ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
ગયા સપ્તાહના વીક એેન્ડમાં કર્ણાટકમાં જે કંઇ બન્યું એ સમગ્ર વિશ્વમાં ભારતીય લોકશાહીને હાંસીપાત્ર બનાવે એવું હતું. એના વિશે ઘણું લખાયું અને હજુય લખાઇ રહ્યું છે.
વ્યવસાયે ધારાશાસ્ત્રી એવા ભૂતપૂર્વ નાણાં પ્રધાન ચિદંબરમે પણ કર્ણાટકની ઘટનાનું પોસ્ટમોર્ટમ કરતો લેખ લખ્યો. ભૂલ રાજ્યપાલ બનેલા વજુભાઇ વાળાની હતી કે આત્મવિશ્વાસના અતિરેકમાં રાચતા અમિત શાહની હતી કે પછી યેદીયુરપ્પા જેવા સ્થાનિક નેતાઓએ દાખવેલી અધીરાઇ નિમિત્ત બની ગઇ એની ચર્ચા લાંબો સમય ચાલશે.
ટેક્નિકલ બાબતમાં ન પડીએ તોય વધુ આઘાતજનક વાત એ બની કે આમાં સુપ્રીમ કોર્ટને વચ્ચે લાવવામાં આવી. ગટરગંદા રાજકારણમાં આળોટતા પોલિટિશ્યનો પોતાની કારી ન ફાવે ત્યારે અર્ધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવે એ કેવું ?
હજુ તો માત્ર દસ દિવસ પહેલાં આ જ કોંગ્રેસ પક્ષે દેશના સર્વોચ્ચ ન્યાયમૂર્તિને ઠપકો આપવાની ઇમ્પીચમેન્ટ દરખાસ્ત રજૂ કરી હતી. સંજોગોએ એવી લપડાક મારી કે આ જ કોંગ્રેસ પક્ષે અડધી રાત્રે સુપ્રીમ કોર્ટના દરવાજા ખખડાવવા પડયા.

આવું પહેલીવાર નથી બન્યું. કટોકટી ટાણે (૨૫મી જૂન, ૧૯૭૫થી ૧૯૭૭ના પૂર્વાર્ધ સુધી) કોંગ્રેસીઓ ઝાલ્યા ઝલાતા નહોતા. વિદ્યા ચરણ શુક્લ નામના એક કોંગ્રેસી (જે એ દિવસોમાં માહિતી પ્રસારણ ખાતાના પ્રધાન હતા) એ તો અભિનેત્રી રેખાને દિલ્હી આવીને પોતાનું મનોરંજન કરવાના ફતવા બહાર પાડેલા. કિશોર કુમાર જેવાને દિલ્હી બોલાવીને ગીતો સંભળાવવાના ફતવા બહાર પાડેલા.
જો કે બંનેમાંથી કોઇએ વિદ્યા ચરણને ઓબ્લાઇજ નહોતા કર્યા. પરિણામે આકાશવાણી અને દૂરદર્શન પર કિશોરકુમારનાં ગીતો પર પ્રતિબંધ લાદ્યો હતો. અને હા, આજના રાહુલ ગાંધી તો કોઇ વિસાતમાં નથી.
ઇંદિરાજીના નાના પુત્ર સંજય ગાંધી બંધારણ-બાહ્ય મેગા-સત્તાધીશ બની ગયા હતા અને પરિવાર નિયોજનના નામે ઉત્તર ભારતમાં સંખ્યાબંધ અપરિણિતોની પણ નસબંધી કરી નાખી હતી.
ઇંદિરાજીના નાના પુત્ર સંજય ગાંધી બંધારણ-બાહ્ય મેગા-સત્તાધીશ બની ગયા હતા અને પરિવાર નિયોજનના નામે ઉત્તર ભારતમાં સંખ્યાબંધ અપરિણિતોની પણ નસબંધી કરી નાખી હતી.
આ બધાંનો બદલો ગણી ગણીને ૧૯૭૭ની ચૂંટણીમાં મતદારોએ આપી દીધો અને ઇંદિરાજીએ ઘોર પરાજય સહન કરવો પડયો. ઇંદિરાજીની અલાહાબાદની ચૂંટણીને ગેરકાયદે ગણાવતો ચુકાદો આપનારા જસ્ટિસ જગમોહન લાલ સિંહાને ત્યારબાદ ઘણું સહન કરવું પડયું હતું.
અદાલતોના માનનીય જજ સાહેબોને કહ્યાગરા બનાવવાની પરંપરા પણ ઇંદિરાજીના શાસનમાં શરૃ થઇ હતી. કટોકટીકાળના અત્યાચારોની તપાસ કરનારા જસ્ટિસ જે સી શાહને પણ કોંગ્રેસ પક્ષે હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું.
અદાલતોના માનનીય જજ સાહેબોને કહ્યાગરા બનાવવાની પરંપરા પણ ઇંદિરાજીના શાસનમાં શરૃ થઇ હતી. કટોકટીકાળના અત્યાચારોની તપાસ કરનારા જસ્ટિસ જે સી શાહને પણ કોંગ્રેસ પક્ષે હેરાન કરવામાં કશું બાકી નહોતું રાખ્યું.
સદ્ભાગ્યે આપણને સદા નિર્ભય અને તટસ્થ ન્યાયમૂર્તિઓ મળ્યા છે. વાત કર્ણાટકમાં રાજકીય પક્ષોના વર્તનની હતી. દેશને રાજકીય આઝાદી અપાવનારા કોંગ્રેસ પક્ષની આજની દયામણી સ્થિતિ તો જુઓ. કર્ણાટક વિધાનસભાની ચૂંટણીમાં કુમાર સ્વામી દેવગૌડા કરતાં કોંગ્રેસને વધુ બેઠકો મળી છે. જેડીએસ કરતાં કોંગ્રેસ પક્ષે મોટો વિજય મેળવ્યો હતો.
છતાં પોતાના હાથમાંથી બાજી સરકી જતી દેખાતાં કોંગ્રેસે નાનકડા પક્ષને મુખ્ય પ્રધાનપદ આપવા સુધીની શરણાગતિ સ્વીકારી. યેદીયુરપ્પાના રાજીનામા પછી રાહુલ ગાંધીએ પત્રકાર પરિષદમાં જે વાતો કરી એ વાતો અગાઉના દાયકાઓમાં કોંગ્રેસે કરેલા બફાટને લાગુ પાડી શકાય એવી હતી.
૧૯૮૦માં ઇંદિરાજી ફરી ચૂંટાઇ આવ્યા ત્યારબાદ પોણો ડઝન રાજ્યોની સરકારોને ઊથલાવી પાડવાનું 'સત્કાર્ય' ઇંદિરાજીએ કરેલું. હરિયાણાના ભજનલાલે પોતાની બરતરફી ટાળવા પોતાની સમૂળી જનતા સરકારનો પક્ષપલટો કરીને એ કોંગ્રેસી બની ગયા હતા. ભજનલાલે જ આપણને 'આયારામ ગયારામ' જેવા નવા શબ્દો પૂરા પાડયા હતા.

ટૂંકમાં કહેવાનું તાત્પર્ય એ છે કે કોઇ કહેતાં કોઇ પક્ષના વખાણ કરી શકાય એવું નથી. સત્તા ખાતર આ લોકો ગમે તેની સાથે શય્યા-શયન કરવા તૈયાર થઇ જતાં હોય છે.
નીતિમત્તા, પ્રમાણિકતા, લોકસેવા એ બધા શબ્દો આજે કાલબાહ્ય (આઉટ ઑફ ડેટ) થઇ ચૂક્યા છે. કર્ણાટકના કિસ્સામાં ભાજપના અહંકાર, આત્મવિશ્વાસનો અતિરેક અને કોંગ્રેસ જેવી જ હોર્સ ટ્રેડિંગની પરંપરા જાળવવાના પ્રયાસો-

બધુંય ધરાશાયી થઇ ગયું. એનેા એક સૂચિતાર્થ એવો કરી શકાય કે મતદારો હવે વધુ પડતા સાવધ અને ચબરાક થઇ ગયા છે. ૨૦૧૯ ચૂંટણી હવે બહુ દૂર નથી.
વિપક્ષી ચૂંટણી જોડાણની સુનામી સામે લડવા ભાજપે નવેસર કમર કસવી પડશે નહીંતર સંસદમાં પહેલાં જેવી બહુમતી મળવાની શક્યતા ઓછી દેખાય છે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો-સમજજો !
વિપક્ષી ચૂંટણી જોડાણની સુનામી સામે લડવા ભાજપે નવેસર કમર કસવી પડશે નહીંતર સંસદમાં પહેલાં જેવી બહુમતી મળવાની શક્યતા ઓછી દેખાય છે. થોડામાં કહ્યું છે, ઝાઝું કરીને વાંચજો-સમજજો !
Comments
Post a Comment