'કહની હૈ ઇક બાત હમેં ઇસ દેશ કે પહરેદારોં સે, સમ્હલ કે રહના અપને ઘર મેં છીપે હુએ ગદ્દારોં સે...' (ફિલ્મ તલાક, 1959, ગીતકાર
પ્રદીપજી, સંગીતકાર સી રામચંદ્ર) અને 'હમ
લાયે હૈં તુફાન સે કશ્તી નિકાલ કે, ઇસ દેશ કો રખના મેરે
બચ્ચોં સમ્હાલ કે...' (ફિલ્મ જાગૃતિ 1954-55 ગીતકાર પ્રદીપજી,
સંગીતકાર હેમંત કુમાર)... કવિતા અને સાહિત્યની વાત કરતાં ઘણું કરીને
પ્રાચીન ગ્રંથકાર મમ્મટે કવિને આર્ષદ્રષ્ટા એટલે કે ભવિષ્યને જોઇ શકનારો કહ્યો છે.
અહીં રજૂ કરેલાં બંને ગીતો ફિલ્મો માટે લખાયેલાં છે. પોતાને શિક્ષિત અને સંસ્કારી સમજતા ઘણા મહાનુભાવો ફિલ્મગીતોને 'હલકાં' સમજે છે. પરંતુ અહીં રજૂ થયેલાં બંને ગીતોના શબ્દો મમળાવોે. શક્ય હોય તો યુ ટયુબ કે ગાના ડૉટ કોમ પર આ બંને ગીતો સાંભળો. મમ્મટે કરેલી કવિની વ્યાખ્યા એકસો ટકા સાચી પડેલી લાગશે.
અહીં રજૂ કરેલાં બંને ગીતો ફિલ્મો માટે લખાયેલાં છે. પોતાને શિક્ષિત અને સંસ્કારી સમજતા ઘણા મહાનુભાવો ફિલ્મગીતોને 'હલકાં' સમજે છે. પરંતુ અહીં રજૂ થયેલાં બંને ગીતોના શબ્દો મમળાવોે. શક્ય હોય તો યુ ટયુબ કે ગાના ડૉટ કોમ પર આ બંને ગીતો સાંભળો. મમ્મટે કરેલી કવિની વ્યાખ્યા એકસો ટકા સાચી પડેલી લાગશે.
આ જ ગીતકાર પ્રદીપજીએ સી રામચંદ્રના
સ્વર-નિયોજનમાં લતાજીના કંઠે ગવાયેલું ચિરંજીવ ગીત 'અય મેરે વતન કે
લોગો...' પણ આપ્યું છે. અધ્યાત્મની ભાષામાં પૂછીએ, આ ગીતકારની કુંડલિની જાગૃત થઇ ગઇ હશે ? છેક 1958-59માં પ્રદીપજીએ લખેલું, 'સમ્હલ કે રહના અપને ઘર મેં
છીપે હુએ ગદ્દારોં સે...' ફિલ્મી વાતાવરણ વચ્ચે રહીનેય
ગીતકાર (જમ્મુ કશ્મીરનાં) ભાવિ દ્રશ્યોને પોતાના કલ્પના ચક્ષુ સમક્ષ જોઇ શકેલા.
છેલ્લાં લગભગ પાંચ સાત વર્ષથી ભારતીય લશ્કરના વડા સતત કહેતા રહ્યા છે કે સ્લીપર
સેલ અર્થાત્ આતંકવાદીઓને આશ્રય આપનાર સામે પગલાં લેવાની છૂટ લશ્કરને આપો.... કોઇ
અકળ કારણસર એ વિનંતી સ્વીકારાતી નથી.
પુલવામા હુમલો, એ પછીની એર સ્ટ્રાઇક
અને પાઇલટ અભિનંદન વર્ધમાન કાંડ. હવે એક વાત કહ્યા વિના ચાલે એમ નથી. 'અય મેરે વતન કે લોગોં ...' ગીત ૧૯૬૨માં ભારત-ચીન
યુદ્ધ પછી રચાયું હતું. એજ દિવસોમાં આપણા ગરવા ગુજરાતી ગીતકાર સંગીતકાર અવિનાશ
વ્યાસે પણ એક સરસ ગીત રચ્યું હતું જે હજ્જારો બાળકોએ ગાયું હતું. એ ગીત આજે આપણે
સૌએ યાદ કરવા જેવું છે.
પુલવામા, એર સ્ટ્રાઇક અને અભિનંદન કાંડ વખતે આપણે જે એકતા, સંગઠિતતા, આક્રોશ અને પુણ્યપ્રકોપ દાખવ્યો એ કાયમ રહેવો જોઇએ. અવિનાશભાઇએ લખેલું 'ખભે ખભા મિલાવીને, જંગમાં ઝુકાવીને, માદર વતનને કાજ જંગમાં ખપી જજો, તૈયાર થઇ જજો, ન્યાત જાત ભાત તારી કોઇ પણ હજો...'
પુલવામા, એર સ્ટ્રાઇક અને અભિનંદન કાંડ વખતે આપણે જે એકતા, સંગઠિતતા, આક્રોશ અને પુણ્યપ્રકોપ દાખવ્યો એ કાયમ રહેવો જોઇએ. અવિનાશભાઇએ લખેલું 'ખભે ખભા મિલાવીને, જંગમાં ઝુકાવીને, માદર વતનને કાજ જંગમાં ખપી જજો, તૈયાર થઇ જજો, ન્યાત જાત ભાત તારી કોઇ પણ હજો...'
તાજેતરમાં અહીંથી લખેલું કે ન્યાતજાતના ભેદ ભૂલીને સંગઠિત થઇને રહેવાનો સમય પાકી ગયો છે... મહાભારતમાં પણ આવો એક પ્રેરક પ્રસંગ છે. દુર્યોધન અને એના સાથીદારો કોઇ દૈવી પરિબળો સાથે લડી પડે છે ત્યારે એને મદદ કરવાની ના પાડનારા પોતાના ભાઇઓને યુધિષ્ઠિર કહે છે, આપણી વચ્ચે અંદર અંદર ગમે તેટલા મતભેદો હોય, બહારના શત્રુ સામે આપણે એકસો ને પાંચ છીએ...
યુધિષ્ઠિરના એ શબ્દોને આજે ટાંકીએ તો બહારના શત્રુઓ સામે આપણે એકસો ત્રીસ કરોડ છીએ. અત્યારે અંદરોઅંદરના મતભેદો ભૂલી જઇને ખભે ખભા મિલાવીને જંગ જીતવાનો સમય છે... ઉત્તિષ્ઠ, જાગ્રતઃ સ્વામી વિવેકાનંદે કહેલું, ઊઠો, જાગો... એ શબ્દો યાદ કરીને હાલ પ્રવર્તતા આક્રોશ અને સંગઠન વૃત્તિને કાયમી કરી દેવાની આ સુવર્ણ પળ છે.
ઘરના ગદ્દારો સામે આંખમાં તેલ આંજીને ચેતતા
રહેવાની જરૃર છે. માત્ર પાંચ પંદર રૃપિયા માટે સિક્યોરિટી દળોને પથ્થર મારતા
કહેવાતા 'ગૂમરાહ' કશ્મીરી ટીનેજર્સને પથ્થરનો જવાબ પથ્થરથી
આપવાની તાતી જરૃર છે. આ લોકો હવે ગૂમરાહ રહ્યા નથી. પૈસા માટે યોજનાપૂર્વક
સિક્યોરિટી પર હુમલા કરે છે અને શત્રુ દેશના આતંકવાદીઓને પોતાના ઘરમાં પનાહ આપે
છે. એ બેશરમ ગદ્દારી છે. અથવા કહો કે ગદ્દારીની પણ પરાકાષ્ઠા છે. એમને એમની જ
ભાષામાં જવાબ આપવાની જરૃર છે. પાંચ પાંચ દાયકાથી આપણે આ લોકોને પહેલા ખોળાના
દીકરાની જેમ રાખ્યા છે. હવે બહુ થયું. ઇનફ ઇઝ ઇનફ. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો વીરા...
ખૂબ સરસ રીતે લખાયું છે. આજની સ્થિતિ વિશે.....
ReplyDelete