ટોપ્સીટર્વી - અજિત પોપટ
16 May 2018
છેલ્લા થોડા દિવસના દૈનિકો પર નજર કરીએ તો ઠેર ઠેર ભારે વરસાદ, ધૂળની આંધી, વાવાઝોડાં અને કરા પડવાની ઘટનાઓ વધી રહી છે.
ઉત્તર ભારતમાં તો બસો જેટલાં મરણ પણ થયાં છે. બીજી બાજુ ચીપકો આંદોલના પ્રણેતા સુંદર લાલ બહુગુણા કહે છે કે છેલ્લાં પંદર વીસ વર્ષમાં એકલા ઉત્તર ભારતમાં પૂર્ણ કદનાં બસો કરોડ વૃક્ષો આડેધડ કાપી નખાયાં હતાં.
ઉત્તર ભારતમાં તો બસો જેટલાં મરણ પણ થયાં છે. બીજી બાજુ ચીપકો આંદોલના પ્રણેતા સુંદર લાલ બહુગુણા કહે છે કે છેલ્લાં પંદર વીસ વર્ષમાં એકલા ઉત્તર ભારતમાં પૂર્ણ કદનાં બસો કરોડ વૃક્ષો આડેધડ કાપી નખાયાં હતાં.
આમ પ્રકૃતિ સાથે ચેડાં થતા રહ્યા હોવાથી ઋતુચક્ર બદલાઇ ગયું હતું. પ્રકૃતિ સાથે ચેડાં કરતી માણસજાતે પોતાના પરિવારને પણ છેહ દીધો છે એમ કહી શકાય. સંયુક્ત પરિવારો તૂટી રહ્યાં છે.
પરિવારના વડીલો કાં તો નાના-નાની પાર્કમાં ભૂતકાળનાં સંભારણાં મમળાવતાં હોય છે, કાં તો મંદિર કે દેરાસરમાં મુક્તિ વાંછતી પ્રાર્થના કરતાં હોય છે અથવા વૃદ્ધાશ્રમોમાં સરખે સરખી વયના સ્ત્રીપુરુષો સાથે રહીને નસીબને કોસતાં હોય છે.
પરિવારના વડીલો કાં તો નાના-નાની પાર્કમાં ભૂતકાળનાં સંભારણાં મમળાવતાં હોય છે, કાં તો મંદિર કે દેરાસરમાં મુક્તિ વાંછતી પ્રાર્થના કરતાં હોય છે અથવા વૃદ્ધાશ્રમોમાં સરખે સરખી વયના સ્ત્રીપુરુષો સાથે રહીને નસીબને કોસતાં હોય છે.
મુંબઇના સાંતાક્રૂઝ ઉપનગરની વાત છે. દેશના અન્ય નગરોમંા હોય છે એવી એક સિનિયર સિટિઝન સંસ્થા આ ઉપનગરમાં પણ સક્રિય છે.
મોટે ભાગે નિવૃત્ત એવા શિક્ષિત સ્ત્રી-પુરુષો રોજ એકમેકને મળે અને માત્ર કુટુંબ ક્લેશની વાતો કે નર્યાં ગપ્પાં મારવાને બદલે પોતે જે ઉપનગરમાં વસે છે એને માટે કંઇક કરી છૂટવાની ભાવના આ જૂથમાં રહેતી. એક યા બીજા સાંસ્કૃતિક કાર્યક્રમેા તો બધી સિનિયર સિટિઝન સંસ્થા ગોઠવતી હોય છે એટલે એમાં કશી નવાઇ રહી નથી.
પરંતુ સાંતાક્રૂઝની સંસ્થાએ કોઇ બડાઇ માર્યા વિના એક દિવસ એવો નિર્ણય કર્યો કે સવાથી દોઢ કરોડ લોકોની ગીચ વસતિ ધરાવતા મહાનગર મુંબઇમાં અગાઉ ન થયું હોય એવું કંઇક કરવું. સિમેન્ટનાં જંગલો તો એટલી હદે વધી ગયાં છે કે હવે વૃક્ષારોપણ માટે જમીન મેળવવી બહુ મુશ્કેલ છે.
એક ચોરસફૂટ જમીનના ભાવ જ્યાં લાખ બે લાખ બોલાતાં હોય ત્યાં શું કરી શકાય ? ઉપનગરમાં મંદિરો પણ પૂરતાં છે. શોપિંગ મોલ્સ પણ ઘણાં છે. એક વડીલે કહ્યું, પર્યાવરણની રક્ષા કરે એવું મોક્ષધામ કેમ ન બાંધવું ? પ્રસ્તાવ સરસ હતો. ખર્ચાળ હતો પરંતુ લાંબે ગાળે સમગ્ર સમાજને લાભ કરે એવો હતો. એટલે સૌએ ચેરિટી બિગીન્સ એટ હોમથી શરૃઆત કરી.
પાઇપ્ડ નેચરલ ગેસથી ચાલે એવું મોક્ષધામ બનાવવાની આ ભગીરથ યોજના ઠીક ઠીક લાંબે ગાળે શક્ય બની અને ૨૦૧૬થી કામ કરતી થઇ. ખુદ સાંતાક્રૂઝના નગરવાસીઓને નવાઇ લાગી કે આ મોક્ષધામ ડોસાડગરાઓએ આપબળે બનાવ્યું છે.
અત્યાર સુધીમાં આશરે હજારેક પાર્થિવ દેહને અહીં અગ્નિસંસ્કાર અપાયા છે. ઓળખ છૂપાવીને એક હોદ્દેદારે કહ્યું, એક તંદુરસ્ત વ્યક્તિના અગ્નિસંસ્કાર માટે ચારસોથી પાંચસો કિલો લાકડાં જોઇએ. ગુણાકાર કરીએ તો વરસે 1800 વૃક્ષો માત્ર અગ્નિસંસ્કાર માટે કાપવાં પડે. એને બદલે પાઇપ્ડ નેચરલ ગેસથી ચાલે એવું અંતિમ સંસ્કાર સંકુલ કેમ ન બાંધવું એવો અમારા સૌનો વિચાર સંઘભાવનાથી સાકાર થયો.
મહાનગર ગણાતા મુંબઇમાં આ એક માત્ર એવું સ્મશાન ગૃહ છે જ્યાં પાઇપ્ડ નેચરલ ગેસથી ચાલતી ભઠ્ઠીમાં પાર્થિવ દેહને અંતિમ વિદાય આપવામાં આવે છે. અગાઉ નાગપુર મહાનગર પાલિકાએ સ્થાપેલા ગોબરગેસ સંચાલિત અંતિમ સંસ્કાર કેન્દ્રની વાત કરેલી.
આ અંતિ સંસ્કાર કેન્દ્ર પાઇપ્ડ નેચરલ ગેસથી ચાલે છે. એને ઇકોફ્રેન્ડલી ક્રિમેટોરિયમ નામ આપ્યું છે. પર્યાવરણના રક્ષણની દિશામાં આ પ્રથમ પગલું છે. સિનિયર સિટિઝન્સ દ્વારા કરાયેલું આ એક ભગીરથ સત્કાર્ય છે.
Comments
Post a Comment