યાદ પિયા કી આયે અને કુછ યાદ ઇન્હેં ભી કરલો- મારાં નવાં પુસ્તકોના ટાઇટલ્સ પ્રસ્તુ છે

નમસ્કાર દોસ્તો, થોડીક વહેલી એટલે કે લગભગ દોઢ બે મહિના પહેલાં મેં એક જાહેરાત કરી હતી જેને મારા તમામ સંગીતપ્રેમી દોસ્તોઅે અને ફેસબુકના ફ્રેન્ડઝે ઉમળકાભેર આવકારી હતી.

આજે એ જાહેરાતના સમર્થનમાં તમારી સમક્ષ અત્યંત નમ્રતાપૂર્વક બંને પુસ્તકોનાં ટાઇટલ્સ રજૂ કરું છું. થેંક્સ. બંને પુસ્તકોની વિગત હું પહેલાં આપ સૌને જણાવી ગયો છું એટલે ટૂંકમાં કહું છું.

પહેલું પુસ્તક 'યાદ પિયા કી આયે' ઉપશાસ્ત્રીય સંગીતના એક અત્યંત લોકપ્રિય અંગ ઠુમરી પર આધારિત યાદગાર ગીતોનું છે અને બીજું પુસ્તક પરદા પાછળ રહીને પોતપોતાનાં વાજિંત્રો દ્વારા ગીતોને યાદગાર બનાવનારા કસબીઓને લગતું છે. એેનું ટાઇટલ છે 'કુછ યાદ ઇન્હેં ભી કર લો'.

એ ટાઇટલને પ્લીઝ, જરા ધ્યાનથી જોજો. રાજ કપૂરની ફિલ્મ આવારાથી શરૃ કરીને અત્યાર સુધીમાં હજારો ગીતાેમાં રિધમિસ્ટ તરીકે પ્રદાન કરનારા બરજોર 'બીઝી' લોર્ડથી માંડીને સાઇડ રિધમના બાદશાહ સદ્ગત હોમી મુલ્લા, ખુદ લતાજી જેની સિતારના ચાહક રહ્યાં છે એ જયરામ પટેલ, અડધો ડઝન સંગીતકારોના સહાયક રહી ચૂકેલા મનોહારી સિંઘ અને આજે 82 વર્ષની વયે પણ સક્રિય એવા મેંડોલીન તથા સરોદ સમ્રાટ કિશોર દેસાઇ ટાઇટલ પર છે.

પ્રવીણ પ્રકાશનના સંચાલકોએ કિશોરભાઇ સાથે લેખકને પણ કવર પર ચમકાવી દીધા છે. થેંક્સ ગોપાલભાઇ, મિહિરભાઇ... આ બંને કવર બનાવનારા પ્રવીણ પ્રકાશનના આર્ટ ડાયરેક્ટર મીતેશભાઇને લાખ લાખ સલામ...

Comments