જાહેરખબરોના જિંગલ્સથી આરંભ કર્યો, એ કામિયાબીએ ફિલ્મ સંગીતમાં પ્રવેશ અપાવ્યો

સિનેમેજિક-અજિત પોપટ

3 નવેમ્જાબર 2017, શુક્રવાર

જિંગલ સાંભળીને પેરેલલ સિનેમાના ભીષ્મ પિતામહ ગણાતા શ્યામ બેનેગલના કાન ચોંક્યા

આપણા સૌનેા એક અનુભવ છે, કેટલીક ઘરવપરાશની ચીજો આપણને એની જાહેરખબરમાં આવતી જિંગલથી યાદ રહે છે. તંદુરસ્તી કી રક્ષા કરતા હૈ લાઇફબૉય કે વૉશિંગ પાઉડર નિર્મા... જેવી અસંખ્ય જિંગલ્સ આપણને અજાણતાંમાં મોઢે થઇ જતી હોય છે.

એ એના સંગીતકારની ખૂબી છે. કેટલાંક ફિલ્મ ગીતો સમયના વહેવા સાથે ભૂલાઇ જઇ શકે, પરંતુ રોજબરોજના જીવનમાં વપરાતી ચીજોની એડ જિંગલ ભૂલી ભૂલાય નહીં. ૧૯૮૦ના દાયકામાં જિંગલ્સ વિશેના લેખ માટે આ કચ્છી સંગીતકારને મળવાનું થયેલું. બહુ ઓછા કચ્છી નબીરા ફિલ્મ સંગીતમાં દાદુ સાબિત થયા છે.

અગાઉ આપણે અછડતો ઉલ્લેખ કર્યો છે એવા કલ્યાણજી આણંદજી અને સલીમ સુલેમાનનાં નામ જાણીતાં છે. સિને મ્યુઝિશિયન એસોસિયેશનમાં પણ બાંસુરીવાદ શિવકુમાર પૂંજાણી અને મેંડોલીન-બેંજોવાદક જયંતી ગોસર જેવા કચ્છીઓ મોખરે રહ્યા છે. શિવકુમાર તો સંજોગવશાત્ વધુ ભણી શક્યા નહોતા પરંતુ આપબળે સ્ટાફ નોટેશન શીખ્યા હતા.

દિવાળીના સપરમા દિવસે જેમની વાતનો આરંભ કર્યો હતો કે કચ્છી સંગીતકાર એટલે વનરાજ ભાટિયા. અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આ ખુદ્દાર સંગીતકારને નેપિયન સી રોડ પરના એમના નિવાસસ્થાને મળવાનું થયું ત્યારે અનાયાસે સંગીતકાર નૌશાદનો આશિયાના બંગલો યાદ આવી ગયેલો.

નાૌશાદ પોતાના મ્યુઝિક રૃમમાં બેસીને પિયાનો પર તર્જ બનાવતાં હોય ત્યારે એમની જમણી તરફ વાંદરાના કાર્ટર રોડ પરનો દરિયામાં આવતાં ભરતી-ઓટ એમાં સૂર પુરાવતો નજરે પડે. વનરાજ ભાટિયાના વિદેશી સ્ટાઇલથી સજાવેલા વિશાળ ડ્રોઇંગ રૃમમાં સૌથી પહેલાં ગ્રાન્ડ પિયાનો નજરે પડે.

વનરાજ એના પર બેસીને કોઇ બંદિશ બનાવતાં હોય ત્યારે એમની ડાબી બાજુ મહાસાગર ગર્જતો હોય. નૌશાદની જમણી બાજુ અને વનરાજની ડાબી બાજુ. બંને દરિયા કાઠે વસે. વનરાજના તો કદ કાઠી પણ વનરાજ (સિંહ જેવા).

વનરાજ જેવી માંજરી અને ધારદાર નજરથી સામા માણસને માપી લેતી આંખો. જિંગલ્સની વાત માંડી ત્યાં બોલ્યા વિશ્વનાથનને મળ્યા છો ? એ જિંગલ્સના ભીષ્મ પિતામહ છે.પહેલાં એમને મળી આવો, પછી મારી કને આવજો. પોતાના સમકાલીનો અને સિનિયરો માટેનો આદર આ શબ્દોમાં છલકાયો. ૧૯૫૪માં વનરાજે પહેલી જિંગલ બનાવી.

બહુ ઓછાને ખબર છે કે વનરાજે આઠ હજારથી વધુ જિંગલ્સ બનાવી છે. એવા ઔર એક સંગીતકાર એટલે રજત ધોળકિયા. તારી આંખનો અફિણીના ગાયક સદ્ગત દિલીપ ધોળકિયાના પુત્ર. એમની કારકિર્દી પણ જિંગલ્સથી શરૃ થયેલી.

આપણે વનરાજની વાત પર આગળ વધીએ. એમની બોલવા-ચાલવાની અદા પણ ચોક્કસ લયબદ્ધ લાગે.  કે આસિફની મુઘલે આઝમ ફિલ્મમાં જોધાબાઇનો રોલ કરનારી એ સમયની ટોચની અભિનેત્રી દુર્ગા ખોટેએ એમને એક ઑફર કરી. હું શક્તિ સિલ્ક મિલની એડ બનાવી રહી છું. એની જિંગલ તૈયાર કરશો કે ? વનરાજે એ ચેલેંજ સ્વીકારી લીધી અને  શક્તિ સિલ્ક મિલના કાપડની જિંગલ બનાવી.

એ જિંગલ એમને માટે નવી કેડી કંડારનારી બની રહી. એ દિવસોમાં ટેલિવિઝન મુંબઇમાં આવ્યું નહોતું. પહેલાં રેડિયો પર અને પછી સિનેમા થિયેટરોમંા એડ ફિલ્મો દેખાડતા.

સિલ્ક મિલની જિંગલ સાંભળીને પેરેલલ સિનેમાના ભીષ્મ પિતામહ ગણાતા શ્યામ બેનેગલના કાન ચોંક્યા. આ જિંગલ કોણે બનાવી છે ? એમણે તપાસ આદરી. એ તપાસના પગલે વનરાજ ભાટિયા સાથે એમની મુલાકાત થઇ.

શ્યામે વનરાજને પહેલાં પોતાની ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત પીરસવાની જવાબદારી સોંપી. મજાની વાત એ છે કે આજે રોલાન્ડ અને કૂર્ગ જેવાં કી બોર્ડથી ઓરકેસ્ટ્રાવાળા જે કામ કરે છે એ કામ છેક ૧૦૫૦ના દાયકામાં વનરાજે પાંચ છ સાજિંદા સાથે કરી બતાવેલું.

એમની સાથે હોય ફક્ત પાંચેક સાજિંદા. પરંતુ સૂર-લયની ગોઠવણી એવી કે સાંભળનારને પચાસ વાદ્યો વાગતાં હોય એવો અહેસાસ થાય. આમ થવાનું કારણ એ કે વનરાજ માત્ર કમ્પોઝર નહોતા, અવ્વલ દરજ્જાના એરેંજર પણ હતા. એમનું કામ બેનેગલને એટલું ગમ્યું કે બેનેગલની મોટા ભાગની ફિલ્મો વનરાજે કરી.
અને હા, તાજેતરમાં અવસાન પામેલા કુન્દન શાહની જાને ભી દો યારોં ફિલ્મમાં પણ વનરાજ ભાટિયાનું સંગીત હતું. હવે પછીના ચાર પાંચ એપિસોડમાં આપણે એમનાં ગીતોની વાત કરવાના છીએ. ઇંતજાર કરના, ફિર મિલેંગે અગલે શુક્રવાર કો... તબ તક કે લિયે આજ્ઞા દીજિયે...
સિનેમેજિક - અજિત પોપટ જાહેરખબરોના જિંગલ્સથી આરંભ કર્યો, એ કામિયાબીએ ફિલ્મ સંગીતમાં પ્રવેશ અપાવ્યો જિંગલ સાંભળીને પેરેલલ સિનેમાના ભીષ્મ પિતામહ ગણાતા શ્યામ બેનેગલના કાન ચોંક્યા આપણા સૌનેા એક અનુભવ છે, કેટલીક ઘરવપરાશની ચીજો આપણને એની જાહેરખબરમાં આવતી જિંગલથી યાદ રહે છે. તંદુરસ્તી કી રક્ષા કરતા હૈ લાઇફબૉય કે વૉશિંગ પાઉડર નિર્મા... જેવી અસંખ્ય જિંગલ્સ આપણને અજાણતાંમાં મોઢે થઇ જતી હોય છે. એ એના સંગીતકારની ખૂબી છે. કેટલાંક ફિલ્મ ગીતો સમયના વહેવા સાથે ભૂલાઇ જઇ શકે, પરંતુ રોજબરોજના જીવનમાં વપરાતી ચીજોની એડ જિંગલ ભૂલી ભૂલાય નહીં. ૧૯૮૦ના દાયકામાં જિંગલ્સ વિશેના લેખ માટે આ કચ્છી સંગીતકારને મળવાનું થયેલું. બહુ ઓછા કચ્છી નબીરા ફિલ્મ સંગીતમાં દાદુ સાબિત થયા છે. અગાઉ આપણે અછડતો ઉલ્લેખ કર્યો છે એવા કલ્યાણજી આણંદજી અને સલીમ સુલેમાનનાં નામ જાણીતાં છે. સિને મ્યુઝિશિયન એસોસિયેશનમાં પણ બાંસુરીવાદ શિવકુમાર પૂંજાણી અને મેંડોલીન-બેંજોવાદક જયંતી ગોસર જેવા કચ્છીઓ મોખરે રહ્યા છે. શિવકુમાર તો સંજોગવશાત્ વધુ ભણી શક્યા નહોતા પરંતુ આપબળે સ્ટાફ નોટેશન શીખ્યા હતા. દિવાળીના સપરમા દિવસે જેમની વાતનો આરંભ કર્યો હતો કે કચ્છી સંગીતકાર એટલે વનરાજ ભાટિયા. અત્યંત પ્રભાવશાળી વ્યક્તિત્વ ધરાવતા આ ખુદ્દાર સંગીતકારને નેપિયન સી રોડ પરના એમના નિવાસસ્થાને મળવાનું થયું ત્યારે અનાયાસે સંગીતકાર નૌશાદનો આશિયાના બંગલો યાદ આવી ગયેલો. નાૌશાદ પોતાના મ્યુઝિક રૃમમાં બેસીને પિયાનો પર તર્જ બનાવતાં હોય ત્યારે એમની જમણી તરફ વાંદરાના કાર્ટર રોડ પરનો દરિયામાં આવતાં ભરતી-ઓટ એમાં સૂર પુરાવતો નજરે પડે. વનરાજ ભાટિયાના વિદેશી સ્ટાઇલથી સજાવેલા વિશાળ ડ્રોઇંગ રૃમમાં સૌથી પહેલાં ગ્રાન્ડ પિયાનો નજરે પડે. વનરાજ એના પર બેસીને કોઇ બંદિશ બનાવતાં હોય ત્યારે એમની ડાબી બાજુ મહાસાગર ગર્જતો હોય. નૌશાદની જમણી બાજુ અને વનરાજની ડાબી બાજુ. બંને દરિયા કાઠે વસે. વનરાજના તો કદ કાઠી પણ વનરાજ (સિંહ જેવા). વનરાજ જેવી માંજરી અને ધારદાર નજરથી સામા માણસને માપી લેતી આંખો. જિંગલ્સની વાત માંડી ત્યાં બોલ્યા વિશ્વનાથનને મળ્યા છો ? એ જિંગલ્સના ભીષ્મ પિતામહ છે.પહેલાં એમને મળી આવો, પછી મારી કને આવજો. પોતાના સમકાલીનો અને સિનિયરો માટેનો આદર આ શબ્દોમાં છલકાયો. ૧૯૫૪માં વનરાજે પહેલી જિંગલ બનાવી. બહુ ઓછાને ખબર છે કે વનરાજે આઠ હજારથી વધુ જિંગલ્સ બનાવી છે. એવા ઔર એક સંગીતકાર એટલે રજત ધોળકિયા. તારી આંખનો અફિણીના ગાયક સદ્ગત દિલીપ ધોળકિયાના પુત્ર. એમની કારકિર્દી પણ જિંગલ્સથી શરૃ થયેલી. આપણે વનરાજની વાત પર આગળ વધીએ. એમની બોલવા-ચાલવાની અદા પણ ચોક્કસ લયબદ્ધ લાગે. કે આસિફની મુઘલે આઝમ ફિલ્મમાં જોધાબાઇનો રોલ કરનારી એ સમયની ટોચની અભિનેત્રી દુર્ગા ખોટેએ એમને એક ઑફર કરી. હું શક્તિ સિલ્ક મિલની એડ બનાવી રહી છું. એની જિંગલ તૈયાર કરશો કે ? વનરાજે એ ચેલેંજ સ્વીકારી લીધી અને શક્તિ સિલ્ક મિલના કાપડની જિંગલ બનાવી. એ જિંગલ એમને માટે નવી કેડી કંડારનારી બની રહી. એ દિવસોમાં ટેલિવિઝન મુંબઇમાં આવ્યું નહોતું. પહેલાં રેડિયો પર અને પછી સિનેમા થિયેટરોમંા એડ ફિલ્મો દેખાડતા. સિલ્ક મિલની જિંગલ સાંભળીને પેરેલલ સિનેમાના ભીષ્મ પિતામહ ગણાતા શ્યામ બેનેગલના કાન ચોંક્યા. આ જિંગલ કોણે બનાવી છે ? એમણે તપાસ આદરી. એ તપાસના પગલે વનરાજ ભાટિયા સાથે એમની મુલાકાત થઇ. શ્યામે વનરાજને પહેલાં પોતાની ફિલ્મનું બેકગ્રાઉન્ડ સંગીત પીરસવાની જવાબદારી સોંપી. મજાની વાત એ છે કે આજે રોલાન્ડ અને કૂર્ગ જેવાં કી બોર્ડથી ઓરકેસ્ટ્રાવાળા જે કામ કરે છે એ કામ છેક ૧૦૫૦ના દાયકામાં વનરાજે પાંચ છ સાજિંદા સાથે કરી બતાવેલું. એમની સાથે હોય ફક્ત પાંચેક સાજિંદા. પરંતુ સૂર-લયની ગોઠવણી એવી કે સાંભળનારને પચાસ વાદ્યો વાગતાં હોય એવો અહેસાસ થાય. આમ થવાનું કારણ એ કે વનરાજ માત્ર કમ્પોઝર નહોતા, અવ્વલ દરજ્જાના એરેંજર પણ હતા. એમનું કામ બેનેગલને એટલું ગમ્યું કે બેનેગલની મોટા ભાગની ફિલ્મો વનરાજે કરી. અને હા, તાજેતરમાં અવસાન પામેલા કુન્દન શાહની જાને ભી દો યારોં ફિલ્મમાં પણ વનરાજ ભાટિયાનું સંગીત હતું. હવે પછીના ચાર પાંચ એપિસોડમાં આપણે એમનાં ગીતોની વાત કરવાના છીએ. ઇંતજાર કરના, ફિર મિલેંગે અગલે શુક્રવાર કો... તબ તક કે લિયે આજ્ઞા દીજિયે...

See more at: http://gujaratsamachar.com/index.php/articles/display_article/cine-magic/cine-magic-ajit-popat-03-november-2017#sthash.Aft3QzbZ.dpuf

Comments