લગભગ
સત્તરમી સદીની વાત છે. ઓસ્ટ્રિયાની રાજધાની વિયેનાના રાજપરિવારના સભ્યોમાં
એક વિશિષ્ટ પ્રકારનો ડાન્સ માનીતો હતો. આરામદાયક મંથર લયમાં વાગતા મૃદુ
મધુર સંગીત સાથે આ ડાન્સ ખૂબ લોકપ્રિય હતો. હેપ્સબર્ગના રાજદરબારમાં અને
બોલરુમ્સમાં આ ડાન્સ આમ આદમીથી માંડીને ગર્ભશ્રીમંત સામંતો પણ કરતા. સાવ
સરળ શબ્દોમાં કહીએ તો આ શૈલી 'લોકનૃત્ય' જેવી થઇ પડી હતી.
આટલું
વાંચીને રખે એેમ માનતા કે શંકર જયકિસન સિરિઝમાં આ વિયેના ડાન્સની વાતો
ક્યાંથી આવી ગઇ ? હકીકતમાં આ પ્રસ્તાવના એટલા માટે બાંધી કે શંકર જયકિસન
વિવિધ પ્રકારના સંગીત અને નૃત્યના પ્રયોગો કેટલી બધી સફળતાથી કરી ચૂક્યા છે
એની ઝલક આજની પેઢીને આવી શકે. છેલ્લા બે શુક્રવારથી આપણે છ માત્રાના દાદરા
તાલમાં નિબદ્ધ હિટ ગીતોની વાત કરતા હતા.
આમ તો આજે અન્ય તાલની વાત
શરૂ કરવી હતી. ત્યાં અચાનક એફએમ રેડિયો પર મૂકેશજીના કંઠે ગાયેલું એક ગીત
સાંભળ્યું. તરત થયું કે આ લયની વાત કેમ ન કરવી ? જાણકારો સમજી ગયા હશે કે
વાત શેની છે ? પુરાવો નથી, પરંતુ સાંભળેલી વાત છે. રાજ કપૂરે મુંબઇની એક
ફાઇવ સ્ટાર હૉટલમાં કોઇ વિદેશી ધૂન સાંભળી. એ ધૂનનો લય રાજ સાહેબે પોતાના
માનીતા સંગીતકારોને સંભળાવતાં સૂચવ્યું, કુછ ઐસા કરતે હૈં.. થોડોક અણસાર
આપું ? ઝીન્ ચક્ ચક...્, ઝીન્ ચક્ ચક્... ગણગણી જુઓ. આ તાલ પણ દાદરો જ છે.
માત્ર એનો લય અલગ પ્રકારનો છે. પાશ્ચાત્ય સંગીતમાં એ ખૂબ લોકપ્રિય નીવડયો
છે.
રાજ કપૂરે આ સૂચન કર્યું ત્યારે આપણા સૌના આદરણીય ફિલ્મ સર્જક
ઋષીકેશ મુખરજી અનાડી ફિલ્મ બનાવી રહ્યા હતા. આ ફિલ્મ માટે રાજ કપૂરે
સૂચવેલા ઝીન્ ચક્ ચક્... ઝીન્ ચક્ ચક્... લય પર આ બંનેએ એવું અદ્ભુત ગીત
આપ્યું કે ફિલ્મ અનાડીના આ ગીતે એમને પહેલો ફિલ્મ ફેર એવોર્ડ અપાવ્યો. હવે
તમને અચૂક આ ગીત યાદ આવી ગયું હશે.
યસ્સ, 'કિસી કી મુસ્કુરાહટોં પે
હો નિસાર, કિસી કા દર્દ મિલ સકે તો લે ઊઠા, કિસી કે વાસ્તે હો તેરે દિલ
મેં પ્યાર જીના ઇસી કા નામ હૈ...' તમે જૂની અનાડી (૧૯૫૯) ફિલ્મ જોઇ હોય તો
રાજ કપૂરે આ ગીતમાં પોતાની રીતે સીધો સાદો ડાન્સ કરેલો. પાશ્ચાત્ય સંગીતમાં
છ માત્રાનો આ દાદરો વોલ્ટ્ઝના નામે લોકપ્રિય છે. આજે તો યૂરોપના મોટા
ભાગના દેશોમાં આ લય અને એનો ડાન્સ લગભગ ઘરે ઘરે જાણીતો છે.
કેટલાક
વિદ્વાનોના મને શંકર જયકિસને આવો પ્રથમ પ્રયોગ શ્રી ૪૨૦ના મૂડ મૂડ કે ના
દેખ મૂડ મૂડ કે..માં કરેલો. પરંતુ એ ગીતને શાંતિથી સાંભળો તો ખ્યાલ આવશે કે
એ સો ટકા શુદ્ધ વોલ્ટ્ઝ નથી. અનાડીમાંજ શંકર જયકિસને બીજું એક ગીત
વોલ્ટ્ઝમાં આપીને હીરો રાજ કપૂર અને ડાયરેક્ટર ઋષીકેશ મુખરજીને મુગ્ધ કરી
દીધા હતા. એ ગીત એટલે લતાજીના કંઠે ગવાયેલું દિલ કી નજર સે, નજરોં કી દિલ
સે, યે બાત ક્યા હૈ, યે રાઝ ક્યા હૈ, કોઇ હમેં બતા દે...એક ફિલ્મમાં બબ્બે
વોલ્ટ્ઝ અને બંને સુપરહિટ ! સો સો સલામ શંકર જયકિસનને...!
આમ તો આવા
બીજા કેટલાંક ગીતો મળી આવે. પરંતુ અહીં માત્ર છ માત્રાના પાશ્ચાત્ય દાદરાની
એક ઝલક આપવાનો ઉદ્દેશ હતો એેટલે વાતને લંબાવવી નથી. શંકર જયકિસનના
વોલ્ટ્ઝનેા ઔર એક જબરદસ્ત અને ધીંગો દાખલો એટલે આ. ફિલ્મ દિલ અપના ઔર પ્રીત
પરાયીમાં લતાજીના કંઠે ગવાયેલું આ ગીત- 'અજીબ દાસ્તાં હૈ યે, કહાં શુરુ
કહાં ખતમ, યે મંજિલે હૈં કૌન સી, ન વો સમજ શકે ન હમ...' આ ગીતમાં તો
ઓરકેસ્ટ્રેશનમાં પણ બંનેએ કમાલ કરી નાખી છે.
એટલી હદે કે કોઇને એમ જ
લાગે કે કોઇ પાશ્ચાત્ય મેલોડી વાગી રહી છે. ઘણાએ આ બંદિશના મૂળ સુધી
પહોંચવાનો પ્રયાસ કરેલો એવું વી પી સાઠેએ કહ્યાનંુ યાદ છે. વોલ્ટ્ઝનો એક
પ્રયોગ ફિલ્મ કૉલેજ ગર્લમાં પણ આ બંનેએ કરેલો. એ ગીત એટલે 'હમ ઔર તુમ ઔૈર
યે સમા..' તમને આ લયમાં રસ પડયો હોય તો તમે શંકર જયકિસનનાં બીજાં આવાં
ગીતો શોધીને માણી શકો. અહીં માત્ર ઊડતી ઝલક આપી છે.
Comments
Post a Comment