લગભગ
દર બીજે દિવસે અખબારોમાં તસવીરો સહિત પાણી ટંચાઇના અહેવાલ પ્રગટ થતા રહ્યા
છે. પાટણના રણકાંઠાના ડઝનબંધ ગામડાંમાં પીવાના પાણીની રાડ પડી છે.
અખબારોમાં ગામડાંનાં નામ અને તસવીરો સહિત ક્યાં કેટલી હાડમારી છે એેની
વિગતો એકાંતરે પ્રગટ થાય છે.
પાણીના ટેન્કર ફરતે બસો અઢીસો બહેન દીકરીઓનું ટોળું બાલદી-ગાગર સાથે ઊભેલું હોય એવા ફોટો્ગ્રાફ દર વરસે પ્રગટ થાય છે. દેશ આઝાદ થયો ત્યારથી કેટલાંક ગામડાંમાં પાણીની કાયમી તકલીફ હોવાનું આવા અહેવાલોમાં જણાવાયું હોય છે. ઓક્કે. પીવાના પાણીની તકલીફ ગુજરાતની પ્રજાનો પ્રાણ પ્રશ્ન છે એમ સ્વીકારીને આગળ વાત કરીએ.
બોલિવૂડમાં મિસ્ટર પરફેક્શનિસ્ટના હુલામણા નામે જાણીતા આમિર ખાને છેલ્લાં પાંચેક વર્ષથી મહારાષ્ટ્રનાપાણીની ટંચાઇવાળા વિસ્તારોમાં સક્રિય રાહતકાર્ય શરૂ કર્યું છે. એ માટે પાણી ફાઉન્ડેશન નામે સંસ્થા પણ સ્થાપી છે. લેટેસ્ટ રિપોર્ટ મુજબ એણે દોઢસોથી બસો તાલુકાની પાણીની ટંચાઇ 'મોટે ભાગે' દૂર કરી છે.
કેવી રીતે દૂર કરી ? ગ્રામજનોનેા જ સહકાર લીધો. જે જે ગામમાં પીવાના પાણીની તકલીફ હતી ત્યાં પહેલાં ટંચાઇનાં કારણો શોધી કાઢ્યાં. પછી નિષ્ણાત એંજિનિયરોની મદદ લીધી. જે કૂવા તળાવ વરસોથી સાફ નહોતાં થયાં એ સાફ કરાવ્યાં. એ માટે ગાંઠનું ગોપીચંદન પણ કર્યું.
કૂવાનાં તળ ઊંડાં કરાવ્યાં. નાનકડા નાનકડા બંધો બંધાવ્યાં. જ્યાં જરૂર હતી ત્યાં નવાં તળાવ-સરોવર ખોદાવ્યાં અને બધુંજ પાણી ભૂગર્ભમાં શોષાઇ ન જાય એટલા માટે આ તળાવ-સરોવરના તળિયે ખાસ પ્રકારનું પુરાણ કરાવ્યું. મધ્યમ કક્ષાના કે નબળા ચોમાસામાં પણ આ તળાવ-સરોવરો ભરાઇ ગયાં ત્યારે ગ્રામ પંચાયતની મદદથી ખેડૂુતો માટે, દૂધાળાં ઢોરના અવેડા માટે.
અને ગ્રામજનોને પીવા તથા ઘરકામ માટે પૂરતું પાણી મળી રહે એવી વ્યવસ્થા ગોઠવી. પોતાના આ કાર્યમાં સ્થાનિક આગેવાનો અને વેપારી ઉદ્યોગપતિની મદદ પણ મેળવી. 'સાથી હાથ બઢાના સાથી રે, એક અકેલા થક જાયેગી મિલકર બોજ ઊઠાના...' શૈલીથી ઉમદા સામાજિક કાર્ય કરી બતાવ્યું.
વાત ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોના કલાકારોને કરવી છે. આમિર જે કામ મહારાષ્ટ્રમાં કરી શક્યો એ તમારામાંના કોઇ ગુજરાતના નપાણિયા વિસ્તારોમાં ન કરી શકે ? ઘણા ગુજરાતી નાટય અને ફિલ્મ કલાકારો ઘેર ઘેર જાણીતા છે, લોકપ્રિય છે. પોતાનાં ભાંડરડાં માટે થોડો સમય-શક્તિ અને સંપત્તિ ખર્ચી ન શકે ? વાત વિચારવાની છે.
જે સમાજમાં આપણે રહીએ છીએ, જે સમાજે આપણને કામિયાબી અને નામ-દામ આપ્યાં છે એ સમાજ માટે થોડું કરી છૂટીએ તો કેમ ? વિચારજો. તમે પણ ક્યારેક પાણીની ટંચાઇનો અનુભવ કર્યો હશે. બેશક, કાન્તિકાકા શ્રોફ અને સ્વાધ્યાય પરિવાર જેવી કેટલીક સંસ્થાઓ આ દિશામાં સક્રિય છે જ. આ કાર્યમાં કલાકારો ભળે તો કદાચ વધુ સારું પરિણામ આવી શકે. આમિર ખાનના અનુભવ પરથી આ વાત સમજી શકાય છે.
ગુજરાતી રંગભૂમિ અને ફિલ્મોદ્યોગમાં પણ ધુરંધર કલાકારો છે. ડાયરા ગજાવતા લોકગાયકો છે જેમના માથા પર સેંકડો રૂપિયા ઊછાળવામાં આવે છે. આવા થોડા કલાકારો ભેગા થઇને કમર કસે તો ગુજરાતની પીવાના પાણીની સમસ્યા દૂર કરવામાં નિમિત્ત બની શકે. પોલિટિશ્યનોને દૂર રાખવા હોય તો પણ વાંધો નહીં.
બધી સમસ્યાના નિરાકરણ માટે સરકાર પર ભરોસો રાખીને બેસવાને બદલે સ્થાનિક વેપારી મંડળ કે ઉદ્યોગપતિની મદદ લઇને આ દિશામાં આગળ વધી શકાય. જરૂર છે માત્ર દ્રઢ સંકલ્પની. કામ શરૂ થાય અને સ્થાનિક લોકોને વિશ્વાસ બેસે પછી અનેક લોકો મદદ કરવા સામેથી આવશે. છે કોઇ ગુજરાતનો કલાકાર જે આમિર ખાનની જેમ બીડું ઝડપે કે હું ગુજરાતના પાણીની ટંચાઇવાળા વિસ્તારોમાં શ્રમદાન-સમયદાન કરવા તૈયાર છું.
ખરેખર તો આ કામ ઉનાળો શરૂ થાય એ પહેલાં કરી દેવાની જરૂર હોય છે. ચૈતર વૈશાખના દિવસોમાં પાણીની ખેંચ આમે ય વધારે હોય છે. જાગ્યા ત્યાંથી સવાર કરીએ તો કેમ ! મૂર્ધન્ય કવિ ઉમાશંકર જોશીની પંક્તિ ટાંકું તો દેશ તો આઝાદ થાતાં થઇ ગયો, તેં શું કર્યું ?
T

Comments
Post a Comment