સિનેમેજિક - અજિત પોપટ
cine-magic-21-september-2018
અંગ્રેજીમાં એક લોકોક્તિ છે- ફર્સ્ટ ઇમ્પ્રેસન ઇઝ લાસ્ટ ઇમ્પ્રેસન... જરા કલ્પના કરવા જેવી છે. છેક ૧૯૪૦ સુધી જવું પડે. રાજ કપૂર અને દિલીપ કુમારને પહેલી અને છેલ્લી વાર સાથે ચમકાવતી મહેબૂબ ખાનની ફિલ્મ અંદાજ, જયરાજ અને સુલોચના ચેટર્જીને સાથે ચમકાવતી જે પી અડવાણીની ફિલ્મ લાડલી, કરણ દિવાન અને નરગિસન ચમકાવતી ફિલ્મ લાહોર...આ ત્રણે ફિલ્મોમાં અનુક્રમે સંગીતકાર નૌશાદ, અનિલ વિશ્વાસ અને માસ્ટર ગુલામ હૈદરનું સંગીત હતું.
ત્રણે એ સમયે ટોચના સંગીતકાર તરીકે ગણાતા હતા. અંદાજનાં ગીતો તો આજેય ધૂમ મચાવે એવાં બન્યાં હતાં. એમ તો લાહોરનંુ લતાજીએ ગાયેલું બહારેં ફિર ભી આયેગી મગર હમતુમ જુદા હોંગે, ફિઝાયે ફિર ભી આયેગી મગર હમ તુમ જુદા હોંગે...ગીત પણ ગાજતું હતું. લાડલીનાં ગીતો પણ લોકપ્રિય થયાં હતાં.
આ બધાંની વચ્ચે સાવ નવોદિત કહેવાય એવી જોડી હુશ્નલાલ ભગતરામનું એેક ગીત પણ ખૂબ ખૂબ ગૂંજ્યું અને ગાજ્યું. ફિલ્મ બડી બહનનું એ ગીત ચૂપ ચૂપ ખડે હો જરૂર કોઇ બાત હૈ, પહલી મુલાકાત હૈ જી પહલી મુલાકાત હૈ... આમ તો આ ફિલ્મનાં લગભગ-યસ, લગભગ બધાં ગીતો મીઠ્ઠાં હતાં. પરંતુ ચૂપ ચૂપ ખડે હો... વધુ ગૂંજ્યું. ફરી થોડી વાત તાજી કરી લઇએ.
પંડિત દિલીપ ચંદ બેદીજી અને મોટાભાઇ પંડિત અમરનાથ કને લીધેલી સંગીતની તાલીમ ઉપરાંત હુશ્નલાલે પતિયાલાના ઉસ્તાદ બશીર ખાન સાહેબ પાસે વાયોલિન વાદનની તાલીમ લીધેલી. આ એક સમજવા જેવી વાત છે. શ્રીમતી એન રાજમ કર્ણાટક સંગીતની શૈલીથી વાયોલિન વગાડતાં હતાં. પંડિત ઓમકારનાથ ઠાકુર પાસે તાલીમ લીધી અને એમનું વાયોલિન ગાતું થઇ ગયું.
એવુંજ શ્રીમતી રાજમની ભાણેજ કલા રામનાથની બાબતમાં બન્યું. કલા કર્ણાટક સંગીત પોતાના પિતા પાસે શીખી હતી. સંગીત માર્તંડ પંડિત જસરાજજીની શિષ્યા બની અને એના વાયોલિનવાદનમાં નવો રંગ પૂરાયો. એનું વાયોલિન ગાતું થઇ ગયું. હુશ્નલાલ ભગતરામનાં એકાદ બે ગીતો યાદ કરો તો વાયોલિનનો જાદુ યાદ આવી જાય ખરો. દાખલા તરીકે લૂટ ગયી ઉમ્મીદોં કી દુનિયા (ફિલ્મ જલતરંગ) અને મેરા દિલદાર ન મિલાયા (ફિલ્મ શમા પરવાના).
આ મુદ્દો ગળે ઊતરે તો સમજાઇ જાય કે હુશ્નલાલ ભગતરામનાં સંગીતમાં વચ્ચે વચ્ચે વાયોલિનના નાના નાના ટુકડા વાગે છે એ ગીતને કેવું માધુર્ય બક્ષી દે છે... આ અંગે વિગતે વાત કરવા પહેલાં બંને ભાઇઓના આરંભની વાત કરી દઇએ. ૧૯૪૪માં રજૂ થયેલી ફિલ્મ ચાંદથી આ બંને સ્વતંત્ર સંગીતકાર બન્યા. પહેલી ફિલ્મથી જ વાયોલિન, હાર્મોનિયમ, ઢોલક, સારંગી, હવાઇન ગિટાર અને તબલાં દરેક ગીતમાં તાજગી ભરી દેતાં હતાં. ગીતોમાં એક તરફ પંજાબી ફૉક અને બીજી બાજુ શાસ્ત્રીય સંગીતના સ્પર્શનો અહેસાસ થતો.
સી રામચંદ્ર માટે જે અનિવાર્યતા લતાજીની હતી, ઓ પી નય્યર માટે જે અનિવાર્યતા ક્રમશ: શમસાદ બેગમ, ગીતા રૉય-દત્ત અને આશા ભોંસલેની હતી એ જ રીતે હુશ્નલાલ ભગતરામ માટે પણ કારકિર્દીના ઉદય ટાણે લતાજી, સુરૈયા, મીના કપૂર, વગેરે અનિવાર્ય બની રહેલાં. લતાજીએ ગાયેલાં ગીતો જેવોજ જાદુઇ સ્પર્શ તમને સુરૈયાનાં ગીતોમાં પણ અનુભવવા મળે.
પુરુષ ગાયકોમાં તલત મહેમૂદ મુહમ્મદ રફી, મૂકેશ, જી એમ દુર્રાની અને કિશોર કુમારનો કંઠ વધુ વાપર્યો એમ કહી શકાય. આ દરેક ગાયકનાં એક બે યાદગાર બનેલાં ગીત હુશ્નલાલ ભગતરામનાં હોઇ શકે. કમી પ્રતિભાની નહોતી, કમી પુરુષાર્થની પણ નહોતી. કમી હતી તકદીરના સાથની. કારકિર્દી જેટલી ઝડપે ઊંચે ચડી, કદાચ એટલીજ સ્પીડે નોઝ ડાઇવ પણ કરતી ગઇ.
એક નાનકડા દાખલાથી આજનો એપિસોડ પૂરો કરીએ. એક સમયે શંકર રઘુવંશી આ લોકો સાથે સાજિંદા તરીકે કામ કરતો. બંનેની કામ કરવાની પદ્ધતિ શંકરને ગમતી પણ ખરી. પરંતુ એ સમયની વાટ જોઇ રહ્યો હતો. પાછળથી એક સમય એવો આવ્યો જ્યારે હુશ્નલાલે શંકર જયકિસન માટે વાયોલિન વગાડવા જવું પડયું.
એ એની કારકિર્દીનો ઉત્તરાર્ધ હતો. આવુંજ સંગીતકાર નૌશાદે એક પ્રસંગનું નોંધ્યું છે. ફિલ્મ મધર ઇન્ડિયાના એક ગીતમાં મુખ્ય ગાયિકા સાથે કોરસની જરૂર હતી. કોરસમાં એક પ્રૌઢ મહિલા પણ હતી જેને સંગીતકાર નૌશાદ સાહેબે રાજકુમારી તરીકે ઓળખી કાઢ્યાં હતાં. એક સમય હતો જ્યારે ગાયિકા અભિનેત્રી રાજકુમારીના આંગણે અડધો ડઝન વિદેશી કાર ઊભી રહેતી. છેલ્લે કોરસમાં ગાઇને દિવસો વ્યતીત કરવાનાં આવ્યા હતા.(ક્રમશ:)

Comments
Post a Comment