સિનેમેજિક - અજિત પોપટ
17 નવેમ્બર 2017, શુક્રવાર
તર્જનો આધાર ફિલ્મના કથાવસ્તુ, લોકાલ, સંબંધિત પ્રસંગ, પાત્રો અને કથાનું બેકગ્રાઉન્ડ પર રહેતો હોય છે
દાયકાઓથી જે સાઉન્ડ રેકોર્ડિસ્ટે લતાજી, આશાજી, સુમન કલ્યાણપુર વગેરેના કંઠે ગીતો રેકોર્ડ કર્યા હોય એને કોઇ સાવ અજાણ્યો કંઠ સાંભળવા મળે ત્યારે એના પ્રતિભાવ કેવા હોય ? એવા જ પ્રતિભાવ સાઉન્ડ રેકોર્ડિસ્ટે આપ્યા હતા.
એમાંય આ તો પાછા માત્ર એક ફિલ્મ કરી ચૂકેલા ફિલ્મ સંગીતકાર. જિંગલ્સમાં ભલે સિનિયર અને મોસ્ટ સક્સેસફૂલ ગણાયા હોય. સાઉન્ડ રેકોર્ડિસ્ટે વનરાજ ભાટિયાને કહ્યું, ક્યાંથી પકડી લાવ્યા છો આ છોકરીને ? વનરાજ ભાટિયાએ માત્ર મર્માળું સ્મિત ફરકાવ્યું. એમને જે કંઠ જોઇતો હતો એ આ હતો. એમ તો ગીતા રોય (દત્તે) મેરા સુંદર સપના બીત ગયા... ગીત ગાયું ત્યારે એની વય ચૌદ પંદર વર્ષની જ હતીને !
વનરાજ જેને લઇ આવેલા એ ટીનેજર પણ ચૌદ-પંદર વર્ષની હતી. પોતાને તો ગીત રેકોર્ડ કરવાનું મહેનતાણું મળવાનું જ છેને પછી ઝાઝી લપ્પન છપ્પન શા માટે કરવી એવા વિચારે સાઉન્ડ રેકોર્ડિસ્ટે વાત પડતી મૂકી. ગીત રેકોર્ડ કરી લીધું. અને અહો આશ્ચર્યમ્...એ ટીનેજરના ગીતને ૧૯૭૬નો ફિલ્મફેર એવોર્ડ મળ્યો.
જે ફિલ્મનું એ ગીત હતું એને બેસ્ટ ફિચર ફિલ્મનો નેશનલ એવોર્ડ મળ્યો. એ ફિલ્મને બેસ્ટ સ્ક્રીનપ્લેનો પણ નેશનલ એવોર્ડ મળ્યો. ગીતના રેકોર્ડિંગ ટાણે વનરાજે કરેલા માર્મિક સ્મિતનું રહસ્ય આ હતું. આ ગીતનો ઉપયોગ પાછળથી અમૂલના ટેલિવિઝન કમર્શિયલ માટે સાઉન્ડટ્રેક તરીકે ઉપયોગ કરાયો હતો. અંકુર કર્યા પછી શ્યામ બેનેગલની બીજી ફિલ્મ વનરાજે કરી. એ હતી મંથન.
ડૉક્ટર વર્ગીઝ કુરિયને કેરળથી આવીને ગુજરાતમાં જે શ્વેત ક્રાન્તિ કરી એ અમૂલ વિશેની આ ફિલ્મની પટકથા તેજાબી મરાઠી નાટયકાર (પાંડુ હવાલદાર ફેમ) વિજય તેંડુલકરે તૈયાર કરેલી. સંવાદો કૈફી આઝમીના હતા. કથા શ્યામ બેનેગલ અને વર્ગીઝ કુરિયને લખી હતી. એવોર્ડ વિજેતા ગીતના શબ્દો નીતિ સાગરે રચ્યા હતા.
એમાં ગુજરાતી અને રાજસ્થાની એમ બે ભાષા-બોલીનો સંગમ હતો. એના ગીત 'મેરો ગામ કાઠા પરે જા, દૂધ કી નદીયાં બહે જા, કોયલ કૂ કૂ ગાયે...' માટે પ્રીતિ સાગરને ફિલ્મ ફેર એવોર્ડ મળ્યો. ત્યારબાદ તો પ્રીતિએ વનરાજ માટે ઘણાં ગીતો ગાયાં.
હિન્દી ફિલ્મ સંગીતના સુવર્ણયુગ પર દ્રષ્ટિપાત્ કરો તો ખ્યાલ આવશે કે મોટા ભાગના સંગીતકારો કાં તો ઉત્તર ભારતના લોકસંગીતને વળગી રહ્યા અને કાં તો પંજાબી સોડમ પાથરતા રહ્યા. વચ્ચે વચ્ચે શાસ્ત્રીય સંગીત અને પ્રાદેશિક લોકસંગીત પણ પીરસાતું રહ્યું. વનરાજ ભાટિયાના સંગીતની છાપ આ બધાં કરતાં જુદી પડી ગઇ.
એનંુ એક કારણ એ કે વનરાજે શુદ્ધ ભારતીય સંગીત અને પાશ્ચાત્ય શાસ્ત્રીય સંગીતનું મિશ્રણ કરીને તર્જો બનાવી. એક જુદો દાખલો લો. દૂધનો મુખ્ય ગુણ કુદરતી મધુરતા છે. એમાં મેળવણ ભળે ત્યારે એનું દહીં થઇ જાય જેનો સ્વાદ મૂળ દૂધ કરતાં જુદો પડે. એનું બંધારણ અને એના ગુણો જુદા પડે. વનરાજના સંગીતમાં આવું મિશ્રણ હતું. એક અનેરી તાજગી હતી.
અગાઉના તમામ સંગીતકારો કરતાં એ જુદા તરી આવ્યા. સ્વરનિયોેજન ઉપરાંત મ્યુઝિક એરેંજિંગ પણ એમનું પોતાનું અને બેકગ્રાઉન્ડ સ્કોર પણ એમનો પોત્તાનો. અગાઉ કહ્યું એમ ચોક્કસ આયોજન દ્વારા આંગળીના વેઢે ગણાય એટલા સાજિંદા સાથે પણ ધાર્યાં નિશાન સર કરવાની એમની હથોટી. આમ એકલે હાથે ડઝનબંધ કાર્યો કરી શકતા. મજાની વાત તો જુઓ. અંકુરમાં એક પણ ગીત નહોતું.
ફક્ત બેકગ્રાઉન્ડમાં સોલવા સાલનું ગીત સંભળાતું. તો મંથનમાં રોકડું એક ગીત મેરો ગામ... હવે પછી એવું પણ બને કે અન્ય ફિલ્મોમાં એક કરતાં વધુ ગીતો હોય અને દરેકમાં વનરાજની એક યા બીજી કમાલ જોવા મળી હોય.
એક ઇન્ટરવ્યૂમાં વનરાજને પૂછવામાં આવ્યું હતું કે તમારી તર્જો બિલકુલ ફિલ્મી નથી લાગતી. એવંુ કેમ ? ત્યારે વનરાજ ખડખડાટ હસી પડયા હતા. તેમને આ સવાલજ હાસ્યાસ્પદ લાગ્યો હતો. તર્જ ફિલ્મી હોવી એટલે શું ? વાસ્તવમાં ફિલ્મના ચોક્ક્સ દ્રશ્ય માટે ચોક્કસ સંદર્ભને ધ્યાનમાં રાખીને તર્જ બનાવવામાં આવતી હોય છે. તર્જનો આધાર ફિલ્મના કથાવસ્તુ, લોકાલ, સંબંધિત પ્રસંગ, પાત્રો અને કથાનું બેકગ્રાઉન્ડ- આ બધી બાબતો પર રહેતો હોય છે.
ગીતની તર્જ એટલે તર્જ. એમાં ફિલ્મી અને નોન-ફિલ્મી એટલે શું ? મૂળ સવાલ પાયામાંથી ખોટો લાગ્યો હતો વનરાજને. અગાઉ કહેલું એમ મંથનને બેસ્ટ ફિચર ફિલ્મ અને બેસ્ટ સ્ક્રીનપ્લેના નેશનલ એવોર્ડ અને પ્રીતિ સાગરને બેસ્ટ ફિમેલ સિંગરનો ફિલ્મ ફેર એવોર્ડ મલ્યા હતા.
ખેર, પછીના વરસે આવી ભૂમિકા (૧૦૭૭) અને એ પછી આવી ઝુનૂન (૧૯૭૮). એની વાત હવે પછી કરીશું.

Comments
Post a Comment