ટુ ધ પોઇન્ટ - અજિત પોપટ
આપણા સૌનેા એક અનુભવ સહિયારો (કોમન) છે. વ્હૉટ્સ એપ અને સોશ્યલ મિડિયા પર અવારનવાર કેટલાક સાવ વાહિયાત સંદેશા આવી જતા હોય છે.
માથું પાકી જાય આવા સંદેશાઓથી. ક્યારેક મોકલનારા પર ગુસ્સો પણ આવે અને આપણે મનમાં એકાદ સરસ્વતી પણ મોકલનારાને સંભળાવી દઇએ. પરંતુ ક્યારેક લાખ્ખોમાં એક સંદેશો એવો આવી જાય જે રોમેરોમમાં પ્રફુલ્લિતતા ઠાલવી દે.
એ સંદેશો બને તેટલા વધુ દોસ્તો-સ્નેહીઓ શૅર કરવાનની ઇચ્છા જાગે. એમાંય જો એ સંદેશો આરોગ્યને લગતો હોય તો શૅર કર્યા વિના ચાલેજ નહીં. આજે એવાજ એક સંદેશાની વાત તમારી સાથે કરવી છે. પહેલા એના વિશે થોડી પૂર્વભૂમિકા.
તમને અધ્યાત્મમાં રસ હોય તો કદાચ તમે સ્વામી રામ, ગણેશપુરીના સ્વામી મુક્તાનંદજી, રંગ અવધૂતજી કે સ્વામી ચિન્મયાનંદજીની આત્મકથા કે સાધનાકથા વાંચી હશે. આ સિદ્ધ પુરુષો પરોક્ષ કે આડકતરી રીતે એક વાત જરૃર કરે છે. તે આ, સાધના દરમિયાન ઊર્જા (સ્પર્મ કે શુક્રાણુ)નું ઊર્ધ્વગમન થઇને બ્રહ્મરંધ્રમાં (મસ્તકની વચ્ચોવચ તાળવામાં કે શિખા-ચોટલીના સ્થાને) અમૃતવર્ષા થઇ હતી. ઊર્જાનું ઊર્ધ્વગમન ક્યાંથી થાય છે ?
તો કહે, શરીરના સેન્ટ્રલ પાવર હાઉસમાંથી. ક્યાં આવ્યું સેન્ટ્ર્લ પાવર હાઉસ ? નાભિમાં. બાળક જન્મે ત્યારે ગર્ભનાળ (પ્લેઝેન્ટા) દ્વારા માતાની સાથે જોડાયેલું હોય છે. માતાની કૂખમાં એ આ ગર્ભનાળ દ્વારા પોષણ મેળવતું હોય છે. એજ આપણું સેન્ટ્રલ પાવરહાઉસ. આ થઇ પહેલી પૂર્વભૂમિકા.
બીજો મુદ્દો આધુનિક શરીરવિજ્ઞાાન સાથે જોડાયેલો છે. માણસની નાભિ કે ડૂંટીની પાછળ આવેલી પેચોટી સાથે ભીતર હજારો નાડીઓ-રક્તવાહિનીઓ જોડાયેલી હોય છે. એટલે નાભિ આપણા શરીરનું કેન્દ્રીય વીજળીઘર છે જે વૈશ્વિક ચેતનામાંથી પોઝિટિવ ઊર્જા મેળવતું રહે છે. તાજેતરમાં વ્હૉટસ્ એપ પર મળેલો સંદેશાનો સાર છે. આ સંદેશો મહત્ત્વનો બની જાય છેે.
હજારો વર્ષ પહેલાં જે પ્રાચીન ચિકિત્સા પદ્ધતિ અમલમાં હતી, એનો એક અંશ આ સંદેશો છે. એક ખાસ્સી મોટી વય (૮૫ વર્ષ)ના વડીલને પગના ગોઠણમાં વાની તકલીફ હતી અને અત્યંત મુશ્કેલીથી લાકડીની કે વૉકરની મદદથી માંડ માંડ ચાલી શકતા.
એકવાર હરિદ્વાર ગયેલા. ત્યાં એમના અને આપણા સૌના સદ્ભાગ્યે કોઇ સાધુની મુલાકાત થઇ ગઇ. એ સાધુને સ્વાભાવિક રીતેજ આ વડીલની સ્થિતિ જોઇને અનુકંપા જાગી. છૂટા પડતાં પહેલાં એમણે વડીલને કહ્યું, રોજ રાત્રે સુતાં પહેલાં ડૂંટીમાં ગાયના શુદ્ધ ઘીનાં ત્રણ ટીપાં રેડજો.
પછી ડૂંટીની આસપાસના દોઢેક ઇંચના વિસ્તારમાં ગોળાકારે હાથ ફેરવતાં રહેજો. ઊંઘ પણ સારી આવશે અને ઘુંટણની પીડામાં રાહત થશે.... મુંબઇ પાછાં ફર્યા બાદ પેલા વડીલે એ પ્રયોગ શરૃ કર્યો. ત્રણેક મહિના પછી એમની પીડા ગાયબ થઇ ગઇ. લાકડી અને વૉકરની જરૃર ન રહી. તમે કહેશો, ત્રણ મહિના શા માટે ? એનો જવાબ આ રહ્યો.
શરીરના જે સાંધાએ તમને ૭૦-૭૫ વર્ષ સુધી સાથ આપ્યો એની કમજોરીને દૂર કરવા અને એમાં ઊંજણ પૂરવા આ તો સાવ મામુલી સમયગાળો થયો. ડૉક્ટરો-હકીમો અને વૈદો કહે છે કે બીમારી જેટલી જૂની તેટલીજ સારવાર વધુ લાંબી. કેટલાક અનુભવીઓ કહે છે કે નાભિમાં દેશી દિવેલનાં ટીપાં રેડવાથી પણ વાની તકલીફમાં રાહત રહે છે.
આ પ્રયોગ ઘરગથ્થુ ટુચકા તરીકે કે દાદીમાના વૈદા રૃપે જાણીતો છે. નાના બાળકને પેટમાં દુઃખેે ત્યારે અગાઉના સમયમાં હિંગ અને તેલ મીક્સ કરીને પેટની આજુબાજુ દાદીમા હળવે હાથે લગાડતા. બાળકના પેટનો દુઃખાવો ગાયબ થઇ જતો.
કહે છે કે આંખોેની રક્તવાહિની સુકાઇ ગઇ હોય અને દ્રષ્ટિઝાંખપ આવી ગઇ હોય એવા કિસ્સામાં ગાયના ઘી સાથે કોપરેલ તેલનાં ટીપાં ઉમેરીને નાભિમાં ડ્રોપર દ્વારા રેડવાની ભલામણ કરાય છે. નાડીવિદ્યાના જાણકારોનો દાવો એવો છે કે નાભિને ખબર હોય છે કે શરીરની કઇ રક્તવાહિની સુકાઇ ગઇ છે.
એટલે પ્રાચીન વિદ્વાનો જેેને સેન્ટ્ર્લ પાવર હાઉસ કહે છે એ નાભિમાં ગાયનું ઘી કે એરંડિયાના તેલનાં ટીપાં રેડવાથી જે રક્તવાહિનીને ઊંજણની જરૃર હોય ત્યાં એ પહોંચી જાય છે અને થયેલા નુકસાનને દુરસ્ત કરવામાં લાગી જાય છે.
અલબત્ત, આજે ગાયના દૂધના નામે કૃત્રિમ દૂધ વેચાય છે ત્યારે ભરોસાપાત્ર સ્થળેથીજ ગાયનું ઘી ખરીદવું જોઇએ. દેશી દિવેલ તો જોઇએ તેટલું મળી રહે છે. તાજેતરમાં દિવાળીના તહેવારમાં આપણે દેશી દિવેલના દીવા પ્રગટાવતા એે તમને યાદ હશે.
આ પ્રયોગ સાવ નિર્દોષ છે. પાઇનોય ખર્ચ નથી. કોઇ આડઅસર નથી. માત્ર ધીરજની જરૃર રહે છે. તમે દસ વરસથી પીડાતાં હો તો દસ દિવસમાં સારું થઇ જાય એવી અપેક્ષા રાખવી નહીં. ધીરજથી પ્રયોગ કરવાનો છે.
રાત્રે સુતી વખતે કરવાનો છે એટલે તમારી દૈનંદિન પ્રવૃત્તિ પણ ડિસ્ટર્બ થવાનો સવાલ રહેતો નથી. કશું ગુમાવવાનંુ નથી, કોઇ પરેજી પાળવાની નથી. સામા પક્ષે લાભ જ લાભ છે. ઇચ્છા થાય તો શરૃ કરી દો આજથી જ. બેસ્ટ ઑફ લક...
Comments
Post a Comment