સિનેમેજિક - અજિત પોપટ
27 જુલાઇ 2018
આજે જુલાઇ માસનો છેલ્લો શુક્રવાર એટલે તમે જાણો છો એમ ટીનેજર્સને ગમે એવા સંગીતકારની વાતો કરવાની છે. કોપી માસ્ટર કહો કે ઊઠાંતરીકાર કહો, તફડંચીકાર કહો કે બીજા કોઇ પણ નામે વખોડો. એક વાત તો સ્વીકારવી રહી કે પ્રીતમ છેલ્લાં અઢાર વર્ષથી સતત સંગીત પીરસતો રહ્યો છે અને હજુ પીરસી રહ્યો છે. ટોચના ફિલ્મ સર્જકો તેમજ ટોચના કલાકારો સાથે સતત કામ કરતો રહ્યો છે.
તાજેતરમાં સુપરહિટ નીવડેલી સુપર સ્ટાર સલમાન ખાનની રેસ થ્રીમાં પણ પ્રીતમ સંગીતકાર હતો. એ આર રહેમાન પછી આજના સંગીતકારોમાં સૌથી વધુ ટકી ગયો હોય અને હિટ ગીતો આપ્યાં હોય એવો એ સંગીતકાર છે. આ મુદ્દો સ્વીકારી લઇએ તો એક વાત સ્પષ્ટ થઇ જાય છે કે પ્રીતમ ટીનેજર્સને ગમે એવું સંગીત પીરસી રહ્યો છે. હવેના બે ત્રણ એપિસોડમાં એનાં લેટેસ્ટ ગીતો લીધાં બાદ આપણે એને વિદાય આપીશું.
નિર્માતા ગુરુ દત્ત અને નિર્દેશક રાજ ખોસલાની ફિલ્મ સીઆઇડીમાં દેવ આનંદ અને શકીલા ચમક્યાં હતાં. એમાં કોમેડિયન જ્હૉની વૉકર પર એક ગીત ફિલ્માવાયું હતું- 'અય દિલ હૈ મુશ્કિલ, જીના યહાં જરા હટ કે જરા બચ કે યે હૈ બોમ્બે મેરી જાં...' છેલ્લાં થોડાં વરસોથી ફિલ્મોના સારા ટાઇટલ્સ ન મળતાં આવાં હિટ ગીતોના ટાઇટલ્સ બનાવાય છે. ટોચના ફિલ્મ સર્જક કરણ જોહરે ૨૦૧૬માં એક ફિલ્મ બનાવેલી 'અય દિલ હૈ મુશ્કિલ.'
એમાં અમિતાભ ભટ્ટાચાર્યનાં ગીતો અને પ્રીતમનું સંગીત હતું. આ ફિલ્મના એક ગીતમંા પ્રીતમે પંજાબી ગાયક અરિજિત સિંઘ સાથે એક ગીત ગાયું હતું. આ ગીતનું સ્વરનિયોજન પણ પ્રીતમનું હતું એ કહેવાની ભાગ્યેજ જરૃર છે. આ ગીતમાં પંજાબી ફૉકની અસર સાથે એક સરસ પ્રયોગ થયો હતો. એ પ્રીતમે પોતે કરેલો કે અરિજિતનું સૂચન હતું એ સ્પષ્ટ થયું નથી. પણ ચન્ના મેરૈયા શબ્દોનો અર્થ સ્પષ્ટ કરવામાં આવ્યો ત્યારે સમજાયું કે આ શબ્દો માત્ર શાબ્દિક સૌંદર્ય દેખાડવા વપરાયા નથી. એનો ગૂઢાર્થ છે.
એકપક્ષી પ્રેમમાં ઘેલો થયેલો યુવક પ્રણયભગ્ન થઇ જાય ત્યારે જે ભાવ એના શબ્દોમાં રજૂ થાય એ આ ગીતમાં પ્રીતમ ઉપસાવી શક્યો હતો અને કરણ જોહર પોતાને જોઇતું કામ એની પાસે લઇ શક્યો હતો એમ કહી શકાય. ચન્ના મેરૈયા એટલે આત્માનો ઉજાસ. ગીતના અન્ય શબ્દો પરથી આ વાત સ્પષ્ટ થશે- 'અંધેરા તેરા મૈંને લે લિયા, મેરા ઊજલા સિતારા તેરે નામ કિયા...' આ ગીત હૃદયસ્પર્શી બન્યું હતું અને હિટ પણ ગણાયું હતું.
જો કે એનો યશ મોટે ભાગે શબ્દોને અપાયો હતો. ગીત સાંભળનાર ઘણા ચાહકો રડી પડયા હતા તો ઘણા દર્શકો ગમગીન થઇ જતા હતા. એટલા પૂરતો યશ પ્રીતમના સંગીતને પણ આપવો રહ્યો. પરદા પર આ ગીત રણબીર કપૂર પર ફિલ્માવાયું અને એ હિસ્સો માત્ર રણબીર કપૂરના ચાહકોેેનેજ નહીં પણ સરેરાશ દર્શકને પણ ગમ્યું હતું.
આ ગીત સાથે ઔર એક ગીતની વાત કરવી છે. આ ગીત ૨૦૧૩માં રજૂ થયેલી સૈફ અલી ખાન, જ્હૉન અબ્રાહમ, અનિલ કપૂર અને દીપિકા પાદુકોણને મુખ્ય રોલમાં ચમકાવતી ફિલ્મ રેસ ટુનું છે. ગીતો મયૂર પુરીનાં હતાં અને સંગીત પ્રીતમનું હતું. આ ગીત બેની દયાલ અને શાલ્મલી ખોલગડેએ ગાયેલા આ ગીતના શબ્દો હતા મુઝે તો તેરી લત લગ ગઇ... (મને તારી ટેવ પડી ગઇ). સોશ્યલ મિડિયા પર આ ગીતને ૧૧ કરોડ ૪૦ લાખ લાઇક મળી હતી.
આ ગીતની સફળતા માટે વધુ યશ શાલ્મલીને આપી શકીએ. ૨૦૧૨માં ઇશકઝાદેંથી પ્લેબેક સિંગર બનેલી શાલ્મલીને યહ જવાની હૈ દિવાનીના બલમ પિચકારી ગીતે વધુ યશ આપ્યો. ફિલ્મ ફેર એવોર્ડનું નોમિનેશન પણ મળ્યું.
રસપ્રદ વાત એ છે કે અય દિલ હૈ મુશ્કિલ માટે પણ પ્રીતમને કોપીકેટ કહેનારા ઘણા હતા. સોશ્યલ મિડિયા પર પ્રીતમની ટીકા કરનારા કેટલાક લોકોએ અય દિલ હૈ મુશ્કિલ અને રેસ ટુનાં ગીતોને પણ અહીં તહીંથી ઊઠાવેલા ગણાવ્યા હતા. કેટલાક ઉત્સાહીઓએ તો મૂળ વિદેશી ગીતની ઓડિયો ક્લીપ પણ મૂકી હતી. પરંતુ અહીં એક વાત નોંધવા જેવી છે. અંગ્રેજીમાં કહે છે કે નથીંગ સક્સીડ લાઇક સક્સેસ. ગુજરાતીમાં કહીએે તો ફાવ્યું વખણાય.
જ્યાં આખેઆખી ફિલ્મ અન્ય ભાષાની હિટ ફિલ્મ પરથી હિન્દી રૃપાંતર તરીકે રજૂ થતી હોય તો પ્રીતમને એકલાને શી રીતે જવાબદાર ઠરાવવો ? હવે તો ફિલ્મ સર્જકો પણ ચાલાક થઇ ગયા છે. પહેલેથી કહી દે છે કે અમારી આ ફિલ્મ ફલાણી વિદેશી હિટ ફિલ્મની હિન્દી રિમેક છે. કેટલાક વળી એવું પણ કહી દે છે કે અમે ઓરિજિનલ ફિલ્મના રાઇટ્સ મેળવી લીધા છે. આવા સંજોગોમાં આપણે માત્ર એટલું કહી શકીએ કે યુવાન પેઢીને ગમે એવું સંગીત પ્રીતમ પીરસે છે. ધેટ્સ ઓલ.

Comments
Post a Comment