કરી રહીં છે. એ બધાંનાં નામ આપણે સૌ જાણીએ છીએ.
લખવાની જરૂર નથી. રેલવે સ્ટેશનો પર 'રેલનીર' નામે ઠંડીગાર બોટલો વેચાય છે.
પરંતુ તમારા ધ્યાનમાં એક બ્રાન્ડ આવી છે ખરી ? કદાચ તમે એ બ્રાન્ડની
બોટલનું પાણી ક્યારેક પીધું પણ હશે. જો કે એ બ્રાન્ડની અસલિયત વિશે જાણતાં
નહીં હો. 'કિન્નીર' જેવું બ્રાન્ડ નેમ એ પ્લાસ્ટિક બોટલ પર લખેલું હોય છે.
હકીકતમાં આ બ્રાન્ડ પોતાને મહામંડલેશ્વર કે મહંત તરીકે ઓળખાવતા એક કિન્નરની
પ્રેરણાથી શરુ કરાઇ હતી.
આ કિન્નર વિશે વધુ વાત કરીએ એ પહેલાં એક
વાત યાદ કરી લઇએ. મહર્ષિ વેદવ્યાસ કૃત મહાભારતમાં મુખ્ય પાત્રો કિન્નર
તરીકે નિરુપાયાંં છે. એક પાત્ર ખુદ અર્જુન છે. જુગારમાં શકુનિની
કપટવિદ્યાથી હારી ગયેલા પાંડવો બાર વરસ વનવાસ અને છેલ્લે એક વરસ ગુપ્તવેશે
રહેવાના છે એવી શરત છે.
એ શરતના ભાગ રૂપે ધનુર્ધર અર્જુન વ્યંડળ વેશે બૃહન્નલા નામ ધારણ કરીને વિરાટની પુત્રી ઉત્તરાને સંગીત અને નૃત્યની તાલીમ આપે છે. આ પહેલું કિન્નર પાત્ર. બીજું કિન્નર પાત્ર કુરુક્ષેત્રના યુદ્ધમાં દેખાય છે. જેમને પરાજિત કરવાની શક્તિ કોઇમાં નથી એવા દેવવ્રત ભીષ્મને હણવા ભગવાન કૃષ્ણ શિખંડીની મદદ લે છે. એ શિખંડી બીજું કિન્નર પાત્ર છે. આમ કિન્નરો છેક મહાભારત કાળથી સમાજનું એક અનિવાર્ય અંગ બની રહ્યા છે.

'કિન્નીર'
બોટલ્ડ વૉટરનીની વાત કરીએ ત્યારે ચાલુ વર્ષના પૂર્વાર્ધમાં યોજાએલા પૂર્ણ
કુંભ મેળાને યાદ કરવો પડે. પ્રયાગરાજ (અલાહાબાદ)માં પહેલીવાર દશનામ સાધુ
સંપ્રદાયના અખાડા ઉપરાંત એક નવો અખાડો જોવા મળ્યો હતો. એ હતો કિન્નર અખાડો.
જો કે પ્રાચીન સાધુ સંતોના અખાડાઓએ આ અખાડાને માન્યતા આપવાનો ઇનકાર કર્યો
હતો.
આ કિન્નર અખાડામાં મુંબઇ નજીકના એક ઉપનગરમાં જન્મેલા કિન્નરને મહામંડલેશ્વર તરીકે બિરાજમાન કરાયા હતા. એનું નામ લક્ષ્મી નારાયણ ત્રિપાઠી. તમે ટીવી સિરિયલના શૉખીન હો તો છેલ્લા ઠીક ઠીક લાંબા સમયથી એક ટીવી ચેનલ પર 'શક્તિઃ અહેસાસ અસ્તિત્ત્વ કા' નામની સિરિયલ ચાલી રહી છે. એેમાં સૌમ્યા નામનો કિન્નર સતત પોતાના અધિકાર માટે પોતાના નામ મુજબ સોમ્યતાથી લડે છે એેવી કથા છે. આ સિરિયલ સારી સફળતાને વરી છે.

ખેર,
આજે તો એક દ્રશ્ય બહુ જોવા મળતું નથી. થોડાં વરસ પહેલાં ચાર રસ્તાના
ટ્રાફિક જંક્શન પાસે એક દ્રશ્ય અચૂક જોવા મળતું. લાલ લાઇટ હોવાથી ઊભેલાં
વાહનો પાસે જઇને કિન્નરો પૈસા માગતા. કોઇને ત્યાં બાળજન્મ થાય ત્યારે કે
લગ્ન પ્રસંગ હોય ત્યારેે પણ કિન્નરો ઊઘરાણું કરવા જાય છે. મુંબઇમાં તો
કેટલીક બેંકોેએે લોનના હપ્તા નહીં ભરનારને ત્યાં અને કેટલાક
વેપારી-ઉદ્યોગપતિઓએ લેણી રકમ નહીં ચૂકવનારને ત્યાં કિન્નરોને મોકલવાની
પરંપરા શરુ કરી હતી. કિન્નરો કરજદારને ત્યાં જઇને ઢોલનગારા સાથે ગાય-નાચે
એટલે પેલાને નીચાજોણું થાય અને એ બાકી નીકળતા પૈસા ચૂકવી દે.જો કે આ
પરંપરાનું બાળમરણ થઇ ગયું હતું.
મહામંડલેશ્વર લક્ષ્મી નારાયણ
ત્રિપાઠીની વાત પર પાછાં ફરીએ તો બીજા કેટલાક કિન્નરો યાદ આવી જશે. તમે
નિયમિત અખબારો વાંચતાં હો તો તમને ખ્યાલ હશે કે દેશની ઓછામાં ઓછી ત્રણ લોક
અદાલતોમાં જજ તરીકે કિન્નરો સેવા આપી રહ્યા છે. આસામમાં સ્વાતિ બિધાન બરુઆ
નામનો કિન્નર જજ છે તો પશ્ચિમ બંગાળમાં જયિતા (બંગાળી ઉચ્ચાર જોયિતા)
માંડલ જજ છે અને મહારાષ્ટ્રની શિયાળુ રાજધાની સંતરાં ફેમ નાગપુરમાં વિદ્યા
કાંબળે જજ છે. આ ત્રણેને લોક અદાલતના જજ તરીકે નીમવામાં આવ્યા છે. તેમની
કામગીરીને મિડિયાએ બિરદાવી પણ છે.
કુંભ મેળામાં મહામંડલેશ્વર
લક્ષ્મી નારાયણ ત્રિપાઠીએ કેટલીક મહત્ત્વની વાત કરી હતી. જો કે પંદર વીસ
લાખ લોકો જ્યાં ઉમટતાં હોય એવા પૂર્ણ કુંભ મેળાના અઢળક સમાચારો વચ્ચે આ
કિન્નર અખાડાના સમાચારોને પૂરતું કવરેજ મળ્યું નહોતું. લક્ષ્મી નારાયણ
ત્રિપાઠીએ સ્થાપેલી એક સંસ્થા ત્રણ મુખ્ય વ્યવસાય કરે છે જેમાંનો એક
વ્યવસાય કિન્નીર એટલે કે બોટલ્ડ વૉટરનો છે.
બીજો વ્યવસાય બ્યૂટી કોસ્મેટિક્સ અને બ્યૂટી પાર્લરનો છે. ત્રીજી પ્રવૃત્તિને વ્યવસાય નહીં કહેવાય. આ પ્રવૃત્તિ કિન્નરોને શિક્ષણ આપવાની છે. બહુ ઓછા લોકો જાણતા હશે કે દેશમાં ૩૦ ટકાથી વધુ કિન્નરો પોસ્ટ ગ્રેજ્યુએટ છે. કુદરતે તેમની સાથે કરેલી ક્રૂર છેડછાડના કારણે એ લોકોને ટોચના હોદ્દાઓની નોકરી મળતી નથી. ૨૦૧૧ના આંકડા મુજબ દેશમાં આશરે ચાર લાખ નેવું હજાર કિન્નરો હતા. જો કે આ આંકડો સાચો હોવાની શક્યતા બહુ ઓછી છે.

કુંભ મેળામાં લક્ષ્મી નારાયણ
ત્રિપાઠીએ મિડિયા સાથેની વાતચીત દરમિયાન કહ્યું હતું કે અમારામાં ઘણા એવા
છે જેમને ભીખ માગવાનું ગમતું નથી. અમારેે પણ સન્માનનીય રીતે જીવવું છે,
પરસેવો પાડીને કમાવવું છે. અમારામાંના કેટલાકને સિક્યોરિટી અધિકારી તરીકે
નોકરી આપી શકાય.
સમાજે અમને સ્વીકારવા જોઇએ એવી કિન્નરોની માગણી છે.
એ લોકો કહે છે કે અમે કુદરતના તરછોડાયેલા જીવો છીએ. અમે જે છીએ તે છીએ
પરંતુ એવા બનવામાં અમારો પોતાનો કશો ફાળો નથી. જૂનવાણી લોકો ભલે અમને
પૂર્વજન્મના પાપી ગણતાં હોય. અમે ઉભયલીંગી તરીકે જન્મ્યા એને કારણે અમારી
ઉપેક્ષા કે ત્યાગ વાજબી નથી. બીજી કોઇ બાબતમાં કિન્નરો કમ નથી.
Comments
Post a Comment