'આ માસમાં મુસ્લિમોના સૌથી પવિત્ર રમજાનનો આરંભ થઇ રહ્યો છે. રમજાન, અમરનાથ યાત્રા અને ઑગસ્ટમાં આવી રહેલી ઇદ સુધીના સમયગાળા દરમિયાન આતંકવાદીઓ સામેની લડત મોકૂફ રાખો' એવી વિનંતી જમ્મુ કશ્મીરના મુખ્ય પ્રધાન મહેબૂબા મુફ્તી સહિતના મોટા ભાગના કશ્મીરી નેતાઓએ કેન્દ્ર સરકારને અપીલ કરી.
આ વિનંતી તેમણે સદ્ભાવનાથી કરી હશે એવો પોઝિટિવ વિચાર રાખીનેય આપણે આ પ્રસ્તાવના સિક્કાની બીજી બાજુ તપાસીએ. એ બીજી બાજુ એટલે એક પ્રતિપ્રશ્ન- રમજાનનો મલાજો આતંકવાદીઓ રાખે છે ખરા ? બહુ લાંબે ન જઇએ. માત્ર છેલ્લાં બે ત્રણ વર્ષની તવારીખ તપાસીએ તો પણ સત્ય સામે આવી જશે.
* ૨૦૧૬ના રમજાન દરમિયાન જૂનની છઠ્ઠી અને જુલાઇની પાંચમી વચ્ચે આતંકવાદીઓએ અમેરિકા, બાંગ્લાદેશ, લેબેનોન, તૂર્કી અને સાઉદી અરેબિયામાં સતત હુમલા કર્યા હતા. એકલા બગદાદમાં આતંકવાદી હુમલાથી અર્થાત્ બોમ્બ વિસ્ફોટથી બસો નિર્દોષ લોકો માર્યા ગયા હતા,
* ૨૦૧૭માં રમજાન દરમિયાન લંડનમાં થયેલા બોમ્બ વિસ્ફોટમાં આઠ વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બગદાદમાં બોમ્બ વિસ્ફોટે ૧૭ વ્યકિતનો ભોગ લીધો હતો.
એથી પણ આગળ વધીને આઇએસઆઇએસની સત્તાવાર સમાચાર સંસ્થા ગણાતી નાસિર ન્યૂઝ એજન્સીએે દુનિયાભરના આતંકવાદીઓને જાહેરમાં હાકલ કરી હતી કે રમજાન દરમિયાન વધુ હુમલા કરો. તમારા પર ખુદાની અમીનજર ઊતરશે...
જમ્મુ કશ્મીરના મુખ્ય પ્રધાન અને એમના ટેકેદારોને એક સીધો સરળ સવાલ. તમને પાકિસ્તાની આતંકવાદી સંસ્થાઓ તરફથી એવી ગૅરંટી મળી છે કે રમજાન દરમિયાન આ આતંકવાદીઓ ભારતમાં ઘુસણખોરી નહીં કરે ? અથવા જમ્મુ કશ્મીરમાં સિક્યોરિટી દળો સાથે પથ્થરબાજો મુઠભેડ નહીં કરે ? હજુ એક અઠવાડિયા પહેલાં આ જ મહેબૂબાએ એવી જાહેર અપીલ કરી હતી કે સિક્યોરિટી દળો પર પથ્થરમારો કરનારા યુવાનો સામે કાનૂની કેસ ન ચાલવા જોઇએ.
એ લોકોની માનસિક સ્થિતિ સારી નથી. લો કરો વાત. માનસિક સ્થિતિ સારી ન હોય તો મેન્ટલ હૉસ્પિટલમાં સારવાર માટે મોકલો. પરંતુ કોઇ કારણ વિના અથવા આતંકવાદીઓને બચાવવા આ યુવક-યુવતીઓ સિક્યોરિટી દળો પર પથ્થરમારો શી રીતે કરી શકે ? આતંકવાદીઓ આ યુવાનોનું પેટ ભરે છે ? આતંકવાદીઓ આ યુવાનોના પરિવારોનું ભરણપોષણ કરે છે ? જવાબ નકારમાં હોય તો આ યુવાનો આતંકવાદીઓને રક્ષણ શા માટે આપે છે ?
અહીં ઔર એક વાત. લગભગ એકાદ માસ પહેલાં ભારતીય લશ્કરના એક નિવૃત્ત વરિષ્ઠ અધિકારીએ દેશના તમામ હિન્દુઓને જાહેર અપીલ કરી હતી કે માત્ર બે વર્ષ માટે અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવી યાત્રા મોકૂફ રાખો. આ બે યાત્રા સેંકડો સ્થાનિક મુસ્લિમ પરિવારોને આખા વર્ષની રોજીરોટી પૂરી પાડે છે.
અમરનાથ અને વૈષ્ણોદેવી યાત્રાના માર્ગ પર વસતા મુસ્લિમ પરિવારોને કહો કે પથ્થરમારો કરતા યુવાનોને રોકો. નહીંતર અમે અમારી યાત્રા મોકૂફ રાખીએ છીએ. વાત જરા કડવી છે પરંતુ વિચારવા જેવી છે. કશ્મીરી પ્રજા આપણું જ ખાઇને આપણું જ ખોદી રહી છે. આપણા પૈસે આપણા લશ્કર પર હુમલા કરે છે.
આ નરી દેશદ્રોહી પ્રવૃત્તિ છે, ચોખ્ખી ગદ્દારી છે. અમરનાથ યાત્રા અને વૈષ્ણોદેવીની યાત્રાની જેમ સલમાન ખાન અને શાહરુખ ખાન જેવા કલાકારોએ પણ જમ્મુ કશ્મીરમાં શૂટિંગ કરવાનું બંધ કરી દેવું જોઇએ. દુનિયા બહુ મોટી છે અને બીજાં હજ્જારો લોકેશનો છે. ત્યાં શૂટિંગ કરો. આ ઘરના ઘાતકીઓને તો ભૂખે મારો તો જ તેમની સાન ઠેકાણે આવે.
મૂળ વાત પર પાછાં ફરીએ. રમજાન જેવા પવિત્ર મહિનાનો મલાજો આતંકવાદી સંસ્થાઓ ન રાખવાની હોય તો ભારતીય લશ્કર શા માટે એકપક્ષી સીઝ ફાયર અપનાવે ? પહેલાં આતંકવાદીઓ પાસે અને પથ્થરફેંકુઓ પાસે ખાતરી મેળવો કે અમે રમજાન દરમિયાન કોઇ અટકચાળું નહીં કરીએ.
બાકી સીઝ ફાયરની એકપક્ષી વાતો મહેબૂબાના મોઢામાં શોભતી નથી. સિક્યોરિટી દળો પર પથ્થર ફેંકીને આતંકવાદીઓને ઓઠું આપતા યુવાનો પ્રત્યે મહેબૂબાને સહાનુભૂતિ હોય તો ભારતીય લશ્કરે આ બાઇની જબાન પર ભરોસો રાખવા જેવું નથી. એમના પરિવારનો ઇતિહાસ તપાસી જાઓ. સૈયદ મુફ્તી મુહમ્મદ કેન્દ્રમાં પ્રધાન હતા ત્યારે કેવી દેશદ્રોહની પ્રવૃત્તિઓ કરી હતી ! એ યાદ રાખવા જેવું છે.

Comments
Post a Comment