નાસાએે આ ઓમકાર ધ્વનિ આધુનિકતમ યંત્રો દ્વારા રેકોર્ડ કર્યો હતો
ઋષિમુનિઓ આ ૨૪ અક્ષરી મંત્રની દિવ્ય શક્તિથી પરિચિત હતા એેટલે નિયમિત એનો જપ કરતા
વિટામીન્સ યા ટોનિક જેવી કોઇ ઔષધિ વિના કે પછી ઉત્તેજનાત્મક કોઇ વસાણાં વિના બૌદ્ધિક ક્ષમતા વધારવાનો કદાચ આ પ્રયોગ ગણી શકાય. દેશની ઉત્તમોત્તમ હૉસ્પિટલો અને વિજ્ઞાાન સંસ્થામાં ઓલ ઇન્ડિયા ઇન્સ્ટીટયુટ ઑફ મેડિકલ સાયન્સીઝ મોખરે છે. છેક ૧૯૯૮થી આ સંસ્થા એક પ્રયોગ કરી રહી હતી.
જુદાં જુદાં વયજૂથનાં અને અલગ અલગ બૌદ્ધિક ક્ષમતા ધરાવતા વ્યક્તિ સમૂહને સાથે રાખીને આ પ્રયોગ કરવામાં આવ્યો. ખાસ કરીને ઓછી બૌદ્ધિક ક્ષમતા ધરાવતા ૨૦થી ૩૫ વર્ષના યુવાનોને આ પ્રયોગ સમજાવવામાં આવેલો- રોજ નિશ્ચિત સમયે એક આસને બેસીને ગાયત્રી મંત્રની એક માળા (૧૦૮ જપ) કરવાના.
મોટા ભાગના યુવાનોને એક સપ્તાહ બાદ ચુસ્તી-સ્ફૂર્તિ અને નવી વાત ગ્રહણ કરવાની પોતાની ક્ષમતા વધતી જણાઇ હતી. આ દરેક યુવાન સાથે લેટેસ્ટ કોમ્પ્યુટરના સેન્સર્સ જોડેલા હતા એટલે દરેકની બૌદ્ધિક પ્રગતિનો આંક વિજ્ઞાાનીઓને તરત મળતો હતો. લગભગ સોએ સો ટકા શિબિરાર્થીઓની બૌદ્ધિક ક્ષમતામાં ઉલ્લેખનીય વધારો નોંધાયો. ૧૯૯૩માં આ સંસ્થામાં જોડાયેલા એક વિદેશી વિદ્વાન ડૉક્ટર જેમ્સ હર્ટઝેલ દ્વારા આ સર્વેનું સૂચન થયું હતું એમ કહેવાય છે. સૂચન ગમે તેણે કર્યું પરંતુ આ સર્વેએ એક વાત પુરવાર કરી કે આપણા પ્રાચીન ગાયત્રી મંત્રમાં ગેબી શક્તિ છે, દિવ્ય શક્તિ છે જેને હવે આધુનિક વિજ્ઞાાન પણ ચમત્કાર તરીકે સ્વીકારે છે.
આ એકજ એવો મંત્ર છે જે ચારે ચાર વેદ ઉપરાંત ઉપનિષદો, આરણ્યકો, બ્રાહ્મણ, શ્રોતસૂત્ર અને કુર્મપુરાણમાં પણ જોવા મળે છે. આ ગાયત્રી મંત્ર વેદમાતા તરીકે પણ પ્રસિદ્ધ છે. પ્રાચીન ઋષિમુનિઓ આ ૨૪ અક્ષરી મંત્રની દિવ્ય શક્તિથી પરિચિત હતા એેટલે નિયમિત એનો જપ કરતા.
જપયજ્ઞામાં ગાયત્રી જપને સર્વશ્રેષ્ઠ ગણવામાં આવ્યો છે. તમે નિયમિત અખબારો વાંચતા હો તો થોડા મહિના અગાઉ અમેરિકાની નાસા સંસ્થાના અહેવાલને ટાંકીને એવું સંશોધન પણ પ્રગટ થયું હતું કે સૂર્યમાંથી ઁકાર ધ્વનિ પ્રગટે છે. નાસાએે આ ઁકાર ધ્વનિ આધુનિકતમ યંત્રો દ્વારા રેકોર્ડ કર્યો હતો.
હવે ગાયત્રી મંત્રની ચમત્કારી શક્તિના સંશોધનની વાત બહાર આવી છે. યોગ, સંગીત, આયુર્વેદ, ઇત્યાદિ દરેક જ્ઞાાનશાખાની બાબતમાં ક્યારેક એવું લાગે છે કે વિદેશી સંશોધકો કે સંસ્થાઓ કહે ત્યારપછી આપણે આપણા સાંસ્કૃતિક વારસાનું મૂલ્ય સમજીએ છીએ.
ગાયત્રી મંત્રનું એવું જ થઇ રહેલું જણાય છે. આજથી ચાલીસ પચાસ વર્ષ અગાઉ જનોઇ લેનારા દરેક બાળકને પુરોહિત ગાયત્રી મંત્ર શીખવતા અને નિયમિત એનો જપ કરવાની પ્રતિજ્ઞાા લેવડાવતા. હવે એે પરંપરા લગભગ ક્યાંય જોવા મળતી નથી.
સંશોધનની વાત જવા દો. તમે પોતે ઘરમાં બેસીને પ્રયોગ તો કરી શકો ને ? પૂરેપૂરી શ્રદ્ધા અને આત્મવિશ્વાસ રાખીને એક માળા કરી જુઓ. એ સમયે ચિત્ત સો એ સો ટકા મંત્રલીન રહેવું જોઇએ. જપ કરનારની સૌથી મોટી મર્યાદા અહીં આવી જાય છે. જપ કરતાં હો અને ટેલિફોનની ઘંટડી વાગે તો તરત બૂમ પાડી ઊઠો, અરે કોઇ ફોન તો ઉપાડો... કે પછી દરવાજાનો બેલ વાગે છે, કોઇ દરવાજો તો ખોલો... એમ ડિસ્ટર્બ થવાનું નહીં. તમે જોઇએ તો ઘરમાં એક એવું સ્થાન પસંદ કરીને બેસી જાઓ જ્યાં તમે અને ફક્ત ગાયત્રી મંત્ર. નો અધર ડિસ્ટર્બન્સીઝ. એકાદ બે સપ્તાહ પછી અનુભવો એ મંત્રની દિવ્ય શક્તિ.
આપણા મિસાઇલ મેન રાષ્ટ્રપતિ ડૉક્ટર અબ્દુલ કલામને આ પ્રાચીન મંત્રોની શક્તિમાં અખૂટ વિશ્વાસ હતો. એ પોતે અચ્છા વીણાવાદક હોવા ઉપરાંત ગાયત્રી મંત્રના ઉપાસક હતા. જન્મે ભલે મુસ્લિમ હતા, વાસ્તવમાં સવાયા-દોઢા હિન્દુ હતા. એમની ભગવદ્ ગીતા પરની પ્રીતિ કે ગાયત્રી મંત્ર પરનો દ્રઢ વિશ્વાસ એ છૂપાવતા નહોતા. એ ઋષિકૂળના વિજ્ઞાાની હતા અને આજીવન એવા જ રહ્યા.
Comments
Post a Comment