ફિલ્મ સંગીત વિશેનાં મારાં બે પુસ્તકોનું વિશ્વવિખ્યાત કલાકારો દ્વારા લોકાર્પણ


(In Picture From Left: Saroj Popat, Ajit popat, Pandit Rajan Mishra,  Pandit Sajan Mishra, Pandit Kumar Bose, Manjuben Mehta, Pandit Shambhunath Mishra)

નમસ્કાર દોસ્તો, આજે મારા આનંદમાં તમને સૌને સહભાગી કરવા છે. મનુષ્યજીવનમાં ક્યારેક બે ચાર પળો એવી આવી જાય છેે જે સદાને માટેે યાદગાર બની રહે. અગાઉ મેં તમને મારા આવી રહેલાં બે નવાં પુસ્તકો યાદ પિયા કી આયે અને કુછ યાદ ઇન્હેં ભી કર લોની વાત કરી હતી.

બંને પુસ્તકો આવી ગયાં. હાલ અમદાવાદમાં જગપ્રસિદ્ધ સપ્તક સંગીત સંસ્થાનો 39મો સંગીત સમારોહ ચાલી રહ્યો છે. એમાં બનારસ ઘરાનાના દિગ્ગજ ગાયકો પદ્મભૂષણ પંડિતરાજન મિશ્રા અને પંડિત સાજન મિશ્રા પણ પધાર્યા છે. 


મારાં બંને પુસ્તકોનો લોકાર્પણ વિધિ ગયા રવિવારે 6 જાન્યુઆરીએ મધરાત્રે પંડિત રાજન સાજન મિશ્રાના વરદ હસ્તે થયો એ પ્રસંગની તસવીર અહીં પ્રસ્તુ કરી છે. તસવીરમાં ડાબેથી મારી પત્ની સંગીત વિશારદ સરોજ, હું પોતે, પંડિત રાજન મિશ્રા, પંડિત સાજન મિશ્રા, જગવિખ્યાત તબલાવાદક પંડિત કુમાર બોઝ, સપ્તકના સહ-સ્થાપક અને વિખ્યાત સિતારવાદક મંજુબહેન મહેતા તથા હાર્મોનિયમ વાદક પંડિત શંભુનાથ મિશ્રા નજરે પડે છે. 


આ સોનેરી ક્ષણોને ચિત્રલેખાના ફોટોગ્રાફર દોસ્ત પ્રજ્ઞેશ વ્યાસે કેમેરાાં મઢી લીધી હતી. મારા પુસ્તકોનાં લોકાર્પણને યાદગાર બનાવવામાં નિમિત્ત બનેલા પંડિત રાજન-સાજન મિશ્રાના શાગીર્દ અને ગુજરાત યુનિવર્સિટીના લલિત કલા વિભાગ ઉપાસનાના ડાયરેક્ટર ડૉક્ટર વિરાજ બહેન ભટ્ટ, સપ્તકના સર્વ હોદ્દેદારો મંજુૂબહેન, પ્રફુલભાઇ, હેતલબહેન, સંદીપભાઇ અને અન્યોનો આ સ્થળેથી હૂું જાહેરમાં આભાર માનું છું. આવોજ પ્રેમ સદા રાખજો...

Comments